SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ सूत्रार्थमुक्तावलिः કુશીલપણું અને સુશીલપણું સંયમ અને વર્યાન્તરાયના ઉદય અને તેના ક્ષયોપશમથી ભાવથી વીર્યનું નિરૂપણ કરે છે. સૂત્રાર્થ :- બાલ અને પંડિત વીર્યવાળા જીવો સંસાર અને મોક્ષના ભાગી થાય છે. ટીકાર્થ:- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ છ પ્રકારે વીર્યના નિક્ષેપા છે. નામસ્થાપના પ્રસિદ્ધ છે, જ્ઞાતા અને ઉપયોગવાળા જીવને આગમથી દ્રવ્યવાર્ય છે. નોઆગમથી શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત,સચિત્ત અચિત્ત મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. સચિત દ્રવ્યવીર્ય ત્રણ પ્રકારે છે. (૧) બે પગવાળા (૨) ચાર પગવાળા (૩) અપદ એમ ત્રણ પ્રકારે છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ વગેરેનું વીર્ય દ્વિપદ દ્રવ્ય વીર્ય છે. ઘોડા, હાથી, રત્ન વગેરેનું વીર્ય ચતુષ્પદ વ્યવીર્ય, ગોશીર્ષ ચંદન વગેરેનું શીતોષ્ણકાળનો ગરમી ઠંડીનો વીર્યનો પરિણામ અપદ દ્રવ્યવીર્ય, આહાર, આવરણ, પ્રહરણ વગેરેમાં જે વીર્ય તે અચિત્ત દ્રવ્યવીર્ય એઓનું મિશ્રણ થવાથી જે વીર્ય તે મિશ્રદ્રવ્ય પરિણામ, દેવકર આદિ ક્ષેત્રને આશ્રયી સમસ્ત દ્રવ્યો તેમાં રહેલા ઉત્કૃષ્ટ વીર્યવાળા તથા જે દુર્ગા વગેરે ક્ષેત્રને આશ્રયી જેનું વીર્ય ઉલ્લાસ તે ક્ષેત્રવીર્ય અથવા જે ક્ષેત્રમાં વીર્યનું વ્યાખ્યાન ન થાય તે ક્ષેત્રવીર્ય કાળવીર્ય પણ એકાંત સુષમા વગેરે કાળ દ્રવ્યોમાં જે વીર્યની વ્યાખ્યા કરાય તે આશ્રયી કાળવીર્ય, વીર્યવાળા જીવની વીર્યના વિષયમાં અનેક પ્રકારની લબ્ધિઓ છે અને તેનું વીર્ય તે શારીરિક અને ઈન્દ્રિયજનીક, અધ્યાત્મિક એમ ત્રણ પ્રકારના છે. આંતરવ્યાપાર વડે ગ્રહણ કરી મનયોગ્ય પુગલોને, ભાષાયોગ્ય પુદ્ગલોને, કાયયોગ્ય પુગલો ગ્રહણ કરી, - શ્વાસોચ્છવાસયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તે તે ભાવરૂપે જે પરિણાવે છે. તે ભાવ પરિણામાવેલા મન-વચન-કાયાનું જે વીર્ય તે બે પ્રકારનું છે. (૧) સંભવ (૨) સંભાવ્ય. સંભવ ભાવ વીર્યમાં તીર્થકરો અને અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવોનું અતીવ પટુ મનોદ્રવ્ય થાય છે. તીર્થકરના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવોના દેવો મન:પર્યવજ્ઞાનીના સવાલ-જવાબ દ્રવ્ય મન વડે જ કરાતા હોવાથી અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવોનો બધો. વ્યાપાર જ મન વડે થાય છે જે કરતા હોવાથી સમભાવ્યમાં જેઓ અર્થને નિપુણ બુદ્ધિથી કહેવા પરિણમાવવા માટે શક્ય ન હોય. પરંતુ વર્તમાનમાં સંભાવના હોઈ શકે છે. વળી, આ પરિકર્મ કરાતા આજ અર્થને પરિણાવવા માટે સમર્થ થઈ શકશે. વાગુવીર્ય પણ બે પ્રકારે છે. (૧) સંભવ (૨) અને સંભાવ્ય. એમાં સંભવમાં તીર્થકરોની યોજન વિહારિવાણી, બધાને પોતપોતાની ભાષાને અનુસરનારી તથા બીજાઓને ખીર મધઝરતી વગેરે વાણી નાલબ્ધિધારીઓની વાણીનું સૌભાગ્ય એવું હોય કે હંસ કોયલ વગેરેને પણ થંભાવી દે એવી સ્વરની મધુરતા હોય. સમભાવ વાગુવીર્યમાં શ્યામાની સ્ત્રીના ગાયનની મીઠાશ એ એવી હોંશિયારી હોય કે જે પ્રમાણે હોય એ પ્રમાણે બોલી શકે. તે પ્રમાણે જેને મુખસંસ્કાર કરાયા નથી એવો આ શ્રાવકપુત્ર અક્ષરમાં હોંશિયાર હોય છે જે પ્રમાણે સંસ્કાર પ્રાપ્ત બાળકમાં હોય છે. તે પ્રમાણે સંભાવ્ય પોપટ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy