________________
स्थानांगसूत्र
३५
છતે ગતિવાળા જીવ અને પુદ્ગલોને પ્રતિઘાત (અટકાવ)નો અભાવ હોવાથી ચોક્કસ સ્થાન નહીં રહે. કારણકે સંબંધના અભાવથી સુખ, દુઃખ, બંધાદિ વ્યવહાર નહીં થાય.
અને તે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બંને પ્રદેશાર્થપણે અસંખ્યાત પ્રદેશ સ્વરૂપ હોવા છતાં પણ દ્રવ્યાર્થતા એક જ છે.
લોકવર્તી સંસારી જીવ દંડ સહિત અને સક્રિય છે. અને તે કર્મથી બંધાય છે. માટે હવે બંધને આશ્રયીને સંગ્રહ કહે છે.
વળ્યોતિ : કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે તે બંધ કહેવાય છે.
તે બંધ (૧) પ્રકૃતિ (૨) સ્થિતિ (૩) પ્રદેશ (૪) અનુભાવના ભેદથી ચાર પ્રકારનો હોવા છતાં પણ બધાનું સમાનપણું હોવથી બંધ એક છે.
પૂર્વપક્ષવાદી જીવનો કર્મની સાથે સંયોગ તે બંધ.
તો તે બંધ (૧) સાદિ છે કે (૨) આદિ રહિત છે? (અનાદિ છે?) જો સાદિ કહેશો તો (૧) પહેલાં શું જીવ અને પછી કર્મ લાગે છે? કે (૨) પહેલા કર્મ અને જીવ (૩) અથવા બંને એક સાથે છે?
૧) પહેલા જીવની ઉત્પત્તિનો સંભવ નથી. કારણકે કોઈ હેતુ (કારણ) નથી. દા.ત. ગધેડાના શીંગડા, જીવ નિત્ય છે એટલે કર્મબંધન થાય. કારણ કે તેનું કારણ નથી. આકાશ. આકાશને જેમ કારણ નહીં હોવાથી કર્મબંધ નથી થતો તેવી રીતે જીવને પણ કારણ નહીં હોવાથી કર્મબંધ નહીં ઘટે.
જો કારણ વિના પણ જીવને કર્મબંધ થાય તો મુક્તના જીવન પણ કર્મબંધ થાય.
કર્મના સંબંધના અભાવમાં નિત્ય મુક્ત જ હોય. અથવા જીવ કર્મથી બંધાતો નથી તો કર્મથી મુક્ત કેવી રીતે થશે? એટલે બંધના અભાવમાં મુક્ત પણ કહેવાશે નહીં.
૨) પહેલા કર્મ અને પછી જીવ એ વિકલ્પ ઘટી શકશે નહીં. કેમકે કર્તા પહેલા હોય. પછી કર્તુત્વ કાર્ય થાય. પહેલા મા-બાપ હોય પછી પુત્રરૂપ કાર્ય થાય. “જીવ કર્મનો કર્તા છે.” આ વાક્ય ત્યારે જ ઘટે કે જીવ પહેલા હોય અને પછી કર્મ હોય. તેથી પહેલા કર્મ અને પછી જીવ એ વિકલ્પ ઘટતો નથી.
જેમ કર્તાના અભાવમાં પણ કર્મબંધ હોય તો કર્મોનો નાશ પણ તેવી રીતે થાય. અર્થાત્ કર્તા ન હોય અને કર્મોનો નાશ પણ થઈ જાય.
૩) જીવ અને કર્મ બંને એકસાથે ઉત્પન્ન થાય છે આ ત્રીજો વિકલ્પ પણ ઘટી શકશે નહીં.