________________
अथ स्थानमुक्तासरिका
--
(૨) છેદોપસ્થાપનીય :- પૂર્વ પર્યાયના છેદ વડે ઉપસ્થાપન કરવું અર્થાત્ આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય... સ્પષ્ટ રીતે ‘મહાવ્રતોનું આરોપણ કરવું' આ અર્થ છે. આ ચારિત્રનું પાલન પ્રથમ અને અંતિમ તીર્થમાં જ છે.
१७२
પૂર્વોક્ત દશેય કલ્પ - આચારના પાલન કરવારૂપ આ કલ્પની સ્થિતિ છે.
(૩) નિર્વિશમાન કલ્પ સ્થિતિ :- જેઓ પરિહારવિશુદ્ધિ તપનું આચરણ કરે છે તે નિર્વિશમાન... તેઓના કલ્પમાં સ્થિતિ આ પ્રમાણે જાણવી. જઘન્ય :- ચોથ ભક્ત, છટ્ઠ અક્રમ - ગ્રીષ્મ કાલમાં મધ્યમ :- છઠ્ઠ વિગેરે. ઉત્કૃષ્ટ :- અઠ્ઠમ વિગેરે... દરેકના પારણામાં આયંબિલ જ હોય.
વર્ષાકાલમાં સાત પિંડેષણા પૈકી પહેલી બેનો અભિગ્રહ જ હોય છે. પાછળની પાંચમાં એક વડે ભોજન તથા એક વડે પાણી એવી રીતે બેનો અભિગ્રહ હોય છે.
(૧) નિર્વિષ્ટા ઃ- હવે નિર્વિષ્ટ - જિનકલ્પી તથા સ્થવિર કલ્પી આમ ત્રણ પ્રકારે કલ્પસ્થિતિ... સેવેલ વિવક્ષિત ચારિત્રવાળા અર્થાત્ અનુપહાર... તેના કલ્પની સ્થિતિ આ પ્રમાણે જાણવી. દ૨૨ોજ આયંબિલ માત્ર તપ અને ભિક્ષામાં પહેલી બે પિંડેષણા છોડીને બાકીની પાંચનું ગ્રહણ, તેમાં પણ એક અમુક ભક્તની અને એક પાણીની એમ બે વિવક્ષિત ગ્રહણ કરે, બાકીની નહીં. નિર્વિશમાનકો તથા નિર્વિષ્ટકાયિકો બંને પરિહારવિશુદ્ધિચારિત્રવાળા કહેવાય છે.
(૨) જિનકલ્પ સ્થિતિ :- જિન એટલે ગચ્છમાંથી નીકળેલ સાધુ વિશેષો, તેઓના કલ્પની સ્થિતિ તે જિનકલ્પસ્થિતિ... તે આ પ્રમાણે જાણવી.
જઘન્યથી પણ નવમાં પૂર્વની ત્રીજી વસ્તુનો અભ્યાસ, ઉત્કૃષ્ટથી દશ પૂર્વ કંઇક ન્યૂન, પ્રથમ સંઘયણવાળા તથા દિવ્યાદિ ઉપસર્ગ અને રોગની વેદનાને જે સહન કરી શકે તે જિન કલ્પ સ્વીકારે છે.. તેઓ એકાકી જ હોય છે. તથા દશ ગુણ યુક્ત સ્થંડિલમાં જ ઉચ્ચારાદિ અને જીર્ણ વસ્ત્રાદિને ત્યજે છે, વસતિ સર્વ ઉપાધિ રહિત વિશુદ્ધ હોય છે. ભિક્ષાચર્યા ત્રીજી પોરિસિમાં હોય છે. પાછળથી પાંચ પિંડેષણામાં એકજ (અભિગ્રહ કરેલી) કલ્પ છે. વિહાર માસકલ્પ વડે. તે જ વીથિ અર્થાત્ શેરીમાં છઢે દિન ભિક્ષાટન હોય છે.
(૩) સ્થવિરકલ્પ સ્થિતિ ઃ- ગચ્છમાં રહેલા આચાર્ય વિગેરે સ્થવિર જાણવા, તેઓની કલ્પસ્થિતિ તે સ્થવિરકલ્પસ્થિતિ. પ્રવ્રજ્યા, શિક્ષા, વ્રતો, અર્થ ગ્રહણ, અનિયત વાસ- શિષ્યોની નિષ્પત્તિ, અને ત્યાર પછી વિહાર... આ છે સ્થવિરકલ્પસ્થિતિ.
આ પ્રમાણે સામાયિક ચારિત્ર હોતે છતે છેદોપસ્થાપનીય હોય છે... છેદોપસ્થાપનીય હોતે છતે નિર્વિશમાન પરિહાર વિશુદ્ધિ હોય છે... નિર્વિશમાન હોતે છતે નિર્વિષ્ટકાયિક હોય છે.