________________
स्थानांगसूत्र
४२१ (૩) ભય દાન - ભયથી જે આપવું તે ભય દાન અથવા ભયના નિમિત્તથી જે દાન તે પણ ઉપચારથી ભય દાન છે. કહ્યું છે કે – રાજા, કોટવાલ, પુરોહિત, દુર્જન, મલ્લ અને દંડપાશી અર્થાત્ થોડા અપરાધમાં ભારે શિક્ષા કરનાર એવા પુરુષોને વિષે જે ભયને લઇને દાન દેવાય છે તે ભય દાન પંડિતોએ સમજવું.
(૪) કારુણ્ય દાન - કારુણ્ય એટલે શોક.. પુત્ર વિયોગથી ઉત્પન્ન થયેલ શોકથી તે પુત્રાદિ ભવાંતરમાં સુખી થાઓ એવી વાસનાથી તેની જ શવ્યા વગેરેનું દાન અથવા બીજી વસ્તુઓનું જે દાન તે કારુણ્ય દાન અથવા કારુણ્યથી ઉત્પન્ન થયેલ હોવાથી તે દાન પણ ઉપચારથી કારુણ્ય દાન કહેવાય છે.
(૫) લજ્જા દાન :- લજ્જાથી જે દાન અપાય તે લજ્જા દાન... લોકોની વચ્ચે રહેલ પુરુષની પાસે કોઇએ યાચના કરી ત્યારે બીજા લોકોનું મન રાખવા માટે - ચિત્તની રક્ષા માટે જે આપવું તે લજ્જા દાન.
(૬) ગૌરવ દાન - ગર્વથી જે અપાય તે ગૌરવ દાન. કહ્યું છે કે- નટ, નાચનાર, મુષ્ટિ યુદ્ધ કરનાર મલ્લોને, સંબંધિઓને તથા મિત્રોને યશ માટે ગર્વથી જે દાન અપાય તે ગૌરવ દાન...
(૭) અધર્મ દાન :- અધર્મને પોષણ કરનારું દાન તે અધર્મ દાન અથવા અધર્મનું કારણ હોવાથી અધર્મ જ છે. કહ્યું છે કે- હિંસા, અસત્ય, ચોરીમાં તત્પર, પરબારામાં લંપટ, અને પરિગ્રહમાં આસક્ત એવા લોકોને જે દાન અપાય તે અધર્મ દાન... (આવા લોકોને સંકટમાં અનુકંપા બુદ્ધિથી અપાય તો તે અધર્મ નથી)
(૮) ધર્મ દાન - ધર્મના કારણભૂત જે દાન તે ધર્મ દાન.અથવા ધર્મમાં જ જે દાન તે ધર્મ દાન.. કહ્યું છે કે – જેઓને ઘાસ અને મણિ સમાન છે તેવા નિલભી સુપાત્રને જે દાન અપાય છે તે અક્ષય, અતુલ અને અનંત એવું દાન ધર્મને માટે કહેવાય.
(૯) કરિષ્યતિ દાન - આ મારા વિષે કંઈક ઉપકાર કરશે એવી બુદ્ધિ વડે જે દાન કરાય તે કરિષ્યતિ દાન...
(૧૦) કૃત દાન :- મારા ઉપર તેણે ઉપકાર કર્યો છે, તે પ્રયોજન રૂપ પ્રત્યુપકારને માટે જે દાન તે કૃત દાન... કહ્યું છે કે – મારા ઉપર તેણે સેંકડો ઉપકાર કર્યા છે. અને હજારો વખત તેણે મને આપ્યું છે, તેથી હું પણ તેના પ્રત્યુપકાર માટે કંઈક આપું એવી ભાવનાથી જે અપાય છે તે કૃત દાન. ૨૩ી .
दानधर्मेऽपि संस्थितत्वात् प्रत्याख्यानधर्ममाह
अनागतातिक्रान्तकोटीसहितनियंत्रितसाकारानाकारपरिमाणकृतनिरवशेषसंकेतकाद्धारूपं प्रत्याख्यानम् ॥२३१॥