________________
શતક-૧ લું ઉદ્દેશક–૭ ]
[ ૭૯ આ આહાર એ જીવના ચામડી, હાડકાં, મજા, વાળ, દાઢી, રૂંવાટા અને નખરૂપે પરિણમે છે, એનું જ કારણ છે કે–એ ગર્ભના જીવને વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મા, નાકને મેલ, વમન કે પિત્તાદિ હોતાં નથી. ગર્ભમાં ગએલો જીવ સર્વ આત્મવડે આહાર કરે છે ને આત્માવડે જ પરિણમાવે છે, તે આત્મા વડે જ ઉછવાસ–નિ:શ્વાસ લે છે. ગર્ભના જીવને આહાર લેવામાં અને તેને ચય–અપચય કરવામાં બે નાડીઓ કામ કરી રહી છે. એક “માતૃછવરસહરણી નામની નાડી છે, તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને પુત્રના જીવને અડકેલી છે. આનાથી પુત્રને જીવ આહાર લે છે અને આહારને દેવગતિને છોડીને મનુષ્ય સ્ત્રીની કુક્ષિમાં અવતરનારે આ દેવ પિતાના ઉત્પત્તિ સ્થાનને આ પ્રમાણે જુએ છે. “અત્યન્ત મેહકમી પુરુષથી ધણિતરૂપે ગવાયેલી સ્ત્રીને ગર્ભાશય અત્યન્ત દુર્ગધયુક્ત છે, માટેજ ન ગમે તે નઠારે છે. મૈથુનકર્મમાં આસક્ત બનેલા પુરુષ અને સ્ત્રીનું અત્યન્ત ધૃણિત, કિલષ્ટ અને આંખને કેઈ કાળે પણ ન ગમે તેવું વીર્ય અને રજનું ભક્ષણ મારે કરવાનું રહેશે. જ્યાં મળ, મૂત્ર, ચરબી, લેહી વગેરે ગંધાતા પદાર્થોની ભરમાર છે,
જ્યાં હવા, પ્રકાશ, પલંગ વગેરે સુખદાયી પદાર્થો મુદ્દલ નથી, તેવા સ્થાને મારે નવ માસ સુધી ઊંધા શરીરે રહેવું પડશે.” આ બધું જોઈને તે દેવ અરતિ પરિષહને વશ અનીને આ પ્રમાણે મુંઝવણ અનુભવે છે. આ દિવ્ય અને સુગંધી શરીર મારે છોડવું પડશે, અને ગંધાતા સ્થાનમાં નવ મહિનાની સખ્ત કેદમાં રહેવું પડશે. અમૃત ભજન છેડીને ગંધાતા પુદ્ગલોનાં આહાર કરવા પડશે. આમ લજજાશીલ બનેલા આ દેવને આહાર પ્રત્યે અરુચિ થાય છે.