________________
६९
स्थानांगसूत्र मन्तव्य इति । अङ्गप्रविष्टानङ्गप्रविष्टभेदेन श्रुतज्ञानं द्विविधम् । अनङ्गप्रविष्टञ्चऽऽवश्यक तद्व्यतिरिक्तभेदेन द्विविधम्, तद्व्यतिरिक्तमपि कालिकोत्कालिकभेदेन द्विविधम्, कालिकमुत्तराध्ययनादि, उत्कालिकं दशवैकालिकादि । प्रत्यक्षञ्च केवलज्ञाननोकेवलज्ञानभेदेन द्विविधम्, भवस्यसिद्धकेवलज्ञानभेदेन प्रथम द्विधा, भवस्थकेवलज्ञानमपि सयोग्ययोग्यपेक्षया सयोगिभवस्थकेवलज्ञानमपि प्रथमसमयाप्रथमसमयापेक्षया चरमाचरमसमयापेक्षया वा द्विधा, एवमयोगिभवस्थकेवलज्ञानमपि । सिद्धकेवलज्ञानमनन्तरपरम्परापेक्षया द्विविधम्, उभयमप्येकानेकापेक्षया द्विद्विभेदम् । अवधिमनःपर्यवभेदेन नोकेवलज्ञानं द्विविधम्, भवप्रत्ययक्षायोपशमिकभेदेनावधिज्ञानं द्विविधम्, भवप्रत्ययस्यापि क्षयोपशमनिमित्तकत्वेऽपि तत्क्षयोपशमे भवस्यैव निमित्तत्वात्तत्प्राधान्येन भवप्रत्ययत्वेन पृथगुक्तम्, भवप्रत्ययं देवानां नैरयिकाणाञ्च, क्षायोपशमिकन्तु मनुष्याणां पञ्चेन्द्रियतिर्यग्योनिकानाम् । ऋजुमतिविपुलमतिभेदतो मन:પર્યવસાન દ્વિવિધર્મી દ્દા
હવે જ્ઞાનને આશ્રયીને બે પ્રકાર બતાવે છે. मतीति વિશેષ બોધ તે જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન બે પ્રકારે છે. (૧) પ્રત્યક્ષ, (૨) પરોક્ષ. પરોક્ષ જ્ઞાન બે પ્રકારે છે. (૧) આભિનિબોધિક જ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાનપણ બે પ્રકારે છે. (૧) શ્રત નિશ્રિત, (૨) અશ્રુત નિશ્રિત.
શ્રુત નિશ્ચિત - જે પહેલાં જ શ્રુતવડે ઉપકાર કરાયેલ છે તેની અપેક્ષા વિના જ જે પ્રવર્તે છે એટલે કે – પૂર્વે શ્રુત વડે સંસ્કારવાળી મતિવાળાને જે વર્તમાનમાં શ્રુતની અપેક્ષા વિના જ્ઞાન થાય છે તે અવગ્રહાદિ સ્વરૂપ જે જ્ઞાન તે શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન છે.
વળી જે પહેલાં શ્રુત વડે અસંસ્કારવાળી (અપરિકર્મિત) મતિવિશિષ્ટ ક્ષયોપશમના અતિશય નિપુણપણાથી ઔત્પાતિકી આદિ બુદ્ધિરૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અથવા શ્રોત્રેન્દ્રિય આદિથી થયેલું જ્ઞાન તે અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન છે.
બંને પ્રકારનું પણ આ મતિજ્ઞાન (૧) અર્થાવગ્રહ અને (૨) વ્યંજનાવગ્રહ ભેદથી બે પ્રકારે છે.
અર્થાવગ્રહ - સામાન્યરૂપ સમસ્ત વિશેષથી નિરપેક્ષ, નિર્દેશ ન કરી શકાય તેવા રૂપાદિનું પહેલું જે જ્ઞાન તે અર્થાવગ્રહ છે.
વિકલ્પ વિનાનું જ્ઞાન તે દર્શન છે. અર્થાવગ્રહનું બીજું નામ (દર્શન) છે. આ અર્થાવગ્રહ એક સમયનો નૈૠયિક છે.