________________
९९
स्थानांगसूत्र स्पृष्टास्पृष्टप्रदेशविभागेन द्रव्यमाने प्रयोजनमिति श्रूयते, बादरे च त्रिविधे अपि प्ररूपणामात्रविषये एवेति, तदेवमिह प्रक्रमे उद्धारक्षेत्रौपमिकयोनिरुपयोगित्वादद्धौपमिकस्य चोपयोगित्वादद्धेति सूत्रे विशेषणमुपात्तम् ॥३५॥
બોધિ આદિની (મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનની) તો ઉત્કૃષ્ટ છાસઠ (૬૬) સાગરોપમની સ્થિતિ હોય છે અને સાગરોપમ તો પલ્યોપમના આશ્રયવાળા છે. તેથી તે બેની પ્રરૂપણા કરે છે.
સાગરોપમ અને પલ્યોપમ આ બે પ્રકારે અદ્ધોપમિક કાળ છે. ઉપમા વડે થયેલું તે ઔપમિક. અદ્ધા એટલે કાળના વિષયની ઉપમાવાળું તે અદ્ધોપમિક,
અતિશય જ્ઞાન વગરના જીવો વડે ઉપમા સિવાય જે કાળના પ્રમાણને ગ્રહણ ન કરી શકાય તે અદ્ધોપમિક કહેવાય છે.
તે અદ્ધોપમિક કાલ બે પ્રકારે છે. (૧) પલ્યોપમ, (૨) સાગરોપમ. પલ્યની ઉપમા જેને વિષે છે તે પલ્યોપમ.
સાગરની ઉપમા જેને વિષે છે તે સાગરોપમ. સાગરની જેમ મોટા પરિણામવાળું પલ્યોપમ અને સાગરોપમરૂપ ઔપમિક કાળ સામાન્યથી (૧) ઉદ્ધાર (૨) અદ્ધા અને (૩) ક્ષેત્ર ના ભેદથી ત્રણ પ્રકારે છે. વળી એક એકના (૧) સંવ્યવહાર (૨) સૂક્ષ્મ એવા ભેદથી બે પ્રકારે છે. તેમાં
ઉદ્ધાર :
(૧) સંવ્યવહાર ઉદ્ધાર પલ્યોપમ - એક યોજનાના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળા પલ્ય (પલ્ય એટલે ખાડો અથવા ધાન્ય માપવાનું સાધન) એટલે ખાડાને માથાના મુંડન કર્યા પછી એકથી સાત અહોરાત્ર સુધીમાં ઊગેલા વાલાઝો (વાળના ટૂકડાઓ) થી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે, ત્યાર પછી પ્રતિ સમયે વાળના (એક એક) ટૂકડાને કાઢતા જેટલા સમયમાં તે પાલો (ખાડો) ખાલી થાય તે કાલ સંવ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
(૧) વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમ - તેવા એટલે કે સંવ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમના જેવા દશ કોડાકોડી વ્યવહારિક પલ્યોપમનો એક વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમ કહેવાય છે.
(૨) તે વાલાઝના જ દૃષ્ટિ ગોચર અતિ સૂક્ષ્મ દ્રવ્યના અસંખ્યાત ભાગ માત્ર સૂક્ષ્મ પનક નિગોદિયા જીવ) ની અવગાહનાથી અસંખ્યાત ગુણરૂપ અવગાહનાવાળા ખંડો કરીને ભરેલ પલ્યને સમયે સમયે એક એક વાલાઝને કાઢતા જેટલા સમયમાં તે પલ્ય ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. - (૨) તેવા દશકોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે.