________________
अथ स्थानमुक्तासरिका ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જીવાદિ પદાર્થનો આધાર ન બને. કારણકે તે બંને ગતિ અને સ્થિતિના સાધક છે.
ધર્માસ્તિકાય જીવાદિ પદાર્થના ગતિ ઉપકારક છે. તેને જીવાદિ પદાર્થના અવગાહદાતા માનવાથી અતિપ્રસંગ આવે. અધર્માસ્તિકાય જીવાદિ પદાર્થની સ્થિતિ ઉપકારક છે તેને જીવાદિ પદાર્થનો અવગાહદાતા માનવાથી અતિપ્રસંગ આવે.
અન્યથી સાધ્ય કાર્ય અન્ય કરે તો અતિપ્રસંગ આવે. માટે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આધાર નથી.
આ આકાશાસ્તિકાય સર્વ દ્રવ્યોનો સાધારણ (સામાન્ય) રીતે અવકાશ આપનાર લોક અને અલોકના ભેદ વડે કહેવાય છે. અને તે આકાશ અવયવ સહિત છે. કારણકે તેમાં પ્રદેશોનો વ્યવહાર છે. આ વ્યવહાર ખોટો નથી. કારણ કે આ વ્યવહાર ખોટો છે એવા નિમિત્તનો અભાવ છે.
પ્રશ્નઃ લોકનો એક દેશ પ્રત્યક્ષ હોવાથી તેનો બીજો દેશ-દેશાંતર પણ હોય. કારણકે બાધક પ્રમાણનો અભાવ છે. માટે બાધક પ્રમાણનો અભાવ હોવાથી લોકનો દેશાંતર પણ છે. પણ અલોક કેવી રીતે હોઈ શકે? તેનો દેશ પણ પ્રત્યક્ષ નથી.
ઉત્તર : આવું કહેવું નહીં. કેમકે લોકનો વિપક્ષ છે. કારણકે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ વડે કહેવાય છે.
જે વ્યુત્પત્તિવાળો શુદ્ધ શબ્દ હોય તેનો વિપક્ષ હોય જ (એવી વ્યાપ્તિ છે) એવો સાહચર્ય નિયમ છે. જેમકે “ઘટ' શબ્દ શુદ્ધ છે. અને વ્યુત્પતિવાળો છે તેનો વિપક્ષ અઘટ છે. તેમ લોક શબ્દ પણ શુદ્ધ છે અને વ્યુત્પત્તિવાળો છે તો તેનો પણ વિપક્ષ હોવો જોઈએ. તે વિપક્ષ અલોક છે. માટે અલોક છે.
પ્રશ્નઃ હવે ન તો મનોવ એમ કહેવાથી ઘટ, પટાદિ જ કોઈ વસ્તુ હોઈ શકે. બીજી વસ્તુ અર્થાત્ અલોકની કલ્પના વડે શું?
ઉત્તર : લોકને અનુરૂપ જ અલોક હોવો જોઇએ. લોક આકાશરૂપે છે તો અલોક પણ આકાશરૂપ હોય. નિષેધ્ય સદેશ જ પર્યદાસ નમૂના બોધથી લોક આકાશ વિશેષરૂપ છે તો અલોક પણ આકાશ વિશેષરૂપ હોય. દા.ત. “અપંડિત' કહેવાથી વિશિષ્ટ જ્ઞાન રહિત ચેતન જ જણાય છે પણ અચેતન ઘટાદિ નહીં. તેની જેમ અલોક પણ લોક સમાન હોવો જોઇએ.
થથતિઃ સ્વભાવથી જ ગતિ અને સ્થિતિમાં પરિણત થયેલ જીવ અને પુદ્ગલોનું અપેક્ષા કારણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે.
વળી અલોકરૂપ આકાશ સ્વીકારે છતે લોકના પરિમાણને કરનારા ધર્મ, અધર્મ અવશ્ય હોવા જોઇએ. નહીં તો આકાશ સમાન હોવાથી લોક, અલોક એવો ભેદ નહીં રહે. અને માત્ર આકાશ