________________
स्थानांगसूत्र
૪૦૭ उद्गमेति, आधाकर्मादिना षोडशविधेनोद्गमेन चारित्रस्य विराधनं भक्तादेर्वा अकल्प्यता उद्गमोपघातः, एवं धात्र्यादिदोषलक्षणयोत्पादनया शंकितादिभेदयैषणया उपघातः, वस्त्रपात्रादिसमारचनं परिकर्म तेनोपघातः, स्वाध्यायस्य श्रमादिना शरीरस्य संयमस्य वोपघातः परिकर्मोपघातः । अलाक्षणिकस्याकल्प्यस्य वोपकरणस्याऽऽसेवा परिहरणा तयोपघातः, श्रुतज्ञानापेक्षया प्रमादतः ज्ञानोपघातः, शङ्कितादिभिर्दर्शनोपघातः, समितिभङ्गादिभिश्चारित्रोपघातः, विनयादेरप्रीतिकोपघातः संरक्षणे शरीरादिविषये मूर्छा तया उपघातः परिग्रहविरतेरिति संरक्षणोपघातः । विशुद्धिश्च-भक्तादेर्निरवद्यता उद्गमादिविशुद्धिः, परिकर्मणा वसत्यादिसारवणलक्षणेन क्रियमाणेन विशुद्धिर्या संयमस्य सा परिकर्मविशुद्धिः परिहरणयावस्त्रादेः शास्त्रीययाऽऽसेवनया विशुद्धिः परिहरणाविशुद्धिः ज्ञानादित्रयविशुद्धयस्तदाचारपरिपालनातः, अप्रीतिकस्य विशोधिस्तन्निवर्तनात्, संरक्षणं संयमार्थमुपध्यादेस्तेन विशुद्धिश्चारित्रस्येति संरक्षणविशुद्धिरिति ॥२२५||
નિષ્ક્રમણ સુખ ચારિત્ર સુખ કહ્યું, ચારિત્રનું સુખ અખંડિત-અનાબાધ સુખને માટે થાય છે, તેથી સુખના સાધનરૂપ ચારિત્રના ભક્તાદિ અને જ્ઞાનાદિ ઉપઘાતનું નિરૂપણ કરે છે.
ચારિત્રની વિરાધનારૂપ દશ (૧૦) પ્રકારનો ઉપઘાત કહેલ છે, તે આ પ્રમાણે - (૧) ઉદ્દગમ, (૨) ઉત્પાદન, (૩) એષણા, (૪) પરિકર્મ, (૫) પરિહરણા, (૬) જ્ઞાન, (૭) દર્શન, (૮) ચારિત્ર, (૯) અપ્રીતિક તથા (૧૦) સંરક્ષણ વિષયક.
એ પ્રમાણે ચારિત્રને નિર્મળ કરવારૂપ વિરોધિ પણ દશ પ્રકારે છે.
(૧) ઉગમ ઉપઘાત :- ઉદ્દગમ એટલે આધાકદિ સોળ પ્રકારના દોષ વડે ચારિત્રની વિરાધના અથવા ભોજન વિગેરેની અકથ્થતા તે ઉદ્ગમ ઉપઘાત.
(૨) ઉત્પાદન ઉપઘાત :- ધાત્રી દોષ વિગેરે સોળ દોષરૂપ વિરાધના ઉત્પાદન ઉપઘાત. (૩) એષણા :- શંક્તિ વિગેરે દશ એષણાના ભેદ વડે જે વિરાધના તે એષણા ઉપઘાત.
(૪) પરિકર્મ - વસ્ત્ર-પાત્ર આદિનું ગોઠવવું અથવા સાંધવું-સીવવું વિ. પરિકમ – શ્રમાદિથી શરીરનો કે સંયમનો ઉપઘાત તે પરિકર્મ ઉપઘાત.
(૫) પરિહરણા - અલાક્ષણિક કે અકથ્ય એવા ઉપકરણોનું સેવન કરવાથી જે વિરાધના તે પરિહરણા ઉપઘાત. (અલાક્ષણિક એટલે ઓધો-મુહપત્તિ વગેરે શાસ્ત્રોક્ત પ્રમાણથી વિપરીત લક્ષણરૂપ સમજવા.).
(૬) જ્ઞાન ઉપઘાત - શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રમાદથી થતી વિરાધના અર્થાત્ પ્રમાદને કારણે શ્રુતજ્ઞાનમાં જે ખામી આવે તે જ્ઞાન ઉપઘાત.