________________
अथ स्थानमुक्तासरिका विज्ञेयाः । अजीवभेदमाह आकाशेति, आकाशं व्योम, नोआकाशं तदन्यद्धर्मास्तिकायादि, धर्मः, धर्मास्तिकायो गत्युपष्टम्मगुणः तदन्योऽधर्मः, अधर्मास्तिकायः स्थित्युपष्टम्भगुणः, एवं बन्धो मोक्षश्च, पुण्यं पापञ्च, आस्रवः संवरश्च, वेदना निर्जरा च भाव्याः ॥१०॥ - હવે વિશેષને આશ્રયીને અનેકત્વ પ્રતિપાદન કરવા યોગ્ય હોતે છતે સંખ્યાના ક્રમથી એટલે કે એક એક કહ્યું હવે એક પછી પહેલા આવતી દ્વિત્વ (બે) સંખ્યાને આશ્રયીને કહે છે. અર્થાત્ એક એક સંખ્યાવાળી વસ્તુઓ કહ્યા બાદ બે સંખ્યાવાળી વસ્તુ કહે છે.
ત્રતિ :- પહેલા વર્ણન કરેલી આત્માદિ વિવક્ષિત સર્વ વસ્તુ અને તેનાથી વિરૂદ્ધ લક્ષણવાળી બે સ્થાનમાં રહેલી વસ્તુને ઉતારવાથી દ્વિસ્થાનક થાય છે. - દા.ત. જેમ જીવો અને અજીવો. ઈત્યાદિ.
વસ્તુ માત્ર જીવ અને અજીવરૂપ છે, પરંતુ બીજી રાશિ નથી. અર્થાત્ જીવ અને અજીવ સિવાય ત્રીજા રૂપે નથી. નોજીવરૂપ ત્રીજી રાશિ નથી. “નો જીવમાં “નો' નો અર્થ સર્વનિષેધ એટલે અભાવ કરીએ તો જીવ નહીં એટલે “અજીવ’ની જ પ્રતીતિ થાય. “જીવ નહીં તે અજીવ.”
નો જીવ' નો અર્થ સર્વ નિષેધ એવો ન કરીએ અને દેશ નિષેધ કરીએ તો “નો' શબ્દથી જીવના દેશની પ્રતીતિ થાય છે. એટલે દેશ નિષેધમાં પણ જીવની પ્રતીતિ થાય છે. ગતિ ત્રસ નામ કર્મના ઉદયથી ત્રાસ પામે તે ત્રસ. બેઈન્દ્રિય આદિ. સ્થાવર નામ કર્મના ઉદયથી સ્થિર રહે તે સ્થાવર પૃથ્વી આદિ. योन्या-उत्पत्तिस्थानेन सह रति सयोनिकाः । ઉત્પત્તિસ્થાન સહિત તે સયાનિકો – સંસારી.
અયોનિક - સિદ્ધો. એવી જ રીતે ઈન્દ્રિયો સહિત તે સેન્દ્રિયા સંસારી. ઈન્દ્રિયો રહિત હોય તે ન્દ્રિય સિદ્ધો. સવા: = સ્ત્રીવેદાદિ ઉદયવાળા, અવે: = સિદ્ધો.
આ રીતે જીવતત્ત્વમાં બલ્બનું નિરૂપણ કરીને હવે અજીવમાં બલ્બનું અવતરણ કરે છે. આકાશ-નોઆકાશ, ધર્મ-અધર્માદિ.
આકાશ = વ્યોમ. નો આકાશ = તેનાથી જુદા ધર્માસ્તિકાયાદિ.
ધર્માસ્તિકાય = ગતિમાં સહાય કરનાર ગુણ. તેનાથી જુદો અધર્માસ્તિકાય = સ્થિતિમાં સહાય કરનાર ગુણ.
એજ પ્રમાણે બંધ અને મોક્ષ, પુણ્ય અને પાપ, આશ્રવ અને સંવર. વેદના અને નિર્જરા આ રીતે બબ્બે સંખ્યાવાળી વસ્તુ જાણવી. /૧૦ના