________________
स्थानांगसूत्र ज्वल्यमानस्फारस्फुरत्स्फुलिङ्गशतसमाकुलं कुलिशं तं प्रति मुमोच, स च भयात् प्रतिनिवृत्य भगवत्पादौ शरणं प्रपेदे, शक्रोऽप्यवधिज्ञानावगततद्व्यतिकरस्तीर्थकराशातनाभयात् शीघ्रमागत्य वज्रमुपसञ्जहार, बभाण च मुक्तोऽस्यहो भगवतः प्रसादानास्ति मत्तस्ते भयमिति । अष्टाभिरधिकं शतमष्टशतं तच्च ते सिद्धाश्च-निर्वृताः अष्टशतसिद्धाः, इदमप्यनन्तकालजातमित्याश्चर्यमिति, असंयता असंयमवन्तः आरम्भपरिग्रहप्रसक्ता अब्रह्मचारिणस्तेषु पूजा-सत्कारः, सर्वदा हि किल संयता एव पूजार्हाः, अस्यान्त्ववसर्पिण्यां विपरीतं जातमित्याश्चर्यमिति ॥२३८॥
હવે મંગલરૂપ ભગવાન મહાવીરને વિઘ્નના નાશ માટે સ્મરણ કરતાં દશ આશ્ચર્યો કહે છે. આશ્ચર્ય દશ છે - તે આ પ્રમાણે -
(૧) ઉપસર્ગ (૨) ગર્ભ હરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભવ્ય પર્ષદા (૫) કૃષ્ણનું અપરકંકામાં ગમન (૬) ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાન દ્વારા અવતરણ (૭) હરિવંશકુલની ઉત્પત્તિ (૮) ચમરાનો ઉત્પાત (૯) ૧૦૮ આત્માની સિદ્ધિ તથા (૧૦) અસંયત પૂજા...
મા - વિસ્મયથી પર્યન્ત = જણાય.. વિસ્મયથી જે જણાય તે આશ્ચર્ય અર્થાત્ અદભૂત ઘટનાઓ ઉપસર્જન કરાય છે, ફેંકાય છે, પતિત થાય છે પ્રાણીઓ ધર્મથી જેના વડે તે ઉપસર્ગો, અર્થાત્ દેવાદિ દ્વારા કરાયેલ ઉપસર્ગ...
(૧) ઉપસર્ગ - ભગવાન મહાવીરને છબસ્થ કાળમાં તથા કેવલી કાલમાં મનુષ્ય, દેવ તથા તિર્યંચો વડે આ ઉપસર્ગો થયા છે, કેવલી અવસ્થામાં આવા ઉપસર્ગો થાય તેવું ક્યારેય પહેલા થયું નથી, કારણ કે તીર્થંકર પરમાત્મા વિગેરે અનુત્તર પુણ્યના સમૂહથી ઉપસર્ગના સ્થાન સ્વરૂપે નથી હોતા, પરંતુ સમસ્ત મનુષ્ય-દેવ તથા તિર્યંચોને માટે સત્કારને યોગ્ય જ હોય છે. તેથી અનંતકાલે થયેલ સંગમ વિગેરેના ઉપસર્ગો લોકોમાં આશ્ચર્યભૂત ગણાય છે.
(૨) ગર્ભાપહાર :- ગર્ભાપહાર એટલે ગર્ભમાં રહેલ જીવનું હરણ થવું અર્થાત એક ઉદરમાંથી બીજાના ઉદરમાં સંક્રમણ કરવું. આ ઘટના પણ તીર્થકરોની અપેક્ષાએ પહેલાં નહીં થયેલ. છતાં ભગવાન મહાવીરનું ગર્ભાપહરણ થયું. ઇંદ્ર મહારાજાની આજ્ઞાથી હરિણગમેષિ દેવે, દેવાનંદા નામની બ્રાહ્મણીના ઉદરથી પરમાત્મા મહાવીરના જીવનું ત્રિશલા નામની રાજપત્નીરાણીના ઉદરમાં સંક્રમણ કર્યું... આ પણ અનંતકાલે થવાથી આશ્ચર્ય કહેવાય છે.
(૩) સ્ત્રી તીર્થકર :- તીર્થંકરપણાએ ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ.. દ્વાદશાંગી અથવા સંઘ પણ તીર્થસ્વરૂપ છે, સામાન્ય રીતે પુરૂષોને વિષે સિંહ સમાન... શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન, ત્રિભુવનમાં પણ અવ્યાહત સામર્થ્યવાળા પુરૂષો પ્રવર્તાવે છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના સ્વામી કુંભન રાજાની પુત્રી મલ્લિ નામની ઓગણીસમા તીર્થંકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થ પ્રવર્તાવ્યું. આવું પણ અનંતકાલે બનતું હોવાથી આશ્ચર્ય ગણાય છે.