SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ९७ સર્વથી આત્માના સર્વ પ્રદેશો વડે પ્રગટ કરીને ગંદુક ગતિમાં છે. અથવા શરીરના દેશથી આત્મકપણાએ પ્રગટ કરીને પગ વગેરેથી નીકળવાના સમયમાં છે. અને સર્વથી સર્વાગથી નીકળવાના પ્રસ્તાવમાં હોય છે. અથવા ફોડીને અર્થાતુ નાશ કરીને તેમાં દેશથી આંખ વગેરેના નાશ વડે અને સર્વથી સમસ્ત નાશ વડે. દેવના જીવની જેમ દીપકના જીવની જેમ જાણવું. શરીરને સાત્મકપણાએ પ્રગટ કરતો કોઈ જીવ તે શરીરનું સંકોચન પણ કરે છે. માટે સંવર્ય એટલે સંકોચ કરીને એ પ્રમાણે કહે છે. દેશથી ઈલિકાગતિમાં શરીરમાં રહેલ પ્રદેશો વડે શરીરને સંકોચીને અને સર્વેણ સર્વાત્મવડે - દડાની જેમ ગતિમાં સર્વ આત્મપ્રદેશો શરીરમાં રહેલ હોવાથી સર્વાત્મપણે નીકળે છે. અથવા દેશથી સંકોચ મરતા એવા સંસારી જીવોને પગ વગેરેમાં રહેલ જીવના પ્રદેશોના સંકોચથી છે. સર્વથી સંકોચ તો મોક્ષમાં જનારને હોય છે. આત્માનું સંવર્તન-સંકોચ કરતા શરીરનું નિવર્તન-જુદું કરવું કરે છે માટે સંવર્ય પછી નિવર્ય કહે છે. નિવર્ય = જીવના પ્રદેશોથી શરીરને અલગ કરીને. તેમાં દેશથી ઈલિકાગતિમાં અને સર્વથી ગંદુક ગતિમાં જીવના પ્રદેશોથી શરીરને અલગ કરે છે. અથવા દેશથી શરીરને આત્માથી પૃથફ કરીને પગ વગેરેથી નીકળનાર અને સર્વથી સર્વાંગમાંથી નીકળનાર... અથવા પાંચ પ્રકારના શરીરના સમુદાયની અપેક્ષાએ દેશથી ઔદારિક આદિ શરીરને છોડીને અને તૈજસ કામણ શરીરને તો ગ્રહણ કરીને જ નીકળે છે. તથા સર્વથી સર્વ (પાંચ) શરીરના સમુદાયને છોડીને નીકળે છે. અર્થાત્ સિદ્ધ થાય છે. ૩૩ सर्वनिर्याणस्य परम्परया प्रयोजकानि धर्मश्रवणादीन्याहक्षयोपशमाभ्यां केवलिप्रज्ञप्तधर्मश्रवणादिलाभः ॥३४॥ क्षयेति, उदयप्राप्तस्य कर्मणो ज्ञानावरणस्य दर्शनमोहनीयस्य च क्षयेण निर्जरणेनानुदितस्य चोपशमेन-विपाकानुभवनेन, क्षयोपशमेनेति भावः, ततश्च केवलिप्रज्ञप्तबोधिमुण्डनानगारिताब्रह्मचर्यवाससंयमसंवराभिनिबोधिकज्ञानादेर्लाभः, केवलज्ञानन्तु क्षयादेव, बोध्यादीनां सम्यक्त्वचारित्ररूपत्वात् क्षयेणोपशमेन लाभेऽपि श्रवणाभिनिबोधिकादीनां क्षयोपशमेनैव भावात्सर्वसाधारण्येन क्षयोपशमपरतया व्याख्यातमिति ॥३४॥ - પૂર્વ સૂત્રમાં સર્વથી નીકળવું કહ્યું તે તો પરંપરાએ ધર્મશ્રવણ આદિના લાભ માટે થાય છે તે જણાવતા કહે છે – ક્ષય અને ઉપશમ આ બે સ્થાન વડે આત્મા કેવલી ભગવાને પ્રરૂપિત ધર્મના શ્રવણ આદિ લાભ પામે છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy