________________
स्थानांगसूत्र
३४९
(૧) સ્તવન, વંદનાદિ વડે સત્કાર (૨) વિનયને યોગ્ય પુરુષોને જોઇને આસનથી ઊઠવું તે અભ્યત્થાન (૩) વસ્ત્ર, પાત્રાદિ વડે પૂજા કરવી તે સન્માન (૪) આસનાભિગ્રહ વળી બેઠા પછી આદર પૂર્વક આસનને લાવીને “અહીં બેસો' એમ નિમંત્રણ કરવું (૫) આસનાનું પ્રદાન આસનને એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવું (૬) કૃતિકર્મ દ્વાદશાવર્ત વંદન કરવું (૭) અંજલિગ્રહ - હસ્તાંજલિનું જોડવું (૮) આવતાની સન્મુખ જવું (૯) બેઠેલાની પર્યાપાસના - વિશેષ સેવા કરવી (૧૦) જતાની પાછળ મૂકવા જવું આ દશ પ્રકારે શુશ્રુષણા વિનય છે. ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં શુશ્રષણા વિનય છે.
અનાશાતના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિ (ત્યાગ) રૂપ છે. તે પંદર પ્રકારે છે.
૧. તીર્થંકર ૨. ધર્મ ૩. આચાર્ય ૪. ઉપાધ્યાય ૫. સ્થવિર ૬. કુલ ૭. ગણ ૮. સંઘ ૯. સાંભોગિક – એક સામાચારીવાળા સાધુ ૧૦ ક્રિયા - આસ્તિકતા ૧૧ થી ૧૫ મતિ વગેરે પાંચ જ્ઞાન. આ પંદર સ્થાનો છે.
અહીં ભાવના એ છે કે તીર્થંકરની અનાશાતનામાં તથા તીર્થંકર પ્રરૂપિત ધર્મની અનાશાતનામાં વર્તવું. એવી રીતે સમજવું.
(૩) ચારિત્ર વિનય - ચારિત્ર જ વિનય અથવા ચારિત્રનો જ શ્રદ્ધાનાદિરૂપ વિનય તે ચારિત્ર વિનય. કહ્યું છે કે- (૧) સામાયિકાદિ ચારિત્રનું શ્રદ્ધાન કરવું (૨) તેમ જ કાયા વડે સ્પર્શવું - કરવું (૩) ભવ્ય જીવોની આગળ પ્રરૂપવું – સભાના પ્રબંધથી વિસ્તારથી વ્યાખ્યાન કરવું. આ પ્રમાણે ત્રણ પ્રકારે ચારિત્રવિનય છે.
(૪,૫,૬) મન, વચન અને કાયાનો વિનય :- તો મન વગેરેના વિનયને યોગ્ય સ્થાનને વિષે કુશલ પ્રવૃત્તિ વગેરે છે. કહ્યું છે કે
આચાર્યાદિનો સર્વકાલમાં પણ મન, વચન અને કાયા વડે વિનય તો અકુશલ યોગનો નિરોધ અને કુશલ યોગોની ઉદીરણા - પ્રવૃત્તિ કરવારૂપ સમજવો.
(૭) લોકોપચાર વિનય :- લોકોનો ઉપચાર - વ્યવહાર તેના વડે અથવા તે જ વિનય તે લોકોપચાર વિનય છે. શ્રુતાદિના અર્થી જીવોએ આચાર્યાદિની સમીપ રહેવું. બીજાના અભિપ્રાય પ્રમાણે વર્તવાપણું. હું એમની પાસેથી શ્રુત પામ્યો છું માટે વિશેષતઃ તેમના વિનયમાં વર્તવું જોઇએ અને તેમનું અનુષ્ઠાન કરવું જોઈએ.
ભોજનાદિ વડે ઉપચાર કીધે છતે ગુરૂઓ પ્રસન્ન થયા થકા સૂત્રાદિના દાનથી મારા પર પ્રત્યુપકાર કરશે માટે ભક્ત આદિના દાન પ્રત્યે મારે પ્રયત્ન કરવો જોઈએ.
દુઃખથી પીડાયેલને ઔષધ આદિનું ગણવું તે જ આર્તગવેષણતા. અર્થાત પીડિતને ઉપકાર કરવો અથવા પોતે કે આમ (સ્વજન ભૂત) થઈને ગજવું – સારી કે માઠી સ્થિતિનું શોધન કરવું. દેશ કાલજ્ઞતા - અવસરને જાણવાપણું સર્વ અર્થમાં અનુકુળપણું. ૧૮લા