SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार ६३ ચારિત્ર ગુણો તે પહેલું જીવ પ્રમાણ, તેમાં જ્ઞાનરૂપ ગુણ પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ ભેદથી ચાર પ્રકારે, પ્રત્યક્ષ પણ ઇન્દ્રિય અને નોઈન્દ્રિય ભેદથી બે પ્રકારે, ઇન્દ્રિય પ્રત્યક્ષ પણ પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારે છે. નોઈન્દ્રિય પ્રત્યક્ષ અવધિ-મન:પર્યવ-કેવલ સ્વરૂપ છે. ઈન્દ્રિયથી થયેલા પ્રત્યક્ષપણું વ્યવહારની અપેક્ષાથી જાણવું અને અનુમાન પૂર્વવતુ, શેષવતુ, અદેય સાધમ્મ ભેદથી ત્રણ પ્રકારનું છે. પૂર્વે જોવાયેલા લિંગ દ્વારા જણાવનાર અનુમાનને પૂર્વવત્ અનુમાન છે. જેમ કે આ મારો પુત્ર છે, કેમ કે અનન્ય સાધારણ બીજામાં ન ઘટે તેવા ઘા વિગેરે લક્ષણથી વિશિષ્ટ લિંગની ઉપલબ્ધિ થાય છે. અહીં બાલ્ય અવસ્થામાં કોઈ વ્યક્તિ પોતાના દેશમાંથી ક્યાંક નાસી ગયો હતો. વળી કાલાંતરે યુવાન થયે છતે કોઈપણ રીતે પાછો આવ્યો. તેને તેની માતા પૂર્વે જોવાયેલા ઘા વિગેરે વિશિષ્ટ લિંગથી અનુમાન કરે છે. આ પૂર્વવત્ અનુમાન છે. આ હેતુ સાધમ્ય-વૈધર્મ દષ્ટાંતતા અભાવવાળું હોવાથી અગમક છે એવું ન કહેવું. કારણ કે, અન્યથા અનુપપત્તિ એ જ ગમક છે અને તે જ અહીં વિદ્યમાન છે. (જિજ્ઞાસા કરાયેલી અર્થથી અન્ય અર્થ તે શેષ, તે શેષ જેનો ગમક છે તે શેષવદ્ અનુમાન, તે પાંચ પ્રકારનું છે. જેવી રીતે કાર્ય સ્વરૂપ એવા હેષા શબ્દથી તેના કારણ એવા અશ્વનું અનુમાન કરાય છે. કારણ સ્વરૂપ એવા વિશિષ્ટ મેઘની ઉન્નતિથી તેના કાર્ય સ્વરૂપ વૃષ્ટિનું અનુમાન થાય છે. ગંધ વિગેરે ચોક્કસ પ્રકારના ગુણથી તેનું કારણ પુષ્પાદિ અનુમાન થાય છે. વિશિષ્ટ શૃંગ વિગેરે અવયવોની ઉપલબ્ધિથી અવયવી એવા મહિષ વિગેરેનું અનુમાન થાય છે. ધૂમાડા અને બગલા વિગેરેના આશ્રયથી આશ્રયી એવા (આધાર) વહિન-જલ વિગેરે અનુમાન થાય છે. પૂર્વે ઉપલબ્ધ કરેલા અર્થની સાથે ગમકપણાને (બોધક) કારણે જેને સાધર્મે છે તે દૃષ્ટ સાધર્મવતુ અનુમાન. પૂર્વે અર્થને સામાન્યથી અથવા વિશેષથી જોયેલું હોવાથી આ સામાન્યષ્ટ અને વિશિષ્ટ દષ્ટ એમ બે પ્રકારે છે. જેમ કે નાલિકેરથી આવેલો કોઈ પુરુષ, કોઈ એક પુરુષને જોઈને અનુમાન કરે કે આ દેખાતો એક પુરુષ જેવી રીતે ‘પતર્ આકારથી વિશિષ્ટ છે. એવી રીતે અહીં દેખાતા એવા ઘણા પણ પુરુષો પતર્ આકારથી સંપન્ન હોય, કારણ કે, એમાં એતદ્ સ્થાનીય પુરુષત્વ અવિશેષ (સામાન્યપણે) રહેલું હોવાથી અન્ય આકારપણામાં તેવા પ્રકારના પુરુષત્વની હાનિનો પ્રસંગ આવતો હોવાથી, ગાય વિગેરેની જેમ, તે પ્રમાણે પહેલા ઘણા પુરુષો જોયેલા હોય તો આ દેખાતા પુરુષો જે રીતે પતર્ આકારવાળા છે તે રીતે આ બીજો એક પુરુષ “પત આકારવાનું જ હોય. “તત્ સ્થાનીય પુરુષત્વ' હોવાથી અપર આકારપણામાં તેવા પ્રકારના એતદ્ પુરુષત્વની હાનિનો પ્રસંગ આવતો હોવાથી, અશ્વાદિની જેમ, આ પ્રમાણે પહેલું સામાન્ય દૃષ્ટ અનુમાન છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy