________________
३२४
अशुभानुबन्धानाह—
अथ स्थानमुक्तासरिका
पर्यायपरिवारश्रुततपोलाभपूजासत्कारा अनात्मवतोऽहिताय, आत्मवतश्च हिताय
Im×૭૨૫
पर्यायेति, अकषायो ह्यात्माऽऽत्मा भवति, स्वस्वरूपावस्थितत्वात्, यस्तद्वान्न भवति सोऽनात्मवान् सकषाय इत्यर्थस्तस्य पर्यायो जन्मकालः प्रव्रज्याकालो वा स यदि महान् तदा मानकारणं भवति, अत एव तस्यैहिकामुष्मिकापायजनकत्वम्, गृहस्थापेक्षया चाल्पोऽपि प्रव्रज्यापर्यायो मानहेतुरेव तत्र जन्मपर्यायो महानहिताय, यथा बाहुबलिनः एवमन्येऽपि वाच्याः । परिवारः शिष्यादिः श्रुतं पूर्वगतादि, उक्तञ्च यथा यथा बहुश्रुत: संमतश्च शिष्यगणसंपरिवृतश्च । अविनिश्चितश्च समये तथा तथा सिद्धान्तप्रत्यनीकः ॥' इति, तपोऽनशनादि, लाभोऽन्नादीनाम्, पूजा स्तवादिरूपा तत्पूर्वकस्सत्कारः - वस्त्राभ्यर्चनं पूजायां वा आदरः, एते अशुभानुबन्धाय भवन्ति । यस्त्वात्मवान् - स्वस्वरूपावस्थितस्तस्यैते हितायैव भवन्ति कषायशून्यत्वादिति ॥१७२॥
અશુભ અનુબંધોને કહે છે.
કષાય રહિત આત્મા જ આત્મા હોય છે. કેમ કે પોતાના સ્વરૂપમાં અવસ્થિત છે. પરંતુ જે કષાય રહિત ન હોય તે અનાત્મવાન્ અર્થાત્ કષાય સહિત છે તેનો પર્યાય - જન્મકાળ કે પ્રવ્રજ્યા કાળ તે જો મહાન (મોટો) છે તો માનનું કારણ થાય છે. અથવા મહાન માનનું કારણ છે, આથી જ તેને આલોક સંબંધી કે પરલોક સંબંધી દોષને ઉત્પન્ન કરનાર છે.
(૧) પર્યાય :- ગૃહસ્થની અપેક્ષાએ અલ્પ દીક્ષા પર્યાય પણ માનનો હેતુ જ થાય છે.
તેમાં મહાન્ જન્મ પર્યાય મહાન્ અહિત માટે થાય છે. જેમ બાહુબલીને થયું. (બાહુબલી દીક્ષા પર્યાયમાં નાના હોવા છતાં પણ જન્મ પર્યાય મોટા હોવાથી મારાથી નાના અટ્ઠાણું ભાઈઓને વંદન કેમ કરાય ? એવું માનનું કારણ થયું હતું)
આ રીતે જન્મ પર્યાય કે દીક્ષા પર્યાય માનનું કારણ બને છે. આ પ્રમાણે બીજા પણ કહેવા. (૨) પરિવાર :- શિષ્યાદિ સમુદાય પરિવાર સહિત હોય તે પણ માનનું કારણ બને છે. (૩) શ્રુત :- પૂર્વગતાદિ શ્રુત. કહ્યું છે કે -
“જેમ જેમ બહુશ્રુત હોય, બહુ જનને સંમત હોય, શિષ્યના સમુદાય સહિત હોય પરંતુ જો સિદ્ધાંતના વિષયમાં અનિશ્ચિત, તત્ત્વનો જાણનાર ન હોય તો સિદ્ધાંતનો પ્રત્યનીક - શત્રુ થાય છે.