________________
स्थानांगसूत्र ... निसर्गेति, दर्शनं द्विविधम्, सम्यग्दर्शनं मिथ्यादर्शनञ्चेति, जिनोक्तानुसारितया तत्त्वेषु रुचिः सम्यग्दर्शनम्, वैपरीत्येन तत्त्वेषु रुचिमिथ्यादर्शनम् । सम्यग्दर्शनञ्च निसर्गसम्यग्दर्शनाभिगमसम्यग्दर्शनभेदेन द्विविधम्, स्वभावादेव जातमाद्यम्, गुरूपदेशादितः प्रभवं द्वितीयम्, उभयमपि प्रतिपात्यप्रतिपाति चेति द्विविधम्, प्रतिपाति सम्यग्दर्शनमौपशमिकं क्षायोपशमिक, अप्रतिपाति क्षायिकम्, औपशमिकस्य तस्यान्तर्मुहूर्त्तमात्रकालत्वात् सास्वादने च जघन्यतः समयमात्रत्वादुत्कृष्टतस्तु षडावलिकामानत्वात्, क्षायोपशमिकस्यच तस्य जघन्यतोऽन्तर्मुहूर्तस्थितिकत्वादुत्कर्षतः षट्षष्टिसागरोपमस्थितिकत्वाच्च क्षायिकन्त्वप्रतिपात्येव सिद्धत्वेऽप्यनुवृत्तेः। मिथ्यादर्शनमप्यभिग्रहिकानभिग्रहिकभेदेन द्विविधम्, कुमतयाथार्थ्यग्रहलक्षणमाद्यं सर्वदर्शनसमताग्रहलक्षणमपरम्, उभयमपि सपर्यवसितापर्यवसितभेदेन द्विविधम्, भव्यस्य सम्यक्त्यप्राप्तौ तदपगमात्, अभव्यस्य तदप्राप्त्या तदपगमाभावादिति ॥१५॥
હવે દર્શનને આશ્રયીને બે પ્રકાર વિચારે છે.
દર્શન બે પ્રકારે છે. (૧) સમ્યગદર્શન, (૨) મિથ્યાદર્શન.. જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વને અનુસાર તત્ત્વોમાં રૂચિ તે સમ્યગ્દર્શન છે.
તેનાથી વિપરીતપણે (જિનેશ્વર ભગવાને નહીં કહેલા) તત્ત્વોમાં રૂચિ તે મિથ્યાદર્શન છે. આ સમ્યગદર્શન બે પ્રકારે છે. (૧) નિસર્ગ સમ્યગદર્શન, (૨) અભિગમ સમ્યગદર્શન. નિસર્ગ સમ્યગ્દર્શન :- સ્વભાવથી જ થયેલું. અભિગમ સમ્યગદર્શન - ગુરૂના ઉપદેશ આદિથી થયેલું. બંને સમ્યગદર્શન બે પ્રકારે છે. (૧) પ્રતિપાતી, (૨) અપ્રતિપાતી. પ્રતિપાતી સમ્યગુદર્શન - પડવાના સ્વભાવવાળું. (૨) ઔપથમિક, (૨) ક્ષાયોપથમિક. અપ્રતિપાતી સમ્યગુદર્શન:- આવેલું જાય નહીં તે ક્ષાયિક સમ્યકત્વ.
ઔપથમિક સમ્યગદર્શનનો કાળ અંતર્મુહૂર્ત માત્ર જ છે. સાસ્વાદને (ગુણસ્થાનકે) જઘન્યથી સમય માત્ર જ છે. ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ છે. આથી જ પ્રતિપાતી છે.
લાયોપથમિક સમ્યકત્વનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત સ્થિતિ. ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. આથી પ્રતિપાતી છે.
ક્ષાયિક સમ્યકત્વ અપ્રતિપાતી જ છે. કારણ કે સિદ્ધત્વ (સિદ્ધ)માં પણ અનુવૃત્તિ છે. (સિદ્ધપણામાં પણ સાથે છે.)
મિથ્યાદર્શન પણ બે પ્રકારે છે. (૧) અભિગ્રહિક, (૨) અનભિગ્રહિક.