SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार त्ववक्तव्यकद्रव्येभ्योऽनन्तगुणानि, संख्यातप्रदेशिकानामसंख्यातप्रदेशिकानामनन्ताणुकानां स्कन्धानां प्रदेशेषु विवक्षितेषु महाराशित्वेनानन्तगुणत्वात् । उभयार्थतामाश्रित्यावक्तव्यकद्रव्याणि सर्वस्तोकानि, द्रव्यार्थतया अप्रदेशार्थतया च विशिष्टान्यनानुपूर्वीद्रव्याणि तेभ्यो विशेषाधिकानि, आनुपूर्वीद्रव्याणि द्रव्यार्थतयाऽसंख्येयगुणानि प्रदेशार्थतयाऽनन्तगुणानीति अल्पबहुत्वद्वारम् । तदेवमनुयोगद्वारैरानुपूर्व्यादिद्रव्याणां विचारोऽनुगम इति भावः । इत्येवमुक्ता नैगमव्यवहारसम्मताऽनौपनिधिकी द्रव्यानुपूर्वी ॥३२॥ હવે હમણા અનુયોગ કહે છે. અનુયોગના કારોથી તેની (આનુપૂર્વી દ્રવ્યોની) વિચારણા તે અનુગમ કહેવાય છે. સત્પદ પ્રરૂપણા - દ્રવ્ય પ્રમાણ – ક્ષેત્ર-સ્પર્શના-કાલ-અંતર-ભાગ-ભાવ-અલ્પબદુત્વ સ્વરૂપ નવ અનુયોગ દ્વારથી આનુપૂર્વી દ્રવ્યો વિગેરેની પ્રરૂપણા કરવી તે અનુગમ છે. આનુપૂર્વીઅનાનુપૂર્વી-અવક્તવ્યક શબ્દથી અભિધેય એવા અનુક્રમે ચણકાદિ સ્કન્ધો, પરમાણુ, યહુકો નિયમથી છે. પરંતુ આ પદો “શશ શૃંગ' પદની જેમ અસત્ અર્થના વિષયવાળા નથી એવા વિચારણા તે સર્પદ પ્રરૂપણા. અને એક પણ આકાશ પ્રદેશમાં આનુપૂર્વી દ્રવ્યો પ્રત્યેક અનંત પ્રાપ્તિ થાય છે. વળી તો સર્વલોકમાં શું? તેથી સંખ્યય અને અસંખ્યયનો નિષેધ હોવાથી ત્રણેય પણ સ્થાનોમાં અનંતપણું છે. એ પ્રમાણેનો વિચાર તે દ્રવ્ય પ્રમાણ દ્વાર. પુદ્ગલનો પરિણામ અચિજ્ય હોવાથી અસંખ્ય પ્રદેશ સ્વરૂપવાળા અનંતદ્રવ્યની સ્થિતિ (પ્રદીપ પ્રજાની જેમ) વિરુદ્ધ નથી. આનુપૂર્વી દ્રવ્ય એક દ્રવ્ય આશ્રયિને લીંકના કોઈક સંખ્યામાં ભાગને અવગાહીને, કોઈ દ્રવ્ય લોકના અસંખ્યાત્મક ભાગને અવગાહીને, કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય ઘણા સંખ્યાતા ભાગોને અવગાહીને અને અન્ય એક આનુપૂર્વી દ્રવ્ય લોકના ઘણા અસંખ્યાતા ભાગોને અવગાહીને રહે છે. વળી અનંતાનંત પરમાણુના સમૂહથી નિષ્પન્ન અચિત્ત મહાસ્કન્ધ સ્વરૂપ આનુપૂર્વી દ્રવ્ય તો સમુદ્ધાતમાં રહેતા કેવલીની જેમ સકલ લોકનું અવગાહી છે. આનુપૂર્વી દ્રવ્યો જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં જ છે. સંખ્યાતા આદિ ભાગોમાં નહિ, સૂક્ષ્મ પરિણામથી પરિણત થયેલા અનંતા આનુપૂર્વી દ્રવ્યોથી રહિત એવો એક પણ લોકાકાશના પ્રદેશનો અભાવ હોવાથી અનાનુપૂર્વી દ્રવ્ય એક દ્રવ્યની અપેક્ષાએ લોકના અસંખ્યાત્મક ભાગમાં જ રહે છે. કારણ કે, તે પરમાણુ સ્વરૂપ હોવાથી એક આકાશ પ્રદેશમાં અવગાઢ છે. આ પ્રમાણે એક દ્રવ્યની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્ય પણ જાણવું.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy