SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार ३१ આ શિષ્યો સૂત્રાર્થના સંગ્રાહક કેવી રીતે થશે? તેમજ આ શિષ્યો ગીતાર્થ થઈને વસ્ત્રાદિને મેળવવા દ્વારા ગચ્છને ઉપકારક કેવી રીતે થશે ? આ (શિષ્યોને)કહેતા એવા મને પણ કર્મનિર્જરા કેવી રીતે થશે ? તેમજ મારો પણ શ્રુતના પર્યાયનો સમૂહ વૃદ્ધિને કેવી રીતે પામશે ? અથવા તો શ્રુત વ્યવચ્છેદનો અભાવ કેવી રીતે થશે ? તે પ્રમાણે સંગ્રહ વિગેરે પાંચે અભિપ્રાયોથી અથવા બે ત્રણ અભિપ્રાયોથી સૂત્રાર્થથી શ્રુતને કહેતા વ્યક્તિને ભાવાનુયોગ હોય છે એ પ્રમાણે જાણવું. એથી આ પ્રમાણે પરિકર સહિત અનુયોગનું નિરૂપણ કરીને આવશ્યકને આશ્રયીને આગળ અધિકારના ભેદ બતાડેલ હોવાથી આવશ્યકના અનુયોગને કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ભગવંત ઉપક્રમ વિના આવશ્યકના અનુયોગનો તો અસંભવ હોવાથી પહેલા ઉપક્રમના સ્વરૂપને જ કહે છે. तदेवं सपरिकरमनुयोगं निरूप्याग्रेऽर्थाधिकारभेदस्यावश्यकमधिकृत्य प्रदर्शितत्वेनावश्यकस्यानुयोगं कर्तुकामस्तस्य तावदन्तरेणोपक्रममसम्भवादुपक्रमस्वरूपमेवादावाह-- व्याकरिष्यमाणपदार्थनामनिर्देश उपक्रमः ॥७॥ व्याकरिष्यमाणेति, उपक्रम्यतेऽस्माद्विनीतविनयविनयादित्युपक्रमः, विनेयेनाराधितो हि गुरुरग्रे यदा कदाचिद्व्याकरिष्यमाणं शास्त्रादिपदार्थमत एव दूरस्थं इदानीमिदं शास्त्रादि व्याकरोमीति समीपमुपनीय निक्षेपयोग्यं करोति स उपक्रम इति भावः । यथा सम्प्रति आवश्यकस्यानुयोगः क्रियत इति निर्देशः, निर्देशे कृते च सति तन्निक्षेपयोग्यं भवति नेतरथेति ॥७॥ પ્રગટ કરાતા પદાર્થોનો નામ નિર્દેશ તે ઉપક્રમ-સૂત્ર જે વિનિત શિષ્યના વિનયથી આરંભ કરાય તે ઉપક્રમ, શિષ્ય વડે આરાધાયેલ ગુરુ ભગવંત આગળ જ્યારે ક્યારે પણ શાસ્ત્રાદિના પદાર્થોને પ્રગટ કરશે, આથી જ દૂર રહેલા એવા આ શાસ્ત્રાદિને પ્રગટ કરું છું એમ કહીને સમીપ લાવીને નિક્ષેપ યોગ્ય કરે છે તે ઉપક્રમ કહેવાય. જેમ અત્યારે આવશ્યકનો અનુયોગ કરાય છે. તે નિર્દેશ છે અને નિર્દેશ કરાયે છતે નિક્ષેપ યોગ્ય થાય છે. અન્યથા નહિ. તેના પ્રકારને કહે છે. तस्य प्रकारमाह -- शास्त्रीयेतरभेदाभ्यां द्विविधस्सः ॥८॥ शास्त्रीयेति, शास्त्रीयः शास्त्रानुगतः, इतरो लोकप्रसिद्धः, स उपक्रमः ॥८॥ તે ઉપક્રમ શાસ્ત્રીય અને ઇતર એવા બે ભેદથી છે. શાસ્ત્રને અનુસરેલ તે શાસ્ત્રીય, ઈતર એટલે લોક પ્રસિદ્ધ બે પ્રકારે ઉપક્રમ છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy