________________
स्थानांगसूत्र
આ બધામાં ગુફા, ફૂટ આદિનો વિચાર બીજે જોઈ લેવો જોઈએ. ।।૨૭ના जम्बुद्वीपसम्बन्धिभरतादिसत्ककाललक्षणपर्यायानाह—
८९
भरतैरवतयोः सुषमदुःषमायाः स्थितिर्द्विसागरकोटीकोटिमाना, सुषमायां मनुष्याणां द्विगव्यूतिरुच्चता, द्वे पल्योपमे परमायुः, द्वावर्हच्चक्रवर्त्तिबलदेववंशौ, द्वावेकसमयेऽर्हन्तौ चक्रवर्तिनौ बलदेवौ वासुदेवौ च ॥२८॥
भरतेति, जम्बूद्वीपे भरतैरवतवर्षेष्वतीतायामागामिन्याञ्चोत्सर्पिण्यां सुषमदुःषमालक्षणस्य चतुर्थकालस्य स्थितिर्द्विसागरकोटीकोटिरूपा, एवं वर्त्तमानाया अवसर्पिण्यास्तृतीयारकस्य सुषमदुःषमालक्षणकालस्यापि । तथा भरतैरवतयोरतीतायामागामिन्यां वर्त्तमानायाञ्चोत्सर्पिण्यां सुषमायां मनुष्याणामुच्चता गव्यूतिद्वयप्रमाणा, आयुश्च द्विपल्योपमप्रमाणम्, एवं भरतेष्वैरवतेषु एकस्मिन् समये द्वौ द्वार्हतां चक्रवर्तिनां वासुदेवानाञ्च वंशो, एकमेकसमये भरत एकोऽर्हन् चक्रवर्त्ती बलदेवो वासुदेवश्च, ऐरवतेऽप्येवमिति द्वौ द्वार्हन्तौ चक्रवर्त्तिनौ बलदेवौ वासुदेवौ च भवत इति ॥२८॥
જંબુદ્રીપમાં ભરતાદિ સંબંધી કાલ, તેનું લક્ષણ અને પર્યાયો કહે છે.
જંબુદ્રીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં અને આગામી ઉત્સર્પિણીમાં સુષમ દુ:ષમા નામના ચોથા આરાની સ્થિતિ બે કોડાકોડી સાગરોપમ છે.
એ જ પ્રમાણે વર્તમાન અવસર્પિણીના સુષમ દુષમા નામના ત્રીજા આરાની સ્થિતિ બે કોડાકોડી સાગરોપમ છે.
એવી જ રીતે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના પાંચમા સુષમા નામના આરામાં, અનાગત ઉત્સર્પિણીના પાંચમા સુષમા નામના આરામાં, વર્તમાન અવસર્પિણીના બીજા સુષમા નામના આરામાં મનુષ્યો બે ગાઉની ઊંચાઈવાળા અને બે પલ્યોપમના આયુષ્યવાળા હોય છે.
આ જ પ્રમાણે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક યુગમાં એક સમયે બે અરિહંત, બે ચક્રવર્તી, બે બલદેવ અને બે વાસુદેવના વંશ થયા છે, થાય છે અને થશે.
અથવા બીજી રીતે આ જ પ્રમાણે એક સમયે ભરત ક્ષેત્રમાં એક અરિહંત, એક ચક્રવર્તી, એક બલદેવ, એક વાસુદેવ અને ઐરાવતમાં પણ એ જ પ્રમાણે એક એક હોય છે. આ રીતે બે અરિહંત, બે ચક્રવર્તી, બે બલદેવ, બે વાસુદેવ થાય છે.
આ રીતે ભરતમાં બબ્બે અને ઐરાવતમાં બબ્બે અથવા ભરતમાં એક અને ઐરાવતમાં એક એમ બે સમજવા. ॥૨૮॥