SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः पल्योपमानां दशभिः कोटाकोटीभिरेकं सागरोपमं भवति । दशसागरोपमकोटाकोटिमानात्ववसर्पिणी, तावन्मानैवोत्सर्पिणी, अनन्ता उत्सपिण्यवसर्पिण्यः पुद्गलपरावर्त्तः, अनन्तास्तेऽतीताद्धा, तावन्मानैवानागताद्धा अतीतानागतवर्तमानकालस्वरूपा सर्वाद्धेति ॥१८॥ કાલનું પરિચ્છેદક બતાવે છે - નિવિભાજય કાલનો ભાગ તે પ્રદેશ, સમય-આવલિકા-ઉચ્છવાસ-નિઃશ્વાસ-પ્રાણ-સ્તોક-લવમુહૂર્ત-અહોરાત્ર-પક્ષ-માસ-ઋતુ-અયન્-સંવત્સરયુગ-પૂર્વાગ વિગેરે કાલના વિભાગ છે. કાલના નિર્વિભાજય જે ભાગ તેનાથી એક વિગેરે ક્રમથી બનેલ પરમાણુ અથવા સ્કંધ થાય છે. એક સમયની સ્થિતિથી માંડીને યાવત્ અસંખ્ય સમયની સ્થિતિવાળો પ્રદેશથી નિષ્પન્ન જાણવો. પરમ સૂક્ષ્મ કાલને સમય કહેવાય છે. સમયોના સમુદાયથી એક આવલિકા, સંખ્યાતી આવલિકાઓથી એક ઉવાસ, સંખ્યાતી આવલિકાઓથી એક નિઃશ્વાસ થાય છે અને હૃષ્ટપુષ્ટ, જરાથી નહિ પીડાયેલો અને વ્યાધિથી અપરાભૂત એવા જીવનો એક ઉચ્છવાસથી યુક્ત એવો નિઃશ્વાસ (શ્વાસોશ્વાસ) એ એક પ્રાણ થાય છે. સાત પ્રાણ બરાબર એક સ્તોક, સાત સ્ટોક બરાબર એક લવ, સિત્યોત્તર લવ બરાબર એક મુહૂર્ત, ત્રીસ મુહૂર્ત બરાબર એક અહોરાત્ર, પંદર અહોરાત્ર બરાબર એક પક્ષ, તે બે પક્ષ વડે એક માસ, બે માસ વડે ઋતુ, ત્રણ ઋતુમાનથી એક અયન, બે અયન વડે સંવત્સર અને તે પાંચ સંવત્સર વડે યુગ, ૮૪ લાખ વડે પૂર્વાગ, તેને પણ ૮૪ લાખ વડે ગુણવાથી પૂર્વ, એ પ્રમાણે પૂર્વ-પૂર્વ રાશિ ૮૪ લાખ વડે ગુણવાથી ઉત્તરોત્તર ત્રુટિતાંગ, ત્રુટિતાટાંગ, અટટાવવાંગ, અવવUહુકાંગ, હહુકોત્પલાંગ, ઉત્પલપમાંગ, પદ્મનલિનાંગ, નલિનાર્થનિપૂરાંગ, અર્થનિપૂરાયુતાંગ, અચૂતનયુતાંગ, નયુતપ્રયતાંગ, પ્રયુતચૂલિતાંગ, ચૂલિકાશીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકારૂપ થાય છે. અહીં સુધી ગણિતનો વિષય છે. આના પછી બધું ઔપનિક છે. ઉપમાન વિના જે કાળનું પ્રમાણ તે જે કાળ અનતિશાયી વ્યક્તિ વડે ગ્રહણ કરવાનું શક્ય નથી તે ઔપમિક અને તે બે પ્રકારનું પલ્યોપમ અને સાગરોપમ, ત્યાં પલ્ય એટલે ધાન્યના પલ્ય જેવું હોય છે અને તે ગોલ હોવાથી દીર્ધતા અને વિસ્તારથી પ્રત્યેક ઉત્સધાંગુલના ક્રમથી નિષ્પન્ન યોજન પ્રમાણ હોય અને ઉંચાઈમાં પણ તે યોજન પ્રમાણ, કાંઈક ન્યૂન એક યોજન છે ભાગથી અધિક, ત્રણ યોજનની પરિધિવાળો તે પલ્ય કહેવાય છે. તેની ઉપમા જેમાં છે તે પલ્યોપમ અને તે ત્રણ પ્રકારનું છે. ઉદ્ધાર પલ્યોપમ-અદ્ધાપલ્યોપમ-ક્ષેત્રપલ્યોપમ, આનું સ્વરૂપ અનુયોગદ્વારાદિમાંથી જાણવું.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy