SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ४५९ પ્રગટ કરતા તેઓ અભિયોગના કારણે બીજી જગ્યાએ વ્યવસ્થા સંભળાવતા નથી અને તે અભિયોગ-રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવતાભિયોગ, ગુરુનિગ્રહ આ પ્રમાણે અભિયોગ વડે ત્રસ જીવોને મારતો હોવા છતાં પણ વ્રતભંગ થતો નથી. તેથી આ પ્રમાણે દેશવિરતોને ત્રસપ્રાણાતિપાત વિરમણવ્રત કુશલતાનો હેતુ હોવાથી કુશલ જ છે. અહીં આગળ ગૃહપતિએ ચોરને છોડાવ્યો એ દષ્ટાંત વિચારવું. સ્થાવરપણાની અવસ્થાને પામેલા ત્રણને મારવામાં નગરની બહાર રહેલા નાગરિકને મારવાની જેમ જે વ્રતભંગ કહ્યો છે. તે પણ યોગ્ય નથી કેમ કે ત્રસપણે – (રૂપે) જે આયુષ્ય બાંધ્યું છે. તે જે ઉદયમાં આવે છે. ત્યારે ત્રસ સંભારકૃત કર્મવડે જીવો ત્રસો તરીકે ઓળખાય છે તે વખતે કથંચિત્ સ્થાવરપણાનો વ્યપદેશ થતો નથી. (સ્થાવરપણાની ઓળખાણ થતી) સંભારો નામ એટલે અવશ્યપણે કર્મનો વિપાકરૂપે અનુભવવારૂપ ભોગવવું. ત્રસકાયની સ્થિતિવાળું કર્મ જ્યારે ક્ષીણ થાય છે. તે પછી ત્રસકાયની સ્થિતિનાભાવથી તેના આયુષ્યને તેઓ છોડી દે છે. તે કર્મ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક બે હજાર સાગરોપમ પ્રમાણવાળું છે. તથા બીજા પણ તેના સહચારી કર્મો છોડીને સ્થાવરપણે આવે છે. સ્થાવરો પણ સ્થાવર સંભારવૃત કર્મોવડે ત્યાં ઉત્પન્ન થાય છે. અને સ્થાવર વગેરેના મતો ત્યાં આવે ત્યારે થાય છે. બીજા પણ તેના સહચારી કર્મો સંપૂર્ણપણે ત્રસપણાને છોડી સ્થાવરપણાના ઉદયને પામે છે. આ પ્રમાણે હોવાથી સ્થાવરકાયને મારતા ત્રસકાયપ્રાણાતિપાત વિરતિને : નિવૃત્તિને સ્વીકારનાર શ્રાવકનો વ્રતભંગ કેવી રીતે થાય ? નગર દષ્ટાંત પણ અનુપપન્ન છે. એટલે બરાબર બેસતું નથી. કેમકે સમાનપણાનો અભાવ હોય છે. નગરના ધર્મ એટલે સ્વભાવથી યુક્ત નાગરિક તે નાગરિક છે તે માટે ન હણવો, આવી પ્રતિજ્ઞા લઈને જ્યારે તેને જ હણવામાં આવે છે. ત્યારે બહાર રહેલી અવસ્થાવાળાને તેનો વ્રત ભંગ થાય છે. આ પ્રમાણે તમારો પક્ષ છે. તે બરાબર ઘટતો નથી, કેમકે બહાર રહેતો હોવા છતાં પણ તે નગર ધર્મ એટલે સ્વભાવથી યુક્ત છે. માટે નાગરિકપણામાં કહેવાય. આથી પર્યાય યુક્તને આ વિશેષણ લાગી શકે નહીં માટે સમસ્તપણે નગરના ધર્મો છોડી દઇને રહેલો હોય ત્યારે એ વિશેષણ પ્રાપ્ત થતું નથી. અહીં જીવ ત્રસપણાને છોડી સર્વાત્મભાવથી સ્થાવરપણે ઉત્પન્ન થાય છે. તે વખતે એ જીવ ત્રસ હોતો નથી. કેમકે પૂર્વની અવસ્થા છોડી દીધી છે. અને બીજી અવસ્થા યુક્ત થઈ ગયો છે. જેવી રીતે નગરનો કોઈ માણસ જંગલમાં જંગલના ગુણયુક્ત પ્રદેશમાં પ્રવેશ કરે તે ધર્મયુક્ત હોવાથી પૂર્વ ધર્મના નગરના ગુણના પરિત્યાગથી એ નાગરિક જ રહેતો નથી. માત્ર પરસ્પર એકબીજામાં સંસરણ જીવ શીલનો સ્વભાવ હોવાથી પ્રાણિઓ ત્રસકાયામાંથી તેના આયુષ્યને છોડતા બધાનો સ્થાવરકામાં સ્થાવરકાયના પોતાના આયુષ્યને છોડી ત્રસકાયમાં જયારે ઉત્પન્ન થાય ત્યારે બધા ત્રસજીવોનું સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલ હતા. તે સ્થાન નાશ થાય છે. તેથી શ્રાવક વડે સ્થાવરકાય વધની નિવૃત્તિ ન કરવાથી, તથા ત્રસવદ્ય નિવૃત્તિનું પચ્ચકખાણ તેનું નિર્વિષયથી થાય છે. જેવી રીતે નંગરવાસી ન હણવો. એ પ્રમાણે વ્રત લેનારો નગરમાં રહે નહીં તે નિર્વિષય, એમ કહેવાય છે. બધા ત્રસો
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy