________________
૩૮૬ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ ભગવાનની વાણી રાગદ્વેષના મેલથી સપૂર્ણ દૂર હોવાના કારણે કતક નામના ચૂર્ણ જેવી હોય છે. કૈતક વનસ્પતિ ગમે તેવા ખરામ પાણીને પણ શુદ્ધ મનાવી દે છે. તે જ રીતે તીથ 'કર પરમાત્માઓની વાણી પણ ત્રણે જગતના પ્રાણીઓના ચિત્તને નિમલ કરનારી હેાય છે. આવા વાસુપૂજ્ય સ્વામીના ૧. ચ્યવન કલ્યાણક, ર. જન્મ કલ્યાણક, ૩. દીક્ષા કલ્યાણક, ૪. કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક આ પાંચે કલ્યાણકાથી આ ચંપાનગરી પવિત્રતમ બનેલી છે.
ખીજી મહત્વની ઘટના આ નગરીમાં સતી સુભદ્રાના શીલની પરીક્ષા થઈ છે. રેવાવિત નનયંત્તિ ગચ્છ ધર્મો સા મળો આ ઉક્તિને ચરિતાર્થ કરનાર સુભદ્રા નામની કુલવધૂ ઉપર તેની સાસુએ ખાટી આળ નાખી હતી. પણ આ સતી સ્ત્રી દ્રવ્ય અને ભાવ મનથી શીલવતી હાવાના કારણે દેવાએ આ નગરીના દ્વાર બંધ કરી દીધા. પછી જ્યારે ચારે તરફ અંધ થયેલી નગરીમાં રાજા સહિત સૌ પ્રજા મુઝાવા લાગી અને પશુઓ અત્યન્ત આકુલ-વ્યાકુલ થવા લાગ્યા, ત્યારે દેવવાણી થઇ કે જે કાઈ સતી નારી કાચા સુતરના તાંતણે ચાલણી બાંધી કુવામાંથી જલ કાઢશે અને દરવાજા ઉપર તે પાણી છાંટશે ત્યારેદરવાજા ઉઘડશે’” ત્યારે સતી સુભદ્રાએ પેાતાના શુદ્ધ શિયળત્રત ( એક પતિવત )ના પ્રભાવે તે પ્રમાણે કુવામાંથી પાણી કાઢી દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડયા. અને શીલના મહિમા વધાર્યાં.
પેાતાને પેાતાના શિયળ ધના અહંકાર ન આવે અને બીજી પણ શિયળવ'તી નારીઓનાં સન્માન સચવાય તે માટે ત્રણ દરવાજા ઉઘાડયા અને એક દરવાજો તેમજ (બંધ) રહેવા દીયે..