________________
७४
अथ स्थानमुक्तासरिका અપર્યાપ્ત નામ કર્મના ઉદયથી જેઓ પોતાની પર્યાપ્તિ પૂરી નથી કરતા તે અપર્યાપ્ત છે.
પર્યાપ્ત નામ કર્મના ઉદયથી જેઓ ચારે પર્યાપ્તિ પૂરી કરે છે તે પર્યાપ્તા. પર્યાપ્તિ એટલે પુદ્ગલના ઉપચય (પુષ્ટી, ભેગા થવાથી) થયેલ શક્તિ વિશેષ.
તે પર્યાપ્તિ આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મનના ભેદથી છ પ્રકારે છે. એકેન્દ્રિયને-ચાર, વિકલેન્દ્રિયને-પાંચ, સંજ્ઞીને-છ, પર્યાપ્તિઓ હોય છે.
આ પર્યાપ્તિઓ એક સાથે શરૂ કરાયેલી અંતર્મુહૂર્તમાં થાય છે. આહાર પર્યાપ્તિ થવાનો કાળ એક સમય છે. અપર્યાપ્તાઓ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ વડે અપર્યાપ્તા જ મરે છે, પણ શરીર અને ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત નથી હોતા. આગામી ભવના આયુષ્યના બંધ વડે મરણ થતું હોવાથી. એટલે કે – આયુષ્ય બાંધીને મરે છે. શરીર અને ઈન્દ્રિય આદિ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવો વડે જ આયુષ્ય બંધાય છે.
પરિણત -સ્વકાયશસ્ત્ર અથવા પરકાયશસ્ત્ર વડે પરિણામાંતર – બીજા પરિણામને પામેલા, પરિણત થયેલા, અચિત્ત થયેલા. ઈત્યર્થ...
તેમાં દ્રવ્યથી શસ્ત્રાદિ મિશ્ર દ્રવ્ય વડે, કાળથી પૌરૂષી-પોરસી આદિ કાળ વડે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બીજારૂપે પરિણામપણે પરિણત થયેલા, ક્ષેત્રથી સો યોજનથી આગળ જતા પરિણત થયેલા તે અચિત્ત થાય છે.
જે પરિણત થયેલા) પૃથ્વીકાયાદિ આયુષ્ય કર્મના ઉદયથી પૃથ્વીકાયિકાદિ કહેવાય છે. તે વિગ્રહ ગતિ વડે ઉત્પત્તિ સ્થાને જાય છે તે ગતિ સમાપન્ના કહેવાય છે. અને જે ગતિમાં છે તે જ ગતિમાં રહેલા (તે જ સ્થિતિમાં રહેલા) તે અગતિ સમાપન્ન કહેવાય છે.
હમણાં જ જે કોઈ આકાશ પ્રદેશમાં આશ્રય કરેલા હોય તે અનંતર અવગાઢક કહેવાય.
જેને જે આકાશ પ્રદેશમાં અવગાહલાને બે આદિ સમય થયેલા છે તે પરંપર અવગાહેલા કહેવાય છે.
આ પ્રમાણે દ્રવ્ય પરિણત - અપરિણત, ગતિ સમાપન્ન - અગતિ સમાપન્ન, અનંતર અવગાઢ - પરંપર અવગાઢના ભેદથી બે પ્રકારે છે.
કાલઃ- ઉત્સર્પિણી અને અવસર્પિણીના ભેદથી કાલ બે પ્રકારે છે.
આકાશ - લોક અને અલોકના ભેદથી (લોકાકાશ અને અલોકાકાશના) આકાશ બે પ્રકારે છે જાણવો. ૧૮.
अथ चतुर्विंशतिदण्डकाश्रयेण शरीरद्वैविध्यमाह
देवनारकाणां कार्मणवैक्रिये एकेन्द्रियविकलेन्द्रियतिर्यङ्मनुष्याणां कार्मणौરાવિશેષ, સર્વેષ વિપદે વર્મપર્તિનને