________________
२०५
स्थानांगसूत्र
આ વ્યાદિ સંસાર અનેક નયા વડે દૃષ્ટિવાદમાં વિચારાય છે તેથી દૃષ્ટિવાદના ચાર સ્થાન કહેવાય છે.
દૃષ્ટિવાદ - જેના વડે દૃષ્ટિઓ-દર્શનો અર્થાત્ નયો કહેવાય છે તથા જેમાં નો અવતરે છે તે દૃષ્ટિવાદ નામનું બારમું અંગ.
(૧) પરિકર્મ - સૂત્રાદિના ગ્રહણ કરવા માટે યોગ્યતાનું સંપાદન કરવા સમર્થ તે પરિકર્મ... તે સિદ્ધસેનિકાદિ...
(૨) સૂત્ર:- ઋજુ સૂત્ર વિગેરે બાવીશ સૂત્રો છે. સર્વ દ્રવ્ય-પર્યાય અને નયના અર્થનું સૂચન કરનાર હોવાથી તે સૂત્ર કહેવાય છે.
(૩) પૂર્વગત - સમસ્ત શ્રુતથી પ્રથમ રચાયેલા હોવાથી પૂર્વ કહેવાય. પૂર્વ ચૌદ છે – તેના નામ નીચે પ્રમાણે...
(૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણીય પૂર્વ (૩) વીર્યપ્રવાદ પૂર્વ (૪) અસ્તિ-નાસ્તિપ્રવાદ પૂર્વ (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ પૂર્વ (૮) કર્મપ્રવાદ પૂર્વ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ (૧૦) વિદ્યાનુવાદ પૂર્વ (૧૧) અવંધ્ય પૂર્વ (૧૨) પ્રાણાયુ પૂર્વ (૧૩) ક્રિયા વિશાલ પૂર્વ અને (૧૪) લોકબિંદુસાર પૂર્વ
તેઓને વિષે ગત એટલે રહેલું જે શ્રુત તે પૂર્વગત અર્થાત્ પૂર્વોજ. (૪) અનુયોગ :- “યોગને યોગ:' જોડવું તે યોગ... તે અનુરૂપ કે અનુકૂળ હોય. સૂત્રનો પોતાના અભિધેય અર્થાત્ વિષય સાથે યોગ તે અનુયોગ.
તીર્થકરોને પ્રથમ સમકિતની પ્રાપ્તિ અને પૂર્વભવ વગેરેનું વર્ણનરૂપ જે છે તે મૂલ પ્રથમાનુયોગ કહેવાય છે.
વળી જે કુલકર વગેરેની વક્તવ્યતા જણાવનાર તે ગંડિકાનુયોગ છે. II૯ણી पूर्वगते प्रायश्चित्ताभिधानात्तस्य चतुःस्थानमाह
ज्ञानदर्शनचारित्रव्यक्तकृत्यभेदात् प्रतिषेवणसंयोजनारोपणपरिकुञ्चनभेदाद्वा प्रायश्चित्तम् ॥१८॥
ज्ञानेति, ज्ञानमेव पापं छिनत्ति प्राय:चित्तं वा शोधयतीति निरुक्त्या ज्ञानप्रायश्चित्तम्, एवमन्यत्रापि, जीवोऽत्र चित्तशब्देनोच्यते चित्तचित्तवतोरभेदात्, व्यक्तस्य भावतो गीतार्थस्य कृत्यं करणीयं व्यक्तकृत्यं प्रायश्चित्तं गीतार्थो हि गुरुलाघवपर्यालोचनेन यत्किञ्चित् करोति, तत्सर्वं पापविशोधकमेव भवति, अथवा ज्ञानाद्यतिचारविशुद्धयर्थं यान्यालोचनादीनि प्रायश्चितानि विशेषतोऽभिहितानि तानि तथा व्यपदिश्यन्ते, अथवा विदत्तकृत्यं, विशेषेणावस्थाद्यौचित्येन