________________
६५
स्थानांगसूत्र नाप्यात्मानं पृथिव्यादिरक्षणलक्षणेन संयमेन संवरेण च रक्षति न चाप्याभिनिबोधिक श्रुतावधिमनःपर्यवकेवलज्ञानान्यवाप्नोति, किन्त्वारम्भपरिग्रहौ ज्ञपरिज्ञया विज्ञाय प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्याय च भगवदुक्तं धर्मादि लभते, तथा च लाभालाभावाश्रित्य द्वे स्थाने आरम्भपरिग्रहरूपे इति भावः ॥१३॥
સંસાર જંગલ એકી સાથે રહેલ વિદ્યા અને ચારિત્રથી ઓળંગાય છે કારણ કે એકલી વિદ્યા (જ્ઞાન), અને એકલી ક્રિયા આ લોકમાં પણ કારણપણે દેખાતી નથી.
પ્રશ્ન :- સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ ત્રણ મળીને મોક્ષ માર્ગ છે તો અહીં તો તમે માત્ર જ્ઞાન અને ક્રિયા કહો છો.
ઉત્તર :- સમ્યગદર્શન એ જ્ઞાનનો જ ભેદ હોવાથી વિદ્યામાં અંતર્ભાવ થઈ જાય છે. માટે મોક્ષ માર્ગમાં વિરોધ આવશે નહી.
તે વિદ્યા અને ક્રિયા આત્મા કેમ મેળવતો નથી અથવા કેવી રીતે મેળવે છે? તે બતાવવા માટે પહેલા અલાભ (કેમ મળતું નથી, તે બતાવે છે.
अविज्ञायेति,
ખેતી વગેરે પૃથ્વી આદિ જીવોના ઉપમર્દનરૂપ આરંભ અને ધર્મના સાધન સિવાયના ધનધાન્યાદિ પરિગ્રહ. આ બંનેને જ્ઞપરિજ્ઞાથી જાણ્યા સિવાય આ બંને આરંભ અને પરિગ્રહ અનર્થ માટે થાય છે. તો મારે આ આરંભ અને પરિગ્રહ વડે સર્યું. આ રીતે છોડવાની સન્મુખ રહેવા વડે (ત્યાગવાના સન્મુખ દ્વારે કરી) પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચખાણ કર્યા સિવાય ભગવાને કહેલ શ્રત ધર્મ સાંભળવા માટે મળે નહી.
તથા દર્શન-સમ્યકત્વ પ્રાપ્ત કરતો નથી. વિશુદ્ધ પ્રવ્રજયા પણ પામતો નથી. બ્રહ્મચર્યનું પણ સેવન કરતો નથી. વળી આત્માનું પૃથ્વી આદિના રક્ષણરૂપ સંયમ વડે સંયમ ન કરે. સંવર વડે રક્ષણ કરે નહી. તેમ જ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરતો નથી... પરંતુ આરંભ અને પરિગ્રહને જ્ઞપરિજ્ઞા વડે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચખાણ કરીને ભગવાને કહેલા ધર્માદિ મેળવે છે.
તથા - વળી લાભ અને અલાભને આશ્રયીને આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાન છે. ૧૩ ननु प्रत्याख्यातारम्भपरिग्रहो बोधिं यावत्केवलज्ञानमुत्पादयतीत्युक्तं तत्कदा कथमित्यत्राह
दण्डद्वयप्रयोजकोन्मादमोहनीयक्षयात् केवलम् ॥१४॥
दण्डद्वयेति, केवलज्ञानं हि मोहनीयोन्मादक्षय एव भवति, तत्रोन्मादः-ग्रहो बुद्धिविप्लव इत्यर्थः, स च यक्षावेशेन दर्शनमोहनीयादेः कर्मण उदयेन च भवति, तत्र प्रथमो मोहजनित