________________
समवायांगसूत्र
४८७ श्रवणेऽपि सम्यकू परिषह्यमाणं निश्चलचित्ततया धार्यमाणो दर्शनपरीषहः, यद्वा दर्शनशब्देन दर्शनव्यामोहहेतुरैहिकामुष्मिकफलानुपलम्भादिरिह गृह्यते, ततः स एव परीषहो दर्शनपरीषहः //99l.
શબલપણું સુધાદિપરીષહો પ્રત્યે સહિષ્ણુપણાના અભાવથી પ્રાપ્ત થાય છે. માટે હવે પરીષહોના સ્વરૂપને કહે છે.
માર્ગથી સ્મૃત ન થવા માટે અને નિર્જરા માટે પોતાના હેતુઓથી ચારેબાજુથી (પરિ) ઉદીરિત થયેલ બાબતોને સાધુ વગેરે દ્વારા જે સહન કરાય છે તે પરીષહ છે. તે બધા પરીષહ સુગમ છે.. બુભક્ષા ખાવાની ઇચ્છા તરસ પીવાની ઈચ્છા શીત અને ઉષ્ણ ગરમી અને ઠંડી પ્રસિદ્ધ છે. દંશ = ડાંસ - મશક = મચ્છર તે બને એટલે દંશમશક આ બન્ને ચઉરિન્દ્રિય છે. ફક્ત ડાંસ મોટા હોય છે મચ્છર નાના હોય છે. એટલો બેમાં ફેર છે. અથવા દંશ = ડસવું તે જેમાં મુખ્ય છે. તેવા મચ્છરો તે દંશમશક કહેવાય... આ દેશમશક રૂપ પરીષહથી જુ-મંકોડા માખી વગેરે પણ સમજી લેવા, અચલ = ચેલ એટલે વસ્ત્ર – બહુમૂલ્ય, નવીન, સુંદર, સપ્રમાણ વગેરે વસ્ત્રોનો અભાવ - અથવા સર્વ વસ્ત્રોનો અભાવ બન્ને અચેલ પરીષહ છે... સર્વ વસ્ત્રનો અભાવ જિનકલ્પિકોને હોય છે... અરતિ = માનસિક વિકાર (અજંપો) સ્ત્રી = પ્રસિદ્ધ છે. ચર્યા = ગામ નગરાદિમાં અનિયત વિહારિપણું... નિષઘા = ઉપદ્રવ યુક્ત અને ઉપદ્રવ રહિત એવી સ્વાધ્યાય ભૂમિ. શધ્યા = સુંદર કે અસુંદર એવી વસતિ અથવા સંથારો.. (સુવાની જગ્યા) આક્રોશ = દુર્વચન વધ = લાકડી વગેરે દ્વારા તાડન. યાચના = ભિક્ષા, તેવા પ્રકારનું પ્રયોજન હોતે છતે યાચના કરવી. અલાભ, રોગ = (બન્ને પરીષહો) પ્રસિદ્ધ છે. તૃણસ્પર્શ = સંથારાના અભાવમાં ઘાસમાં સુનાર તૃણનો સ્પર્શ સહે તે. મલ = શરીર અને વસ્ત્ર વગેરે પર ચડેલ મેલ. સત્કાર = વસ્ત્ર વગેરે દ્વારા સત્કાર તથા ઉભા થવા દ્વારા સન્માન વગેરે આપવું તે. પ્રજ્ઞા = સ્વયં વિચારણા કરવા પૂર્વક વસ્તુનો બોધ, અજ્ઞાન = સામાન્યથી મતિ વગેરે જ્ઞાન છે. તેનો અભાવ એનું નામ અજ્ઞાન દર્શન પરીષહ = દર્શન એટલે સમ્યગુદર્શન. ક્રિયાવાદી વગેરે વિવિધ અને વિચિત્રમત સાંભળવા છતાં પણ સારી રીતે ચારે તરફથી સહવા છતાં પણ (પ્રભુવચન પર) નિશ્ચલચિત્ત ધારણ કરવું. તે દર્શનપરીષહ (સહવા રૂ૫) છે. અથવા દર્શન શબ્દથી દર્શન (સ. દર્શન) ના વ્યામોહનું કારણ એવા ઐહિક અને આમુખિક ફલની અપ્રાપ્તિ એજ સ્વયં પરીષહ રૂપ છે... માટે તે દર્શનપરીષહ છે. ૧૯
तदादर्शकागमविशेषाश्रयेणाह
समयवैतालीयोपसर्गस्त्रीपरिज्ञानरकविभक्तिवीरस्तुतिकुशीलपरिभाषिकवीर्यधर्मसमाधिमार्गसमवसरणयाथात्म्यग्रन्थयमतीतगाथापुण्डरीकक्रियास्थानाहारपरिज्ञाऽप्रत्याख्यानक्रियाऽनगारश्रुतार्द्रकीयनालन्दीयानिसूत्रकृताङ्गध्ययनानि ॥२०॥