________________
२००
अथ स्थानमुक्तासरिका (૧) આત્મ પ્રતિષ્ઠિત - પોતાના અપરાધ વડે આ લોક તથા પરલોકમાં થતાં દોષોને જોવાથી જે ક્રોધાદિ ઉત્પન્ન થાય તે આત્મ પ્રતિષ્ઠિત..
(ર) પર પ્રતિષ્ઠિત :- અન્ય વડે આક્રોશ આદિથી ઉદીરણા કરાયેલા અથવા બીજાના વિષયવાળો તે પર પ્રતિષ્ઠિત..
(૩) ઉભય પ્રતિષ્ઠિત :- પોતાના અને અન્યના નિમિત્તવાળો તે ઉભય પ્રતિષ્ઠિત...
(૪) અપ્રતિષ્ઠિત - આક્રોશાદિ કારણની અપેક્ષા રહિત, કેવલ ક્રોધાદિ મોહનીયના ઉદયથી જે ક્રોધ થાય છે તે અપ્રતિષ્ઠિત.
એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને ક્રોધાદિનું જે આત્માદિ પ્રતિષ્ઠિતપણે કહેલ છે તે, પૂર્વભવને વિષે પરિણામ પરિણત મરણ વડે ઉત્પન્ન થયેલાને જાણવું.
અને તે નારક વિગેરેનું ક્ષેત્ર પોતપોતાના ઉત્પત્તિસ્થાનરૂપ... એમ વાસ્તુ = ઘર તે દુઃસંસ્થિત એટલે પ્રતિકુળ હોય, ખરાબ આકારવાળું શરીર – જે જેનું ઉપકરણ તે ઉપધિ... તેને આશ્રયીને ક્રોધાદિ ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયોને ઉપધિ ભવાંતરને આશ્રયીને જાણવી. (ક્ષત્રવાસ્તુ-શરીર અને ઉપધિને આશ્રયીને ક્રોધાદિ ઉત્પન્ન થાય છે.)
કષાયના ચાર પ્રકારઃ- (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાન (૩) પ્રત્યાખ્યાન (૪) સંજવલન...
(૧) અનંતાનુબંધિ :- અનંતભવની પરંપરા જે કરે - અનંતભવને જે નિરંતર બાંધે આવા પ્રકારનો સ્વભાવ જેનો છે તે અનંતાનુબંધી કષાય.
સમ્યગદર્શનના સહભાવી ક્ષમાદિ સ્વરૂપ ઉપશમ વિગેરે ચારિત્રના લેશને અટકાવનાર છે, કારણ કે અનંતાનુબંધી ચારિત્ર મોહનીયરૂપ છે.
ઉપશમાદિ વડે જ ચારિત્રવાળા ન કહેવાય કેમકે જેમ અલ્પ સંજ્ઞા હોવાથી અલ્પ સંજ્ઞાને કારણે અમનસ્ક સંશી કહેવાય નહીં, પરંતુ મન સંજ્ઞા વડે જ સંજ્ઞી કહેવાય તેમ મૂલગુણાદિરૂપ ચારિત્ર વડે જ ચારિત્રવાન કહેવાય. આ કારણથી જ દર્શન મોહનીય ત્રણ પ્રકારે તથા ચારિત્ર મોહનીય પચ્ચીસ પ્રકારે છે.
(ર) અપ્રત્યાખ્યાન કષાય:- અણુવ્રતાદિરૂપ પ્રત્યાખ્યાન જેમાં વિદ્યમાન નથી તે અપ્રત્યાખ્યાન કષાય, તે દેશવિરતિને આવરણ કરનાર છે.
(૩) પ્રત્યાખ્યાન કષાય :- સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનને જે આવરે તે પ્રત્યાખ્યાન કષાય.
(૪) સંજ્વલન કષાય - સર્વ સાવઘની વિરતિને પણ સંજવલન કરે – તપાવે છે અર્થાત્ અતિચારરૂપ દોષ લગાડે છે અથવા ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ થયે છતે પ્રદીપ્ત થાય છે... તમે છે તે સંજવલન કષાય. આ કષાય યથાખ્યાત ચારિત્રને આવરણ કરનાર છે. ક્રોધ-માન-માયા તથા લોભ આ ચારે કષાયના આ ચાર-ચાર ભેદ છે.
બીજી રીતે કષાયના ચાર પ્રકાર:- (૧) આભોગ નિવર્તિત (૨) અનાભોગ નિવર્તિત (૩) ઉપશાંત (૪) અનુપશાંત.