________________
स्थानांगसूत्र
६१
ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી આત્માદિ વસ્તુના પ્રમાણથી હીન અથવા અધિક કહેવારૂપ જે મિથ્યાદર્શન તે જેમાં નિમિત્ત છે તેવી ક્રિયા તે ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી. દા.ત. શરીર વ્યાપક આત્મા છે તો પણ આત્માને કોઈ મિથ્યાદષ્ટિ અંગુઠાના પર્વ જેટલો (યવ માત્ર) અથવા શ્યામાક નામના ચોખા જેટલો હીનપણે માને છે.
વળી કોઈક પ૦૦ ધનુષ્ય પ્રમાણ અથવા સર્વવ્યાપક છે એમ અધિકપણે માને છે. આવી રીતે હીન-અધિક માનવાથી થતો કર્મબંધ એટલે કે તે નિમિત્તે કર્મબંધ તે પ્રથમ ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે.
તવ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી :- ‘આત્મા નથી’ આવું જે કહે છે તેના નિમીત્તે થતો કર્મબંધ તે બીજો કર્મબંધ તદ્યતિરિક્ત (પહેલા કહી તેનાથી જુદી) મિથ્યાદર્શન પ્રત્યયિકી છે. વળી બે પ્રકારે ક્રિયા છે. (૧) દૃષ્ટિકી, (૨) સ્પષ્ટિકી.
દૃષ્ટિકી ક્રિયા :- જીવ કે અજીવને જોવા માટે જે ગતિક્રિયા અથવા જોવાથી-જોવાના નિમિત્તે કર્મ ઉત્પન્ન થાય તે દૃષ્ટિકી ક્રિયા.
સૃષ્ટિકી અથવા પૃષ્ટિકી :- જીવ કે અજીવને રાગ અને દ્વેષથી જોવાથી અથવા સ્પર્શથી થતી જે ક્રિયા.
વળી બે પ્રકારે ક્રિયા છે. (૧) પ્રાતીત્યિકી, (૨) સામંતોપનિપાતિકી.
પ્રાતીત્યિકી ક્રિયા :- બાહ્ય વસ્તુને આશ્રયીને રાગ-દ્વેષની ઉત્પત્તિ નિમિત્તે થયેલ તે પ્રાતીત્યિકી.
તે બે પ્રકારે છે. (૧) જીવ પ્રાતીત્યિકી, (૨) અજીવ પ્રાતીત્યિકી. સામંતોપનિપાતિકી :- ઘણા મનુષ્યોની પ્રશંસાથી થયેલ ક્રિયા તે સામંતોપનિપાતિકી. તે ક્રિયા બે પ્રકારે છે. (૧) જીવ વિષયક, (૨) અજીવ વિષયક.
જીવ પ્રાતીત્યિકી :- જેમ કોઈનો પણ ષણ્ડ રૂપવાન છે, અને તેને લોક જેમ જેમ જુવે અને પ્રશંસા કરે તેમ તેમ તેનો સ્વામી ખુશ થાય તે જીવ પ્રાતીત્યિકી.
અજીવ પ્રાતીત્યિકી :- તેવી રીતે રથ આદિને પણ જુવે, પ્રશંસા કરે તેમ તેમ તેનો સ્વામી પણ ખુશ થાય તે અજીવ વિષય સામંતોપનિપાતિકી ક્રિયા છે.
વળી બે પ્રકારે ક્રિયા છે. (૧) સ્વાહસ્તિકી ક્રિયા, (૨) નૈસર્ગિકી ક્રિયા.
બંને ક્રિયા બે પ્રકારે છે. (૧) જીવ વિષય, (૨) અજીવ વિષય.
જીવ-અજીવ વિષય સ્વાહસ્તિકી ક્રિયા :- જીવ કે અજીવને પોતાને હાથે હણવાથી જીવાજીવ વિષય સ્વાહસ્તિકી ક્રિયા થાય છે.