________________
समवायांगसूत्र
४८५ રાત્રિભોજન - દિવસે ગૃહીત અને દિવસે જ ભક્ત વગેરે ચતુર્ભગી વડે અતિક્રમ-વ્યતિક્રમ અતિચાર આદિથી રાત્રે જમનારો શબલ બને છે. (તૃતીય સ્થાન)
આધાકર્મ :- સાધુના જ સંકલ્પથી જે વસ્તુ ગ્રહણ કરી સચેતનથી અચેતન કરાય અથવા અચેતન વસ્તુ ને પણ અગ્નિ આદિથી પકાવાય તે આધાકર્મ - આહાર કરનાર શબલ બને છે. (ચતુર્થ સ્થાન)
રાજપિંડ :- રાજાનો આહાર (રાજા દ્વારા અપાતો આહાર) ખાનાર શબલ બને છે. (પંચમ સ્થાન)
ક્રિતાદિઃ- પૈસાથી સાધુ માટે ખરીદેલું ક્રત, ઉધાર લાવેલું તે પ્રામિત્ય સાધુને આપવા માટે. નહી ઇચ્છતા વ્યક્તિ પાસે પણ ગૃહીત કરેલું. તેમજ જેના ઘણા સ્વામી છે. તે સર્વ સ્વામીઓ દ્વારા જેની અનુજ્ઞા નથી મળે તેવું અને સાધુને આપવા પોતાને ત્યાંથી સન્મુખ લાવીને અપાતું વાપરનાર શબલ બને છે. (છઠું સ્થાન)
પુનઃ પુનઃ પ્રત્યાખ્યાતભુમ્ - વારંવાર અશનાદિનું પચ્ચકખાણ કરે તેને વાપરનાર શબલ બને છે. (૭મું સ્થાન)
ગણાન્તર સંક્રમણ - ૬ જ મહિનામાં એક ગણથી અન્ય ગણમાં નિરાલંબનપણે સંક્રમણ કરે તે શબલ બને છે. (૮મું સ્થાન)
વ્યધિકોદકલપકૃત્:- નાભિ સુધીના જલનું અવગાહન કરવું તે ઉદકલેપ કહેવાય એક જ માસમાં ત્રણથી અધિક વાર ઉદકલેપ કરનારનું ચારિત્ર શબલ બને છે. (૯મું સ્થાન)
માયાસ્થાનત્રયકૃત- તેવા પ્રકારનું કોઈ પ્રયોજન ન હોવા છતાં અતિ ગૂઢ માયાથી એક મહિનામાં જ ત્રણથી અધિક વાર કરનાર શબલ બને છે. (૧૦મું સ્થાન)
સાગારિક પિંડભુફ - વસતિને આપનાર સાગારિક કહેવાય છે (શય્યાતર) તેના પિંડને (અશનાદિ વસ્તુને) વાપરનારો શબલ બને છે. (૧૧મું સ્થાન)
આકુટ્ટિપ્રાણાતિપાતકૃત-સામે ચડીને (જાણી બુઝીને) પૃથ્વીકાયની હિંસા કરનારો શબલ બને છે. (૧૨ મું સ્થાન)
આકુટિંમૃષાવાદકૃત - આકુટિ વડે. (જાણી બુઝીને) જુઠું બોલનારો શબલ બને છે.
આકુટ્ટિઅદત્તાદાન - (જાણી બુઝીને) આદિથી અદત્તાદાન કરનારો શબલ બને છે. (૧૩ મું ૧૪ મું સ્થાન)
આકુટ્ટિ અનન્તરિત પૃથ્વી ઉપયોગ - આકષ્ટિથી (જાણી બુઝીને) પ્રાવરણ (આસનાદિ) વગર જ પૃથ્વી પર બેસવાથી સુવાથી-કાઉસ્સગ્ગ કે સ્વાધ્યાયાદિ કરવાથી શબલ બનાય છે. (૧૫ મું સ્થાન)