________________
२५८
अथ स्थानमुक्तासरिका
વજ્ર ગ્રહણના વિષયમાં જે પ્રતિમા તે વસ્ત્ર અભિગ્રહ :
(૧) પહેલાં નિશ્ચિત કરેલ કોઈપણ એક કપાસ વગેરેનું વસ્ત્ર હું યાચીશ. આ પ્રથમ અભિગ્રહ.
(૨) જોયેલા વસ્ત્રને યાચીશ પણ બીજું નહીં. આ બીજો અભિગ્રહ.
(૩) નીચે પહેરવા વડે - કે ખેસ રૂપે પહેરવા વડે શય્યાતરે પ્રાયઃ સારી રીતે વાપરેલ હોય એવા વસ્ત્રને હું ગ્રહણ કરીશ. આ ત્રીજો અભિગ્રહ.
(૪) ફેંકવા-ત્યાગ કરવા યોગ્ય વસ્ત્રને હું ગ્રહણ કરીશ. આ ચોથો અભિગ્રહ.
પાત્ર વિષયક અભિગ્રહ :
(૧) નિશ્ચિત કરેલ કાષ્ઠના પાત્ર વિગેરેને હું યાચીશ. આ પ્રથમ અભિગ્રહ.
(૨) જોયેલ પાત્રને યાચીશ. તે બીજો અભિગ્રહ.
(૩) દાતાની માલિકીનું - પ્રાયઃ વાપરેલું. બે-ત્રણ પાત્રામાં ક્રમપૂર્વક વપરાતું એવું પાસું યાચીશ. આ ત્રીજો અભિગ્રહ.
(૪) ત્યાગ કરવા યોગ્ય પાત્રને યાચીશ. આ ચોથો અભિગ્રહ.
સ્થાન વિષયક અભિગ્રહ :
સ્થાન = કાયોત્સર્ગ આદિ માટે આશ્રયરૂપ તે સ્થાન.
(૧) તેમાં કોઈ સાધુને એવો અભિગ્રહ હોય છે કે - ‘હું અચિત્ત સ્થાનનો આશ્રય કરીશ, અને ત્યાં પગ વિગેરેનું આકુંચન અને વિસ્તાર કરવારૂપ ક્રિયા કરીશ, તથા અચિત્ત ભીંત વગેરેનું કંઈક આલંબન લઈશ. તથા ત્યાં જ થોડા પાદ વિહરવા-ચાલવાનું કરીશ. આ પ્રથમ અભિગ્રહ.
(૨) અચિત્ત ભીંતના આલંબને હાથ-પગનું આકુંચન અને વિસ્તાર વિગેરે ક્રિયા કરીશ પણ ચાલવાનું નહીં કરીશ. આ બીજો અભિગ્રહ.
(૩) આકુંચન અને પ્રસારણ જ કરીશ પણ ભીંત આદિનું આલંબન તથા પાદવિહરણ નહીં કરું. આ ત્રીજો અભિગ્રહ.
(૪) સ્થાનમાં આકુંચન-પ્રસારણ... ભીંતાદિનું અવલંબન તથા પાદવિહાર. આ ત્રણમાંથી કશું કરીશ નહીં. આ ચોથો અભિગ્રહ. I૧૨૭ના
पूर्वं शरीरचेष्टानिरोधस्योक्तत्वात्तत्प्रसङ्गेनाह—
वैक्रियाहारकतैजसकार्मणशरीराणि जीवस्पृष्टानि, औदारिकवैक्रियाहारकतैजसानि कार्मणमिश्राणि, धर्माधर्मजीवपुद्गलास्तिकायैर्लोकोव्याप्तो बादरपृथिव्यम्बुवायुवनस्पतिभिरुत्पद्यमानैश्च ॥१२८॥