________________
स्थानांगसूत्र
४०५
(૪) અમાર્ગમાં માર્ગની બુદ્ધિ :- વસ્તુતત્ત્વની અપેક્ષાએ વિપરીત શ્રદ્ધા-વિપરીત જ્ઞાન અને વિપરીત અનુષ્ઠાનરૂપ અમાર્ગમાં કુવાસનાથી માર્ગની બુદ્ધિ કરવી તે મિથ્યાત્વ.
(૫) જીવમાં અજીવની બુદ્ધિ :- પૃથ્વીકાય વિગેરે જીવોમાં અજીવની બુદ્ધિ - તે આ પ્રમાણે. પૃથ્વીકાય આદિ જીવો ઉચ્છવાસાદિ જે જીવના ધર્મો છે તેને ધારણ કરતા ન હોવાથી ઘટની જેમ અજીવ છે - તેવા પ્રકારની બુદ્ધિ કરવી તે મિથ્યાત્વ.
(૬) અજીવમાં જીવની બુદ્ધિ :- અજીવરૂપ આકાશ-પરમાણુ વિગેરેમાં જીવ છે કારણ કે ‘પુરૂષ એવ ઇદ' આ બધું જડ-ચૈતન્ય પુરૂષરૂપે જ છે ઇત્યાદિની માન્યતાથી... તેઓ માને છે કે પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય આ આઠ મૂર્તિઓ મહેશ્વર સંબંધી છે.
(૭) સાધુમાં અસાધુની બુદ્ધિ :- બ્રહ્મચર્યાદિ ગુણયુક્ત સાધુઓને વિષે અસાધુની સંજ્ઞા તે આ રીતે, કુમાર અવસ્થામાં દીક્ષા લીધેલા આ લોકો અપુત્રીયા હોવાથી તેઓની ગતિ નથી. અથવા તો સ્નાનાદિ પણ તેઓ કરતા નથી માટે તેઓની ગતિ નથી તેવા વિકલ્પરૂપ મિથ્યાત્વ.
--
(૮) અસાધુમાં સાધુની બુદ્ધિ :- છ જીવ નિકાયની વિરાધનાથી નહીં અટકેલા, ઔદ્દેશિકાદિ આહા૨ને વાપરનારા અને અબ્રહ્મચારી એવા અસાધુઓને વિષે સાધુપણાની બુદ્ધિ, જેમકે સર્વ પાપમાં પ્રવર્તેલા છે તો પણ બ્રહ્મમુદ્રાને ધારણ કરનારા હોવાથી આ સાધુઓ છે - ઈત્યાદિ વિકલ્પરૂપ મિથ્યાત્વ.
:
(૯) મુક્તમાં અમુક્તની બુદ્ધિ ઃ- સમસ્ત કર્મથી કરાયેલ વિકારથી રહિત તથા અનંત જ્ઞાનદર્શન-સુખ તથા વીર્યથી યુક્ત એવા મુક્તાત્માઓમાં અમુક્તની બુદ્ધિ. તે આ પ્રમાણે - મુક્ત જીવો બુઝાયેલા દીપક સમાન છે - અથવા આત્મા જ નથી. માટે મુક્ત જીવો નથી, ઈત્યાદિ વિકલ્પરૂપ મિથ્યાત્વ.
(૧૦) અમુક્તમાં મુક્તની બુદ્ધિ :- કર્મસહિત અને લોકવ્યાપારમાં પ્રવૃત્ત જીવોને વિષે મુક્તની બુદ્ધિ, જેમ અણિમાદિ આઠ પ્રકારના ઐશ્વર્યને પામીને હંમેશા પુણ્યવાન નિવૃત્ત આત્મા થયા થકા ૫૨મ દુસ્તરને તરેલા હર્ષને પામે છે... આવા પ્રકારનો વિકલ્પ તે મિથ્યાત્વ. II૨૨૩॥ पूर्वोदितानां सुखं न कदाचिदपीति सुखं निरूपयति
आरोग्यदीर्घायुराढ्यत्वकामभोगसन्तोषास्तित्वशुभभोगनिष्क्रमानाबाधानि
सुखानि ॥२२४॥
आरोग्येति, आरोग्यं नीरोगता, दीर्घमायुः चिरजीवितं शुभम्, आढ्यत्वं धन-पतित्वं सुखकारणत्वात् सुरवरूपम् अथवा आढ्यैः क्रियमाणा पूजाऽऽढ्यत्वम्, काम:शब्दरूप - लक्षणः, भोगः गन्धरसस्पर्शस्वरूपः संश्लेषपूर्वकसुखजनकत्वात् सन्तोषः - अल्पेच्छता,