SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ अथ स्थानमुक्तासरिका નૈસર્ગિકી જીવ વિષય - રાજાદિની આજ્ઞાથી મંત્રાદિ વડે પાણી છોડવું (ફૂવારો) તે જીવ વિષય નૈસર્ગિકી ક્રિયા. અજીવ વિષય :- બાણને ધનુષ આદિથી છોડવું તે અજીવ વિષય નૈસર્ગિકી ક્રિયા છે. વળી ક્રિયા બે પ્રકારે છે. (૧) આજ્ઞાપનિકી, (૨) વૈદારણીકી. બંને ક્રિયા બે પ્રકારે છે. (૧) જીવ વિષય, (૨) અજીવ વિષય. આજ્ઞાપનિકી ક્રિયા - હુકમ કરવાથી થતી ક્રિયા તે આજ્ઞાપનિકી. વૈદારણિકી ક્રિયા :- ચીરવાથી થયેલ તે વૈદારણિકી ક્રિયા. વળી ક્રિયા બે પ્રકારે છે. (૧) અનાભોગ પ્રત્યયિકી, (૨) અનવકાંક્ષ પ્રત્યયિકી. અનાભોગ પ્રત્યયિકી:- અજ્ઞાનતાથી થયેલ ક્રિયા તે અનાભોગ પ્રત્યયિકી. તે બે પ્રકારે છે. (૧) અનાયુક્ત આદાનતા, (૨) અનાયુક્ત પ્રમાર્જનતા. (૧) અનુપયોગથી (ઉપયોગ વગર) ગ્રહણ કરવું. (ર) અનુપયોગથી (ઉપયોગ વગર) પ્રમાર્જન કરવું. અનવકાંક્ષ પ્રત્યયિકી - બેદરકારીથી થયેલ. તે બે પ્રકારે છે. (૧) સ્વ-પર શરીર અનવકાંક્ષ પ્રત્યયિકી :- પોતાના શરીર આદિની અપેક્ષા નહીં કરવાથી થયેલ, સ્વ-બીજાના શરીરની અપેક્ષા નહીં કરવાનું નિમિત્ત જે છે તે ક્રિયા, પરશરીર અનવકાંક્ષ પ્રત્યયિકી. વળી ક્રિયા બે પ્રકારે છે. (૧) પ્રેમ પ્રત્યયિકી, (૨) દ્વેષ પ્રત્યયિકી. (૧) પ્રેમ પ્રત્યયિકી:- (૧) માયા પ્રત્યયિકી, (૨) લોભ પ્રત્યયિકી. (૨) દ્વેષ પ્રત્યયિકી:- (૧) ક્રોધ પ્રત્યયિકી, (૨) માન પ્રત્યયિકી. ||૧૧|| क्रियाणामेतासां प्रायो गीत्वाद्र्हाद्वैविध्यमाहमनोवाग्भ्यामल्पदीर्घकालाभ्यां वैता गाः प्रत्याख्येयाश्च ॥१२॥ मन इति, गर्दा हि द्विविधा स्वपरविषयभेदात्, सापि मिथ्यादृष्टेः, अनुपयुक्तस्य सम्यग्दृष्टेश्च द्रव्यगर्हा, अप्रधानभूतत्वात्, सूपयुक्तस्य सम्यग्दृष्टेश्च भावगर्हा, इयञ्च गर्दाऽतीते कर्मणि भवति, भविष्यति तु प्रत्याख्यानं प्रत्युत्पन्ने च संवरः, गर्हणीयभेदाच्चतुर्विधाऽपि बहुप्रकारापि वा करणविशेषापेक्षया द्विविधा मनःकरणिका वचःकरणिका चेति, तत्र प्रथमा मनसैव न वाचा, यथा कायोत्सर्गस्थो दुर्मुखसुमुखाभिधानषुरुषद्वयनिन्दिताभिष्टुतस्तद्वचनोपलब्धसामन्तपरिभूतस्वतनयराजवार्तो मनसा समारब्धपुत्रपीरभवकारिसामन्तसङ्ग्रामो
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy