________________
२४२
अथ स्थानमुक्तासरिका જન્માંતરમાં બાંધેલ નીચ ગોત્ર કર્મના વશથી પ્રાપ્ત કરેલ હરિકેશ નામના ચંડાલકુલપણાથી, દુર્ભાગ્યપણાથી.. દરિદ્રપણાથી પ્રથમ અસ્ત પામેલા - આથમેલા સૂર્યની જેમ અભ્યદય ન પામવાથી અસ્તમિત પણ પછીથી પ્રવ્રજયાના સ્વીકારથી, નિશ્ચલ ચારિત્રના ગુણો વડે આકર્ષાયેલા દેવો વડે કરાયેલ સહાય વડે.. પ્રાપ્ત થયેલી પ્રસિદ્ધિ વડે અને સદ્ગતિમાં જવા વડે ઉદિત.
અસ્તમિતાસ્તમિત :- પહેલાં ખરાબ કુલપણું અને દુષ્ટ કર્મ કરવાપણાથી કીર્તિ, સમૃદ્ધિરૂપ તેજથી રહિત હોવાથી અસ્તમિત...
અને પછીથી દુર્ગતિમાં જવાથી અસ્ત પામેલ તે અસ્તમિતાસ્તમિત... દા.ત. કાલ નામનો સૌકરિક.
આ કાલ સૌકરિક સુવરો વડે શિકારને કરે છે, દુષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલ અને દરરોજ પાંચસો પાડાને મારનાર હોવાથી પ્રથમ અસ્તમિત... અને પછીથી પણ મરીને સાતમી નારકીમાં ગયા માટે અસ્તમિત. આમ અસ્તમિતાસ્તમિત. ૧૧૬ll
पुरुषाश्रयेणैवाहजातिकुलबलरूपश्रुतशीलचारित्रेषु द्विकयोगाच्चतुर्भङ्गः ॥११७॥
जातीति, केचिज्जातिसम्पन्ना न कुलसम्पन्नाः, अपरे जातिसम्पन्नाः कुलसम्पन्नाश्च, अन्ये न जातिसम्पन्नाः कुलसम्पन्नाश्च, इतरे न जातिसम्पन्ना न वा कुलसम्पन्नाः, एवं जातिबलयोगेन जातिरूपयोगेन जातिश्रुतयोगेन जातिशीलयोगेन जातिचारित्रयोगेन कुलबलयोगेन कुलरूपयोगेन कुलश्रुतयोगेन कुलशीलयोगेन कुलचारित्रयोगेनेत्येवंरूपतया पुरुषाश्चतुर्भङ्गपातिनो विज्ञेया:
પુનઃ પુરૂષને આશ્રયીને ચતુર્ભગી કહે છે.
જાતિ, કુલ, બલ, રૂપ, શ્રત, શીલ અને ચારિત્ર આ સાત પદોનો દ્વિક સંયોગથી ૨૧ (એકવીશ) ચતુર્ભગી થાય છે, તે આ પ્રમાણે...
કોઈ જાતિ સંપન્ન છે પણ કુલ સંપન્ન નથી. કોઈ કુલ સંપન્ન છે પણ જાતિ સંપન્ન નથી. કોઈ જાતિ સંપન્ન પણ છે. કુલ સંપન્ન પણ છે. કોઈ જાતિ સંપન્ન પણ નથી કુલ સંપન્ન પણ નથી...
એ પ્રમાણે જાતિ અને કુલના યોગથી... જાતિ અને બલના યોગથી... જાતિ અને રૂપના યોગથી.. જાતિ અને શ્રુતના યોગથી... (છ દ્વિ સંયોગ).