SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः હવે પલ્લા વિના ગોચરી ન વહોરાય. તેથી જેમ વâષણાનું વર્ણન કહ્યું તેમ હવે પાત્ર વિના ગોચરી કેવી રીતે વહોરાય ? ન વહોરાય. તેથી પાત્રૈષણાનું વર્ણન કરાય છે. २८२ સૂત્રાર્થ :- તેની જેમ (વસ્ત્રની જેમ) પાત્ર ગ્રહણ કરીને જયણાપૂર્વક ગૃહસ્થના ઘરમાં શુદ્ધ આહારાદિની યાચના કરવી જોઈએ. ભાવાર્થ :- વસ્રની જેમ પાત્ર પણ અર્ધયોજનની અંદરથી જ તારૂણ્ય, બલ, સ્થિર, સંઘયણયુક્ત હોય તેવો મુનિ તુંબડી, લાકડું કે માટીનું શુદ્ધ પાત્ર જ એક જ ગ્રહણ કરે. બીજું પાત્ર ગ્રહણ ન કરે. જિનકલ્પિકાદિ માટેનો નિયમ કહ્યો. જિનકલ્પિક સિવાયનો મુનિ ‘માત્રક’ સહિત બીજું પણ પાત્ર ધારણ કરી શકે. ત્યાં સંથારક હોય તો એક પાત્રમાં ભોજન અને બીજા પાત્રમાં પાણી વહોરે. માત્રક આચાર્યાદિ માટે અથવા તો અશુદ્ધભોજનની શુદ્ધિની માટે છે. લોઢું, તાંબુ, સીસુ, સોનું આદિનું મોંઘું પાત્ર ન લેવું જોઈએ. ગૃહસ્થ એવું કહે કે ખાલી પાત્ર ન દેવું જોઈએ. તેથી થોડીવાર ઊભા રહો. ભોજનાદિ કરીને ભોજનથી ભરેલું પાત્ર આપું છું. તો તેનો ભોજન બનાવવાનો નિષેધ કરે. છતાં પણ ગૃહસ્થ ન માને અર્થાત્ એમ જ કહે કે અમે ભરેલું પાત્ર જ દઈશું. તો તેવું પાત્ર ગ્રહણ ન કરે. (આધાકર્મિક આદિ દોષનો સંભવ છે માટે) શુદ્ધ પાત્ર આપે ત્યારે ચારે બાજુથી પડિલેહણ કરીને ગ્રહણ કરે. દૃષ્ટિ પડિલેહણ કર્યા વગર લીધેલા પાત્રમાં - બેઈન્દ્રિયાદિ પ્રાણી, બીજ, રજ વિગેરે યુક્ત પાત્ર હોય તો કર્મબંધનો સંભવ છે. ગૃહસ્થના ઘરે જઈને પાણી વિગેરેની યાચના કરી હોય તો અપ્રાસુક ન લેવું. જો ક્યારેક ધ્યાન ન રહે. અપ્રાસુક વહોરાઈ જાય તો તરત જ તે ગૃહસ્થના ભાજનમાં જ પાછું આપી દેવું. ભીના પાત્રાને ત્યાં લૂંછે નહીં. જરાક સૂકાઈ ગયા પછી લૂંછી શકાય. એ જ રીતે તેનો વિશેષ વિસ્તાર અન્ય સ્થળેથી જાણી લેવો. ૮૨ अथ पिण्डशय्यावस्त्रपात्रादीनामवग्रहमाश्रित्य भावात्तं निरूपयतिस्वीकृतादत्तानादानप्रतिज्ञो यथावग्रहस्तथैव कुर्यात् ॥ ८३ ॥ स्वीकृतेति, नामस्थापनेऽवग्रहस्य प्रसिद्धे, द्रव्यक्षेत्रकालभावभेदेन चतुर्विधो देवेन्द्रराजगृहपतिसागारिकसाधर्मिकभेदेन वा पञ्चविधोऽवग्रहः, तत्र द्रव्यावग्रहः सचित्तादिभेदतस्त्रिविधः, शिष्यादेः सचित्तः, रजोहरणादेरचित्तः, उभयस्य च मिश्रः । क्षेत्रावग्रहोऽपि तथैव त्रिविधः, यदि वा ग्रामनगरारण्यभेदात् । कालावग्रहस्तु ऋतुबद्धवर्षाकालभेदाद्विधा । भावावग्रहो द्विधा मतिग्रहणावग्रहभेदात् मत्यवग्रहोऽप्यर्थव्यञ्जनावग्रहभेदतो द्विधा, अर्थावग्रह इन्द्रियनोइन्द्रियभेदात् षोढा व्यञ्जनावग्रहश्च चक्षुरिन्द्रियमनोवर्जश्चतुर्धा । अपरिग्रहस्य साधोर्यदा पिण्डवसतिवस्त्रपात्रग्रहणपरिणामो भवति तदा स ग्रहणभावावग्रहो भवति, तस्मिंश्च सति केन प्रकारेण मम शुद्धं वसत्यादिकं प्रातिहारिकमप्रातिहारिकं वा भवेदित्येवं यतितव्यम्,
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy