________________
अथ स्थानमुक्तासरिका
નારક આદિથી સ્તનિતકુમાર સુધી ત્રણ દર્શન છે. (૧) સમ્યગ્દષ્ટિ નરક આદિ એક વર્ગણા. (૨) મિથ્યાર્દષ્ટિ નરક આદિ એક વર્ગણા. (૩) સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ (મિશ્ર) નરક આદિ એક વર્ગણા.
५४
=
પૃથ્વી આદિ પાંચેને મિથ્યાત્વ જ હોવાથી મિથ્યાર્દષ્ટિ. પૃથ્વીકાયાદિ વર્ગણા. મિથ્યાર્દષ્ટિ પૃથ્વીકાયિક એક વર્ગણા. મિથ્યાર્દષ્ટિ અકાયિક એક વર્ગણા. મિથ્યાદૃષ્ટિ તેઉકાયિક એક વર્ગણા. મિથ્યાર્દષ્ટિ વાયુકાયિક એક વર્ગણા. મિથ્યાર્દષ્ટિ વનસ્પતિકાયિક એક વર્ગણા.
· બેઈન્દ્રિય આદિ ત્રણમાં મિશ્રતાનો અભાવ હોવાથી.
(૧) સમ્યગ્દષ્ટિ બેઈન્દ્રિય વર્ગણા. (૨) મિથ્યાદૅષ્ટિ બેઈન્દ્રિય વર્ગણા. (૩) સમ્યગ્દષ્ટિ તેઈન્દ્રિય વર્ગણા. (૪) મિથ્યાર્દષ્ટિ તેઈન્દ્રિય વર્ગણા. (૫) સમ્યગ્દષ્ટિ ચઉરિન્દ્રિય વર્ગણા. (૬) મિથ્યાદષ્ટિ ચઉરિન્દ્રિય વર્ગણા.
સામાન્યથી આ એક એકરૂપ વર્ગણા છે. બાકીના પંચેન્દ્રિયતિર્યંચ, પંચેન્દ્રિયમનુષ્ય, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને ત્રણે પ્રકારની વર્ગણા છે.
(૧) સમ્યગ્દષ્ટિ, પંચેન્દ્રિય તિર્યંચ એક વર્ગણા. (૨) મિથ્યાદષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ એક વર્ગણા. (૩) મિશ્રર્દષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ એક વર્ગણા.
સમ્યગ્દષ્ટિ પંચેન્દ્રિય મનુષ્યની - (૧) સમ્યગ્દષ્ટિની વર્ગણા, (૨) મિથ્યાર્દષ્ટિની એક વર્ગણા, (૩) મિશ્રદૃષ્ટિની એક વર્ગણા.
વ્યંતર (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) મિશ્રદષ્ટિ વર્ગણા. જ્યોતિષ - (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાર્દષ્ટિ (૩) મિશ્રદૅષ્ટિ વર્ગણા. વૈમાનિક - (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાર્દષ્ટિ (૩) મિશ્રદૃષ્ટિ વર્ગણા.
કૃષ્ણપાક્ષિક નારકી આદિ, શુક્લ પાક્ષિક નારકી આદિ ચોવીશ માર્ગણા પણ એકરૂપ છે.
એવી રીતે છ લેશ્યાઓની પણ વર્ગણા એક છે. તેમાં ભવનપતી, વાણ વ્યંતર, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયને પહેલી ચાર લેશ્યા હોય છે. તેઉકાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને ત્રણ લેશ્યા હોય છે.
-
પંચેન્દ્રિય તિર્યંચ અને પંચેન્દ્રિય મનુષ્યોને છ એ પણ લેશ્યા હોય છે. જ્યોતિષી દેવોને તેજોલેશ્યા હોય છે. વૈમાનિકોને ઉત્તરની ત્રણ તેજો, પદ્મ, શુક્લ લેશ્યા હોય છે. તેથી તેવા પ્રકારનાઓની તે એક એક વર્ગણા હોય છે.
આ પ્રમાણે કૃષ્ણાદિ લેશ્યાવાળા ભવ્યો, અભવ્યો, સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, મિશ્રર્દષ્ટિ, કૃષ્ણ પાક્ષિક, શુક્લ પાક્ષિકની વર્ગણા જાણવી. તે આ પ્રમાણે -