________________
११४
अथ स्थानमुक्तासरिका આ કારણથી મિશ્ર વચનપણાથી “નો’ શબ્દને નો આગમથી કહેવાય છે. (અહીં “નો' શબ્દ દેશ નિષેધ વાચક છે)
શંકા - નામ, સ્થાપના, અને દ્રવ્યને વિષે ઇન્દ્ર એવું નામ અને દ્રવ્યપણું સમાન વર્તે છે. કારણ કે વિવક્ષિત ભાવથી શૂન્ય હોય છે. માટે તે નામાદિમાં શું વિશેષ છે ?
સમાધાન :- જેવી રીતે સ્થાપના ઇન્દ્રમાં ચોક્કસ ઈન્દ્રનો આકાર જોવાય છે, તથા સ્થાપના કરનારનો સદ્ભૂત ઇન્દ્ર સંબંધી અભિપ્રાય હોય છે. વળી જોનારને ઇન્દ્રનો આકાર જોવાથી ઈન્દ્રનો નિર્ણય થાય - વિશ્વાસ થાય છે, વળી નમસ્કાર કરવાની બુદ્ધિવાળા અને ફળની ઇચ્છાવાળા જીવો સ્તુતિ કરવા માટે પ્રવર્તે છે અને કેટલાક દેવતાના અનુગ્રહથી ફલ પામે છે. નાગેન્દ્ર અને દ્રવ્યેન્દ્રને વિષે તેવું કાંઈ જણાતું નથી. માટે નામેન્દ્ર અને દ્રવ્યેન્દ્રથી સ્થાપનાનો ભેદ છે.
જેમ સ્થાપના ઇન્દ્રમાં આકાર, અભિપ્રાય - બુદ્ધિ, ક્રિયા અને ફળ પ્રાયઃ જણાય છે તેમ નામ ઇન્દ્ર અને દ્રવ્ય ઇન્દ્રમાં જણાતું નથી.
જેમ દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્રના કારણપણાને પામે છે તથા ઉપયોગથી અપેક્ષામાં પણ તે ભાવેન્દ્રની ઉપયોગીતાને પામે છે અને ભાવેન્દ્રની ઉપયોગતાને પ્રાપ્ત કરેલ છે તેમ નામ અને સ્થાપના ઈન્દ્ર પ્રાપ્ત કરતા નથી. દ્રવ્યેન્દ્રમાં આ વિશેષ છે.
જેમ દ્રવ્ય ભાવનું કારણ છે અને ઉપયોગ અને પરિણતમય જે ભાવ તે દ્રવ્યનો પર્યાય છે, તેમ નામ અને સ્થાપના ભૂત અને ભવિષ્યમાં પર્યાય થતા નથી.
નામ, સ્થાપના અને દ્રવ્યેન્દ્ર કહ્યા. હવે ભાવેન્દ્રને ત્રણ સ્થાનકના અવતાર વડે કહે છે. (૧) જ્ઞાનેન્દ્ર (૨) દર્શનેન્દ્ર (૩) ચારિત્રેન્દ્ર
(૧) જ્ઞાનેન્દ્ર - જ્ઞાન વડે, જ્ઞાનના અથવા જ્ઞાન વિષે જે ઇન્દ્ર - જે પરમેશ્વર તે જ્ઞાનેન્દ્ર અર્થાત્ અતિશયવાનું શ્રુત વગેરે કોઈ પણ જ્ઞાનાધીનના વશથી વિવેચન કરેલ વસ્તુના વિસ્તારવાળા તે જ્ઞાનેન્દ્ર. અથવા કેવલી તે જ્ઞાનેન્દ્ર.
(૨) દર્શનેન્દ્ર - એવી રીતે જે ક્ષાયિક સમ્યગુ દર્શનવાળા તે દર્શનેન્દ્ર. (૩) ચારિત્રેદ્ર - યથાખ્યાત ચારિત્રવાળા તે ચારિત્રેદ્ર.
આ બધાનું સર્વ ભાવમાં શ્રેષ્ઠ ક્ષાયિક લક્ષણ ભાવ વડે અથવા વિવક્ષિત લાયોપથમિક લક્ષણ વડે અથવા ભાવતઃ પરમાર્થથી ઇન્દ્રપણું હોવાથી સર્વ સંસારી જીવો વડે ભૂતકાળમાં નહીં પ્રાપ્ત કરાયેલ ગુણરૂપ લક્ષ્મીસ્વરૂપ પરઐશ્વર્ય યુક્ત હોવાથી ભાવેન્દ્રપણું જાણવું.
આધ્યાત્મિક ઐશ્વર્યાની અપેક્ષાએ ભાવેન્દ્રના ત્રણ પ્રકાર કહ્યા. હવે બાહ્ય ઐશ્વર્યની અપેક્ષાએ ભાવેન્દ્ર ત્રણ પ્રકારે કહે છે.