________________
३५८
सूत्रार्थमुक्तावलिः
ટીકાર્થ:- સંસારની અંદર રહેલા સર્વજીવોને કર્મના ફલરૂપે દુઃખને જાણી યથાવસ્થિત આત્મા વગેરેના સ્વરૂપને જાણી ઉપદેશ આપવા વડે પ્રાણીઓના આઠ પ્રકારના કર્મોનો નાશ કરવામાં નિપુણ (ચાલાક) સર્વત્ર હંમેશાં ઉપયોગી જુદા જુદા પ્રકારના ઉપસર્ગો વડે ઉપસર્ગિત થવા છતાં પણ નિષ્પકમ્પ (અકંપિત) સંયમમાં રતિવાળા હોવાથી ધીર, બુદ્ધિ વડે શોભાયમાનપણા વડે ધીર, સર્વે ભયોથી રહિત આત્મબળ વડે ધૃતિ, સંઘયણાદિ વડે વિર્યાન્તરાયના સંપૂર્ણ ક્ષયપૂર્ણ વીર્યવાળા, ઉત્પન્ન થયું છે. દિવ્યજ્ઞાન જેને નિઃશેષ એટલે સંપૂર્ણ અંતરાય ક્ષય થવાથી સર્વલોક વડે પૂજયપણે હોવા છતાં ભિક્ષા માત્રથી જીવવાના કારણે ભિક્ષુક, સુંદર વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પ્રભાવ વગેરે ગુણો વડે શોભતા-વિરાજતા જાતિ યશો દર્શન, જ્ઞાન, શીલ વડે સર્વાતિશાયિ અનુત્તર ધર્મને પ્રકાશી યોગનિરોધ કાળે (સમયે) સૂક્ષ્મક્રિયા તે પછી સુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લધ્યાન વિશેષને ધ્યાવનાર, શૈલેશી અવસ્થાને પામનાર તે ધ્યાન પછી સાદિ અનંતકાળ સુધી, લોકના અગ્રભાગે રહેલા પ્રધાન એવી સિદ્ધિગતિને પામ્યા છે. ઋષિશ્રેષ્ઠ નામ વડે વર્ધમાનસ્વામી જે અનુકૂળપ્રતિકૂળ પરિષહ ઉપસર્ગો વડે અપરાજિત, અભુત કર્મ કરાવનારા, ગુણનિષ્પન્ન મહાવીર બીજું નામ ધરનારા, ક્રિયાવાદી, અક્રિયાવાદી, વૈષયિક, અજ્ઞાનિકો વગેરેના સ્વીકારને સારી રીતે જાણી યથાવસ્થિત તત્ત્વોપદેશના દાન દ્વારા (વડ) બીજા જીવોને બોધ જણાવી આપી જાતે પણ સારી રીતે ઉત્થાન વડે સંયમમાં વ્યવસ્થિત થયેલો, પ્રાણાતિપાત, વગેરે પાંચ અને છ રાત્રિભોજનનું પચ્ચખાણ કરી, તપોનિષ્ઠ તપ્ત દેહવાળો થાય, પોતે જાતને વ્યવસ્થિત (અવસ્થિત) કર્યા વગર બીજાઓને સ્થાપવા (સ્થિર કરવા) માટે સમર્થ થતા નથી. તેથી આ પ્રમાણે સત્યુક્તિવાળો શ્રતધર્મ અને ચારિત્રધર્મ અહંદુભાષિત સર્વધર્મપ્રધાન ધર્મની શ્રદ્ધા કરતા અને આચરતા લોકો આયુષ્યકર્મ દૂર થવા માત્રથી સિદ્ધિને પ્રાપ્ત કરી છે. કરે છે અને કરશે. ll૩રા
अथ ये परतीथिकाः पार्श्वस्थादयो वा स्वयूथ्या अशीलाश्च गृहस्थास्ते कुशीला:, तान् तदनुष्ठानतस्तद्विपाकदुर्गतिगमनतश्च निरूपयितुमाह
कायायतदण्डास्तेष्वेव ॥३३॥
कायेति, कायाः पृथिव्यादिजीवनिकायाः त्रसाः स्थावराश्च, सर्वेऽप्येते सुखैषिणो दुःखद्विषश्च, एभिः कायैः पीड्यमानैरात्मा दण्ड्यते, एवञ्चैतान् कायान् ये दीर्घकालं दण्डयन्ति ते तेष्वेव पृथिव्यादिकायेषु भूयो भूयः समुत्पद्यन्ते, सुखार्थिभिर्यदि कायसमारम्भः क्रियते तदा दुःखमेवाप्यते न सुखम्, मोक्षार्थं कुतीथिकैरेतैः कार्यर्यां क्रियां कुर्वन्ति तया संसार एव भवति, सोऽयमायतदण्डः एकेन्द्रियादिषु समुत्पन्नः सन् बहुक्रूरकर्मा यस्यामेकेन्द्रियादिजातौ यत्प्राण्युपमर्दकारि कर्म कुरुते, स तेनैव कर्मणा परिच्छिद्यते, किञ्चित् कर्मास्मिन्नेव जन्मनि विपाकं ददाति, किञ्चित् परस्मिन्नरकादौ किञ्चिदेकस्मिन्नेव जन्मनि तीव्र विपाकं ददाति,