________________
स्थानांगसूत्र
२९९
આ પરિજ્ઞા વ્યવહારવાળાને હોય છે માટે વ્યવહારનું પ્રરૂપણ કરતા કહે છે. -
મુમુક્ષુની પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર છે. તેનું કારણ હોવાથી જ્ઞાન વિશેષ પણ વ્યવહાર છે.
(૧) આગમ :- જેના વડે પદાર્થો જણાય તે આગમ. તે કેવળ, મનઃ પર્યવ, અવધિ, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વરૂપ છે.
(૨) શ્રત - આચાર પ્રકલ્પાદિ શ્રત. નવ વગેરે પૂર્વોનું શ્રુતપણું છે છતાં અતીન્દ્રિય - સૂક્ષ્મ જ્ઞાનનું કારણ હોવાથી કેવળજ્ઞાનની જેમ અતિશયવાળું હોવાથી આગમ (શબ્દ) નો વ્યપદેશ કર્યો છે.
(૩) આજ્ઞા :- જે અગીતાર્થની આગળ ગૂઢ અર્થવાળા પદો વડે દેશાંતરમાં રહેલ ગીતાર્થને નિવેદન કરવા માટે અતિચારનું (ગીતાર્થે) જણાવવું.
તેમાં સમસ્તપણાએ રહેલાઓને અર્થાત્ પર્યુષણાકલ્પ વડે નિયમવાળી વસ્તુ પ્રત્યે ગ્રહણ કરનાર મુનિઓને બીજા ગામમાં વિહરવું કલ્યું નહીં.
પર્યુષણાકલ્પ તે ઊણોદરતાનું કરવું, નવ વિગઈનો સર્વથા ત્યાગ, પીઠ, ફલક વગેરે સંસ્તારકનું ગ્રહણ, ઉચ્ચારાદિ સંબંધી માત્રકનું ગ્રહણ કરવું, લોચ કરવો, શિષ્યને દીક્ષા ન આપવી, પહેલા લીધેલ ભસ્મ-રાખ, ડગલ વગેરેનું તજવું, નવીનોનું ગ્રહણ કરવું. વર્ષાકાળમાં મદદ કરનાર ડબલ ઉપકરણનું ધરવું, નવીન ઉપકરણનું ગ્રહણ ન કરવું અને પાંચ કોશથી આગળ જવાનું વર્જવું.
વિચરવું કલ્ય :- જ્ઞાન એ જ અર્થ - પ્રયોજન છે જેને તે જ્ઞાનાર્થ. તેનો જે ભાવ તે જ્ઞાનાર્થતા. જ્ઞાનાર્થપણા વડે - અન્ય આચાર્યાદિ પાસે અપૂર્વ શ્રુતસ્કંધ છે. તે આચાર્ય આહાર પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા છે. તે કારણથી શ્રુતસ્કંધ તેની પાસેથી જો ગ્રહણ ન કરાય તો તે આચાર્યદિથી શ્રુતસ્કંધનો નાશ થાય. આ કારણથી તેને ગ્રહણ કરવા માટે પ્રામાનુગ્રામ પ્રત્યે વિચરવું કહ્યું.
એવી રીતે દર્શનના પ્રયોજન વડે અર્થાત્ દર્શન પ્રભાવક શાસ્ત્ર (સમ્યત્યાદિ) ના પ્રયોજનથી, અને ચારિત્રના પ્રયોજનપણાએ તો જે ક્ષેત્રમાં રહેલ તે ક્ષેત્રની અનેષણા અને સ્ત્રી વગેરેના દોષ વડે દુષ્ટતાથી ચારિત્રની રક્ષા માટે, તે સાધુના આચાર્ય અને ઉપાધ્યાય મરણ પામે, તે કારણથી તે ગચ્છમાં અન્ય આચાર્યાદિકના અભાવથી અન્ય ગણનો આશ્રય કરવા માટે, તથા વર્ષાક્ષેત્ર - ચોમાસાના ક્ષેત્રથી બહાર રહેનારા આચાર્ય, ઉપાધ્યાયોનું વૈયાવૃત્ય કરવા માટે આચાર્યાદિ વડે મોકલાયેલ સાધુને વિહાર કરવા કહ્યું છે. ll૧૫પા