________________
समवायांगसूत्र
५०३
૧. મોક્ષ સાધન માટે કલ્યાણ કારક એવા યોગનો સંગ્રહ કરવા માટે શિષ્ય આચાર્ય ભગવંતને સારી રીતે આલોચના આપવી જોઇએ, આ આલોચના નામનો પ્રથમ યોગ સંગ્રહ છે. ૨. અને આચાર્ય ભગવંતને પણ મોક્ષ સાધક યોગનો સંગ્રહ કરવા કાજે આલોચના આપે છતે અન્યને કહે નહીં. આ નિરપલાપ નામનો બીજો યોગ સંગ્રહ છે. ૩. મોક્ષ માટે જ દ્રવ્યાદિ ભેદ (દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ) આવેલી આપત્તિઓમાં પણ સાધુએ ચોક્કસ દઢધર્મી રહેવું. ૪. મોક્ષના માટે જ બીજાની સહાયની અપેક્ષા વિના તપ કરવો. એને અનિશ્ચિત ઉપધાનતા કહેવાય. ૫. સૂત્ર અને અર્થની ગ્રહણ રૂપ શિક્ષા (ગ્રહણશિક્ષા) અને પડિલેહણ વગેરે કેવી રીતે કરવું તેને શીખવું તે આસેવન રૂપ શિક્ષા બન્ને શિક્ષાનું આસેવન કરવું મોક્ષ માટે. ૬. શરીરની નિષ્પતિકર્મતા સેવવી અર્થાત્ શરીરની આળ પંપાળ ન કરવી. સેવાદિ ન કરવા ૭. યશ અને પૂજાના અર્થી બનીને તપ વગેરે પ્રકાશિત કરવો નહી અર્થાત્ બીજો ન જાણે તે રીતે તપ કરવો એને અજ્ઞાતતા કહેવાય ૮. કોઇપણ સાધના, પ્રયત્ન અલોભ ભાવથી કરવો એ અલોભતા છે. ૯. પરીષહ પર વિજય મેળવવો પરીષહ સહવા (અગ્લાન ભાવે) એ તિતિક્ષા છે. ૧૦. સરળતા ઋજુતા રાખવી એ આર્જવ છે. ૧૧. સંયમી રહેવું એ શુચિતા છે. ૧૨. સમ્યગદર્શનથી શુદ્ધ બનવું તે સમ્યગૃષ્ટિવ છે. ૧૩. ચિત્તને હંમેશા સ્વસ્થ રાખવું તે સમાધિ છે. ૧૪. નિર્દભ આચરણથી યુક્ત બનવું તે આચાર છે. ૧૫. માનમુક્ત બની વિનયયુક્ત બનવું તે વિનયિત્વ છે. ૧૬. બુદ્ધિને-વિચારણાને હંમેશા ધૃતિવાળી ધીરજવાળી બનાવવા એ ધૃતિમત્ત્વ છે. ૧૭. સંસારનો ડર અને મોક્ષનો અભિલાષ રાખવો. એ સંવેગીપણું છે. ૧૮. (પાપ કે દોષ લઈને) માયા રૂપ શલ્ય રાખવું નહી, એ અપ્રણિધિ છે. ૧૯, હંમેશા અનુષ્ઠાન (ક્રિયાદિ) શુદ્ધ અને સારી રીતે કરવી એ સુવિધિ છે. ૨૦. આશ્રવનો હંમેશા નિરોધ કરવો એ સંવર છે. ૨૧. પોતાના દોષોનો નિરોધ કરવો. એ આત્તદોષો પસંહાર છે. ૨૨. બધા જ ઇન્દ્રિયોના વિષયોથી વિમુખ થવું એ સર્વકામ વિરતતા છે. ૨૩, ૨૪. મૂલગુણ સંબંધી અને ઉત્તરગુણ સંબંધી પચ્ચકખાણ કરવું તે બે પ્રત્યાખ્યાન છે. ૨૫. દ્રવ્ય અને ભાવ બે ભેદે વ્યુત્સર્ગ કરવો. એ વ્યુત્સર્શિત્વ છે. ૨૬. પ્રમાદનો ત્યાગ કરવો એ અપ્રમાદિત્વ છે. ૨૭. ક્ષણે ક્ષણે સામાચારીનું અનુષ્ઠાન કરવું એ લવાલ્લવ છે. ૨૮. ધ્યાન કરવું એ ધ્યાન સંવર યોગ છે. ૨૯. મારણાન્તિક વેદનામાં પણ ક્ષોભ ન પામવો, ઉચાર ન કરવો એ ઉદિતમારણાન્તિત્વ છે. ૩૦. સંગ વિષે શપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા રૂપ બે ભેદોથી પરિજ્ઞા કરવી (અર્થાત્ સંગોને સમજવા અને ત્યાગવા) એ સંગ પરિજ્ઞા છે. ૩૧. પ્રાયશ્ચિત્ત કરવું... એ પ્રાયશ્ચિત્તકરણ યોગસંગ્રહ છે. ૩૨. મરણાન્તકાલમાં આરાધના કરવી એ આરાધના યોગ સંગ્રહ છે. (આ ૩૨ યોગ મોક્ષ માટે જીવનમાં અપનાવવા એ ૩૨ યોગ સંગ્રહ કહેવાય છે.) રહેલા
प्रशस्तयोगाभावे आशातना भवन्तीति ता आहशैक्षस्य रात्निकेऽविनया आशातनास्त्रयस्त्रिंशत् ॥३०॥