SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ३११ सूत्रकृतांग પણ સ્વીકાર્યું છે. ચૈતન્યની ઉત્પત્તિ સ્વીકારાય પણ પ્રગટીકરણ નહીં આથી પૂર્વમાં રહેલો દોષ રહેતો નથી. વિશિષ્ટ પરિણામવાળા શરીર ઇન્દ્રિય વગેરે રૂપકારક અને કારકપણું અસતુમાંથી સ્વરૂપ બનવાપણું હોઈ શકે એવી શંકામાં ત્યાં પણ દોષ જ થવા માટે ઉત્પત્તિ એમ કહ્યું છે. તથા શું ભૂતો ચૈતન્યના પ્રતિ ઉપાદાન કારણ છે કે સહકારી કારણ છે ? પહેલું ઉપાદાન કારણ નથી કેમકે મુગટ વગેરે સુવર્ણના પર્યાયોમાં સોનું ઉપાદાન કારણ છે. તેમાં ચૈતન્યમાં ભૂતોના ઉપાદાન કારણ થવા જોઈએ પરંતુ તેમ નથી. ભૂતસમૂહ પહેલાનો અચેતન સ્વરૂપ છોડી ચેતનપણાના આકારને ધારણ કરતો નથી. ધારકતા, કઠિનતા, પ્રવાહીપણા, ઉષ્ણતા, ચલનપણા રૂપ રૂપીપણા રૂપે ભૂતોનો સ્વભાવથી યુક્ત પ્રમાણ સિદ્ધ છે. પરંતુ તેવા પ્રકારના સ્વભાવ રહિત જ આત્માનું ચૈતન્ય અન્તઃ સંવેદન વડે અનુભવાય છે. દિવા વગેરે ઉપાદાન વડે કાજળ વગેરેનો દવા વગેરેની સાથે સંબંધ અન્વયીપણાનો વ્યભિચાર નથી. રૂપ વગેરે વાળાઓ સાથે તેનો અન્વયી દેખાય છે. પુદ્ગલ વિકારોની સાથે રૂપાદિ વાળાઓનો સંબંધ અવ્યભિચાર દેખાય છે. સર્વક્રિયા કારિપણા વગેરે ધર્મોભૂત ચૈતન્યનો સંબંધ અન્વયીપણું છે. એમ કહેવું નહીં. કારણકે એમ કહેવાથી પાણી, અગ્નિ વગેરેનો પણ તેવા પ્રકારના ધર્મનો સંબંધપણા વડે ઉપાદાન ઉપાદેય ભાવનો પ્રસંગ થશે. બીજો પણ નહીં, ઉપાદાન કારણપણાથી બીજાની કલ્પનાનો પ્રસંગ આવશે. કારણ કે ભૂતોનો સહચારી હોવાથી ઉપાદાન વગરના કોઇપણ કાર્યની ઉપલબ્ધિ થતી નથી. ભૂતોમાં જ કોઇપણ એક પદાર્થનું ઉપાદાનપણું બીજાનું સહકારી પણ થઈ શકતું નથી. કાર્ય-કારણ વગર અન્વય અન્વયથી ભાવ વગર બધાજ પદાર્થોનો ઉપાદાનપણા અનુપાદાનપણે થવાનો પ્રસંગ આવશે. શબ્દ, વીજળી વગેરે પદાર્થો ઉપાદાન વગર પણ પ્રાપ્ત થાય છે. એમ બોલવું નહિ. વસ્ત્ર વગેરેની જેમ તેમનો પણ કાર્યપણા વડે ઉપાદાન સહિતપણાનું અનુમાન થાય છે. માટે ઉત્પત્તિ આશ્રયીને પણ ભૂતોમાંથી ચૈતન્ય ચેતનાનો સંભવ નથી. તેથી ચેતનતાનો અસંભવ હોવાથી એમ કહેવા વડે ચેતનતા બીજરૂપે જણાઈ આવે છે. આથી ચૈતન્યતા ભૂતોનો ગુણ નથી. ગુણ રહિત દરેક અંશ હોય છે. તે તેનો સમુદાય ગુણ નહીં હોવાથી પ્રત્યેક રેતીના કણમાં ચીકાશ ગુણ રહિત હોવાથી ચીકાશ ગુણ વગરના પદાર્થની ઉત્પત્તિ દેખાય છે. અથવા ચૈતન્યની અપેક્ષાએ પૃથ્વી વગેરેના બીજા ગુણો રૂપ હોવાથી ચૈતન્ય ભૂતોના સમુદાયનો ગુણ નથી. બીજા ગુણોના સમુદાયમાં અપૂર્વ ગુણોની ઉત્પત્તિ કોઇએ પણ જોઇ નથી. ચૈતન્યગુણ શરીરમાં અનુભવાય છે. આથી બીજા પણ દ્રવ્યનો ચૈતન્ય ગુણ તેજ આત્મા છે. આજ હેતુ વડે ઇન્દ્રિય વગેરેના ચૈતન્ય ગુણપણાનો નિષેધ કર્યો છે. ભૂતાત્મક ઇન્દ્રિયોમાંથી ચૈતન્યની અભિવ્યક્તિ ઉત્પત્તિ અસંભવ છે. જોકે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણ પણ હોતું નથી. એમ કહેવું પણ યોગ્ય નથી. અનુમાન વગેરે પ્રમાણો પણ પોતાના નિયત થયેલા વિષયોની વ્યવસ્થામાં પ્રત્યક્ષની જેમ વિસંવાદપણા વગર પ્રમાણપણાની સિદ્ધિ થાય છે. અવિસંવાદકપણાથી જ પ્રત્યક્ષપણાની પણ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy