________________
૪૧૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ] ૪. અનંતાનુબંર્થ કષાય–ચથાર્થ શ્રદ્ધાનરૂપ આત્મિક ગુણને રોકનાર, અનંત સંસારમાં રખડાવવાં માટે મૂળ કારણભૂતકર્મ, જેનાથી અનંતમૂહ, કોધ, માન, માયા, લોભને ઉદય બન્યા રહે છે.
૪. અપ્રત્યાખ્યાન કષાય–જેને લઈને ત્યાગ કરવા યેગ્ય વસ્તુને ત્યાગની ભાવનાથી ત્યાગ થતું નથી. માટેજ લક્ષ્યાભઢ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય આદિમાં હેય ઉપાદેયને વિવેક રહેતું નથી.
૪. પ્રત્યાખ્યાન કષાય-જેને લઈને થડા વ્રતને પાળવાની ભાવના જાગે છે પણ સર્વથા છેડવા લાયક પાપને સંપૂર્ણ છેડી શકતું નથી.
૪–૧૬. સંજવલન કષાય–જે આત્માના મૂળભૂત (યથાખ્યાત) ચારિત્રને રોકનાર, અને મુનિરાજોને પણ પરિષહાદિ પ્રસંગમાં ચલાયમાન કરીને ચારિત્રમાં સ્મલનાએને પ્રસંગ લાવનાર છે.
આ પ્રત્યેકના કોધ, માન, માયા, લેભ રૂપે ચાર ચાર ભેદ છે. ”
૧૭. હાસ્ય મેહનીયને લઈને સકારણ અથવા અકારણ હસવું આવે છે. - ૧૮. રતિમૂહનીચથી શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને રૂપ રંગ પ્રત્યે સાંભળવાની, સુંઘવાની ચાખવાની, સ્પર્શની, અને જેવાની ભાવના ઉત્કટ રહે છે.
૧૯ અરતિમૂહનીય, જેનાથી અણગમતા પદાર્થોને લઇને અરૂચિભાવ બન્યો રહે છે.