SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः વિષયસુખોમાં નિઃસ્પૃહપણે નિષ્ક્રિય થયેલો પણ ૫૨મ સમાધિને પામે છે. તપ સમાધિવાળો પણ વિકૃષ્ટ તપવાળો પણ ગ્લાનિ પામતો નથી. તથા ભૂખ તરસ વગેરે પરિષહોથી ઉદ્વેગને પામે નહિ. તથા અભ્યાસ કરેલ અત્યંતર તપ ધ્યાનમાં આશ્રિત મનવાળા તે નિર્વાણમાં રહેલાની જેમ સુખ-દુ:ખ વડે બાધિત ન થાય. એ પ્રમાણે ચાર પ્રકારની સમાધિમાં રહેલો ચરણમાં વ્યવસ્થિત થયેલો હોય. અથવા જે ધર્મસમાધિ પ્રાપ્ત કરેલ સમાધિવાળો ભાવસાધુ તપોડનુષ્ઠાન કરતો આલોક અને પરલોકના સુખની ઈચ્છા વગરનો હોય. ३७२ અનિદાન (એટલે) ભૂત એટલે પ્રાણીઓ તેનો આરંભ સમારંભ કરવો તે નિદાન. તે નિદાન ન હોવું તે અનિદાન કહેવાય, સાવઘાનુષ્ઠાનરહિત. પ્રાણાતિપાત વગેરે કર્મોના કારણો છે. પ્રાણાતિપાતપણું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. ત્રસો અને સ્થાવર એમ બે પ્રકારે જીવો છે. ઉર્ધ્વ, અધો અને તિńરૂપ ત્રણ લોકમાં પૂર્વ વગેરે દિશા વિદિશામાં ક્ષેત્રથી કાળથી દિવસ અને રાત્રીમાં પ્રાણીઓને હાથ-પગ વગેરે બાંધીને અથવા કદર્થના કરીને જે તેમને દુઃખ ઉત્પન્ન કરવું નહીં. બધી જગ્યાએ મન-વચન-કાયાથી સંયમી તો ભાવ સમાધિને પાળે, જ્ઞાન સમાધિયુક્ત સ્વાખ્યાતધર્મી થાય, ચિત્તની ડામાડોળતા છોડીને... ‘તવેવસદ્ધં નિસ્યં ન નિગેર્દિ પવિડ્યું ।' (તે જ સાચું છે. જે જિનેશ્વરોએ પ્રરૂપ્યું છે.) આ પ્રમાણે નિઃશંકપણાથી વિધ્યાન્ જુગુપ્સાને કરે નહિ. જેના વડે કંઈક નિર્દોષ આહાર ઉપકરણ વગેરે મેળવ્યા હોય. તેના વડે આત્માને વિધિપૂર્વક સંયમમાં સ્થાપે, બધા જીવોને પોતાના આત્મા સમાન જુવે. આવા પ્રકારનો જ ભાવ સાધુ હોય છે. જેમ મને આક્રોશ કરે કે, આક્ષેપ કરે કે, કલંક લગાવે તો મને દુઃખ ઉત્પન્ન થાય છે. તેવી રીતે બીજાઓને પણ થાય એમ માની પ્રજાઓમાં (દરેક જીવોમાં) આત્મસમ થાય. તથા અહિં અસંયમ જીવિતાર્થી ઘણો વખત સુખપૂર્વક જીવી એવા પ્રકારના અધ્યવસાયવાળો થઈ કર્મ આશ્રવ કર્મના આવવાના કારણરૂપ આહાર ઉપકરણ વગેરે ધન, અનાજ, દ્વિપદ-ચતુષ્પદ વગેરે રૂપ પરિગ્રહને એકઠું કરે. વિકૃષ્ટ તપોનિષ્ટ સાધુ ન કરે. પ્રાણિ માત્રને સમભાવે જોનારાને કોઈપણ પ્રિય કે તિરસ્કરણીય હોતું નથી. અને તે સંપૂર્ણ નિસ્ટંગઃ થયેલો સંપૂર્ણ ભાવ સમાધિયુક્ત થાય છે. કોઈક ભાવ સમાધિ વડે સારી રીતે ઉત્થાન પામેલો ત્યાંથી ઉઠીને પરિષહ ઉપસર્ગોથી ઘવાયેલો દીનતા પામીને વિષાદને પામે છે. અથવા વિષયાર્થી કોઈક ગૃહસ્થપણાનો સ્વીકાર કરે છે. રસ, શાતા ગૌરવમાં આસક્ત અથવા પૂજા સત્કારનો ઈચ્છુક થાય. અને એના અભાવમાં દીનતા ધારણ કરી પાસત્યાદિ ભાવ વડે ખેદ પામે છે. પ્રશંસાનો ઈચ્છુક અને અભિમાની થયેલો વ્યાકરણ-ગણિત-જ્યોતિષ નિમિત્ત શાસ્ત્રોને ભણે. બીજુ આધાકર્મી વગેરે આહાર, ઉપકરણનો, અભિલાષી સંયમપ્રવૃત્તિમાં વિષાદ પામેલા પાર્શ્વસ્થ, અવસત્ર કુશીલોના વિષાદભાવને સેવે છે. તેઓ આ પ્રમાણે સંયમમાં સ્ખલના પામતા અલ્પસત્ત્વવાળા સંસારરૂપી પલંગમાં બેઠેલા, અસમાધિ પામેલા વિષમ એવા નરક વગેરેની યાતના સ્થાનને પામે છે. તેથી વિવેકી મર્યાદાને જાણનારો સંપૂર્ણ સમાધિના ગુણને જાણનારો
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy