SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र वर्षधरपर्वतौ मन्दरस्योत्तरदक्षिणतो भरतानन्तरो लघुहिमवान् तथा शिखरी यत्परमैरवतं वर्धधरपर्वतौ स्तः, तौ च पूर्वापरतो लवणसमुद्रावबद्धौ भरतद्विगुणविस्तारौ योजनशतोच्छ्रायौ पञ्चविंशतियोजनावगाढौ भवतः । एवं दक्षिणतो महाहिमवानुत्तरतो रुक्मी च, एवमेव निषधनीलवन्तौ । आयामादयस्तु क्षेत्रसमासादवसेयाः । मन्दरस्य दक्षिणोत्तरेण हैमवतैरण्यवतवर्षयोद्वौ वृत्तौ वैताढ्यनामकौ रजतमयौ सर्वतः सहस्रपरिमाणौ स्तः, हैमवते शब्दापातिनामा ऐरण्यवते च विकटापातीनामा पर्वतः, यत्र च क्रमेण स्वातिप्रभासौ देवौ वसतः, तद्भवनभावादिति । एवं हरिवर्षे गन्धापाती रम्यग्वर्षे माल्यवत्पर्वतः क्रमेण चारुणेन पद्मनाधिष्ठितो वर्त्तते । देवकुरुषु पूर्वपार्श्वेऽपरपार्श्वे च क्रमेण सौमनसविद्युत्प्रभावश्वस्कन्धसदृशावाद्यन्तयोनिम्नोन्नत्तावुत्तरकुरुषु गन्धमादनोऽपरपार्श्वे पूर्वपार्श्वे माल्यवानिति, भरतैरवतयोस्तु दीर्घवैताढ्यौ पर्वतौ स्त: तौ च तयोर्मध्यभागे पूर्वापरतो लवणोदधिं स्पृष्टवन्तौ पञ्चविंशतियोजनोच्छितौ तत्पादावगाढौ पञ्चाशद्विस्तृतावायतसंस्थितौ सर्वराजतावुभयतो बहिःकाञ्चनमण्डनाङ्कौ विज्ञेयौ । एषु गुहाकूटादिविचारोऽन्यत्र द्रष्टव्यः ॥२७॥ હવે ક્ષેત્રને આશ્રયીને બે પ્રકાર કહેવાય છે. પરિપૂર્ણ ચંદ્રમંડલના આકારવાળો જંબૂદ્વીપ છે. તેની મધ્યમાં મેરૂ પર્વત છે. તે મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં ભારત અને ઉત્તર દિશામાં ઐરાવત એમ બે વર્ષ (ક્ષેત્ર) છે. તે બંને ક્ષેત્ર પ્રમાણથી અત્યંત સમાન છે. પરંતુ પર્વત, નગર, નદી આદિના વિશેષથી રહિત છે. અવસર્પિણી આદિથી કરેલ આયુષ્ય આદિ ભાવના ભેદથી રહિત છે અર્થાત્ કાલચક્રના પરિવર્તનની દૃષ્ટિએ કોઈ વિભિન્નતા નથી. લંબાઈ, પહોળાઈ, આકાર (પણછ ચડાવેલા ધનુષ્યના આકાર) અને પરિધિ (ગોળાકાર)થી પરસ્પર એકબીજાને ઓળંગતા નથી. બંને ક્ષેત્ર પરસ્પર સમાન છે. જંબૂદ્વીપના દક્ષિણ ભાગમાં ભરત ક્ષેત્ર હિમવંત પર્વત સુધી છે. ઉત્તરમાં શિખરી પર્વત સુધી ઐરાવત ક્ષેત્ર છે. એ જ પ્રમાણે દક્ષિણમાં હિમવાનું અને મહાહિમવાનું પર્વતની વચ્ચે હેમવંત ક્ષેત્ર છે. ઉત્તર દિશામાં રૂક્ષ્મી અને શિખરી પર્વતની વચ્ચે હિરણ્યવંત ક્ષેત્ર છે. તથા દક્ષિણમાં મહાહિમવંત અને નિષધ પર્વતની વચ્ચે હરિવર્ષ ક્ષેત્ર છે. ઉત્તરમાં નીલ અને રૂક્ષ્મી પર્વતની વચ્ચે રમ્યફ વર્ષ છે. મેરૂ પર્વતથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનુક્રમે પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહ છે. મેરૂ પર્વતની ઉત્તર દિશામાં ઉત્તરકુરૂ અને દક્ષિણ દિશામાં દેવમુરૂ ક્ષેત્ર છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy