________________
सूत्रार्थमुक्तावलिः
પોતાના અર્થ સાથે જોડવું તે અનુયોગ છે અથવા તો સૂત્રને પોતાના અર્થના વિષયમાં જોડીને પ્રતિપાદન સ્વરૂપ વ્યાપાર તે અનુયોગ છે. અર્થની અપેક્ષાએ સૂત્ર (અણુ) લઘુ હોય છે. કારણ કે, નાના સૂત્રના ઘણા અર્થ હોય છે. નાના એવા સૂત્રની સાથે અર્થનો યોગ થવો તેનું નામ અનુયોગ છે. અથવા પહેલા અર્થને ચિત્તમાં સ્થાપીને પછી થનારા એવા સૂત્રની સાથે તે અર્થનો યોગ થવો તે અનુયોગ અને આ અનુયોગની નિવૃત્તિ છે.
२६
સૂત્રનું અણુપણું એટલે લઘુપણું પશ્ચાદ્ ભાવિષણું કેવી રીતે હોઈ શકે ? તેમજ અર્થની વિશાળતાપણું કેવી રીતે હોઈ શકે ? ઘણા વસ્રના આધારભૂત પેટી તે વસ્ત્રોની અપેક્ષાએ લઘુ હોવાને યોગ્ય નથી અથવા સૂત્રના અભાવમાં અર્થનો પ્રકાશ હોતો નથી અને લોકમાં પણ પહેલા સૂત્ર ત્યાર પછી વૃત્તિ ત્યાર પછી વાર્તિક અથવા ભાષ્ય એવો ક્રમ દેખાય છે. પૂર્વપક્ષ છે. એક જ અર્થ ક્યારેક ઘણા બધા સૂત્રોથી જણાવાતો હોવાથી અર્થ જ મહાન છે એવું ન કહેવું કારણ કે, અરિહંત ભગવંતો વડે કહેવાયેલા અર્થને જ ગણધર ભગવંતો ગુંથતા હોવાથી સૂત્રનું પશ્ચાદ્ ભાવિપણું છે. લૌકિક શાસ્ત્રકારો પણ પ્રથમ અર્થને જોઈ સૂત્ર કરે છે કારણ કે અર્થ વિના સૂત્રની નિષ્પત્તિ થતી નથી, ‘સકલસ્યાપિ’ પદથી વિષયદ્વાર પણ કહેવાયેલો છે.
વ્યાખ્યાન અર્થવાળા અનુયોગ શબ્દથી વ્યાખ્યા કરનારા પર્યાય શબ્દનો લાભ જાણવો અને દ્વારની વ્યાખ્યા કરવામાં અત્યંત ઉપયોગી હોવાથી તેનાથી (દ્વારથી) ઘટિત જ સૂત્ર આદરાયું છે. (બનાવાયું છે.)
ત્યાં પણ જે રીતે નહિ કરાયેલા દ્વારવાળું અથવા કરાયેલા એકાદિ દ્વારવાળું એક નગર નહિ જઈ શકાય તેવું, દુઃખે કરીને જઈ શકાય તેવું થાય છે. કારણ કે, નીકળવામાં અને પ્રવેશ કરવા વિગેરેમાં સુખકર થતું નથી. ચાર દ્વારવાળું નગર તો સુખે કરીને જઈ શકાય તેવું બને, કાર્યનું અવિનાશક થાય છે. તેવી રીતે જો અર્થને જાણવામાં ઉપાયભૂત એવા દ્વારથી શૂન્ય હોય તો પ્રસ્તુત વિષય અશક્ય બોધવાળું થાય અને એકાદિ દ્વારથી યુક્ત પણ દુઃખે કરીને બોધ કરી શકાય તેવું થાય, વળી પરિકર સહિત એવા ચાર દ્વારથી યુક્ત તો સુખે કરીને જાણી શકાય છે. એટલે ચાર દ્વારથી યુક્ત જ લક્ષણ સ્વીકારાયું છે.
તે આ રીતે પશ્ચાત્ એટલે કે સંહિતા પદ-પદાર્થ અને પદવિગ્રહપૂર્વક પ્રશ્નોનો યોગ એટલે સમાધાન તે અનુયોગ કહેવાય છે. આમ વ્યુત્પત્તિના આશ્રયથી લક્ષણ પણ પ્રગટ કરાયું, તેથી આ રીતે પૂર્વસૂત્રમાં વિષય અને આ સૂત્રમાં એકાર્થ, નિરુક્તિ, દ્વાર અને લક્ષણ આ ચાર પ્રદર્શિત
કરાયા.
अथ विधिद्वारमादर्शयति
सूत्रार्थनिर्युक्तिमिश्रनिरवशेषकथनं तद्विधिः ॥५॥