SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० सूत्रार्थमुक्तावलिः નિર્લેપ થવાપૂર્વકપણે સ્થાવરપણાને પામેલા હોય એ બાબત અસંભવ છે. જો કે વિવક્ષિત કાલમાં રહેલા ઢસો કાલપર્યાયવડે સ્થાવરકાય પણે જશે છતાં પણ એક બીજામાં ત્રસોની ઉત્પત્તિ વડે ત્રણોની જાતિનો ઉચ્છેદ ન થતો હોવાથી ક્યારે પણ ત્રસ શૂન્ય સંસાર થતો નથી. આથી શ્રાવકનું આ વ્રત સૂત્રકૃતાંગમાં નિર્વિષય અધિક નથી. તે આ પ્રમાણે સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રને સારી રીતે જાણી પાપ કર્મ નહીં કરવા માટે તૈયાર થયેલા શ્રમણને - સાધુને તે નિંદે તે સદ્ગતિ રૂ૫, લોકના કારણરૂપ તે સંયમના વિઘાત માટે થયા છે. જે મહાસત્ત્વશાલી સાગર જેવા ગંભીર સાધુ વગેરેને કંઈ કહેતા નથી. તેઓની સાથે પરમ મૈત્રીભાવ માને - (રાખે) છે. સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્રને અનુસરી તથા પાપ કર્મોને નહિ કરવા માટે તૈયાર થયેલો તે ખરેખર પરલોકમાં વિશુદ્ધિપૂર્વક રહે છે. ઇતિ. IZરા इत्थं सरलपदौघैः सूत्रकृताब्धेस्समुद्धृता मुक्ताः । कोमलहृदयैर्हदये कलिताः कलयन्तु सत्सौख्यम् ॥ આ પ્રમાણે સરળપદના સમૂહવડે સૂત્રકૃતાંગ નામના સમુદ્રમાંથી ઉદ્ધત કરેલા મોતીઓ કોમલ હૈયાવાળાઓ વડે હૃદયપર સસૌખ્યને (સુખને) જણાવતા જણાવો. इति श्रीतपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा सङ्कलितायां सूत्रार्थमुक्तावल्यां सूत्रकृत लक्षणा तृतीया मुक्तासरिका वृत्ता । ઇતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્યસમાન શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજય કમલસૂરીશ્વર ચરણ કમલમાં રહેલા ભક્તિસભર તેમના પટ્ટધર વિજયલબ્ધિસૂરિજી વડે સંકલિત કરેલ “સૂત્રાર્થ મુક્તાવલિ' નામના ગ્રંથમાં... શ્રી સૂયગડાંગ નામની ત્રીજી મોતીની શેર પૂરી થઇ... પૂ. કવિકુલકીરિટ આચાર્ય શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગસુવર્ણવર્ષની સ્મૃતિમાં તેઓના પટ્ટધર પૂ. તર્કનિપુણ આ.શ્રી વિક્રમસૂરિજી મ.સા. શિષ્ય પૂ.આચાર્ય શ્રી સ્થૂલભદ્રસૂરિજી મ.સા.ના શિષ્ય વર્ધમાનતપોનિધિ પૂ.આચાર્ય શ્રી અમિતયશસૂરિજી મ. દેવગુરુના ઉપકારથી, જ્ઞાનભક્તિ નિમિત્ત આ સૂયગડાંગસૂત્રના નામની ત્રીજી મોતીની માળાનો ગુજરાતી અનુવાદ પૂર્ણ કર્યો. -: પ્રથમ ખંડ સમાપ્ત :
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy