SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र ममात्रावस्थानं वसतिर्वेति गृहपतिर्वदेत्तदा तथाविधकारणसद्भावे साधुर्यावत्कालमिहायुष्मानास्ते यावद्वा भवत उपाश्रयस्तावत्कालमेवोपाश्रयं ग्रहीष्यामस्ततो विहरिष्याम इति वदेत् साधुप्रमाणं पृष्टो वदेत् समुद्रसंस्थानीयाः सूरयः नास्ति परिमाणम्, कार्यार्थिनां केषाञ्चिदागमनसम्भवात् कृतकार्याणाञ्च गमनसम्भवादिति ॥ ७० ॥ २६७ વસતિની યાચનાના વિષયમાં કહે છે. -- સૂત્રાર્થ :- ઘરમાલિકે જેટલા સમય માટે અનુજ્ઞા આપી હોય તેટલા સમય માટે જ ત્યાં રહેવું જોઈએ. ભાવાર્થ :- ઉપાશ્રય તથા તેના સ્વામિની જાણકારી મેળવીને પોતે ત્યાં રહેવું છે તેવો વિચાર કરીને સાધુ વડે ઘરનો માલિક કે તેના વડે રખાયેલા જે નોકરાદિ પૂછાય ત્યારે તે ગૃહસ્થ એમ કહે કે આપને કેટલા સમય માટે રોકાવવું છે. ત્યારે વસતિ ગવેષક સાધુ કહે કે “કારણ વિના અન્ય ઋતુમાં એક મહિનો તેમજ વર્ષાઋતુમાં ચાર મહિનાનું અમારૂં રહેઠાણ હોય છે.” ત્યારે મકાન માલિક કહે કે આટલા બધા સમય માટે મારી વસતિ નથી. તે વખતે ત્યાં રહેવું પડે તેવું જ હોય તો સાધુ કહે કે હે આયુષ્યમાન ! જ્યાં સુધી તમે ઉપાશ્રય આપશો. ત્યાં સુધી જ અમે રોકાઈશું પછી વિહાર કરી જઈશું. કદાચ સાધુની સંખ્યા પૂછે તો કહે કે આચાર્ય તો ‘સમુદ્ર’ જેટલા (ઘણા છે) તેનું કોઈ પ્રમાણ ન હોય. (નથી) કારણ કે કાર્ય માટે કેટલાક સાધુનું આગમન સંભવે છે. અને કાર્ય કરેલા (કાર્ય થતાં) જવાનો સંભવ હોવાથી. II∞ા त्याज्यवसतिमाह गृहस्थचर्यासम्बद्धवसतिस्त्याज्या ॥ ७१ ॥ गृहस्थेति, यस्य प्रतिश्रयस्य चर्या मार्गे गृहपतिगृहे वर्तते तथाविधे बह्वपायसम्भवान्न स्थेयम्, यत्र गृहपत्यादयोऽन्योऽन्यं तैलकल्कादिभिर्देहमभ्यञ्ज्येयुस्तथाविधचर्यासम्बन्धिवसतिरयोग्या, यत्र वा स्त्रियो मुक्तपरिधाना आसते किञ्चिद्रहस्यं रात्रिसम्भोगविषयं परस्परं कथयन्त्यकार्यसम्बद्धं वा मंत्रयन्ते तत्सम्बद्धे प्रतिश्रये स्वाध्यायक्षतिचित्तविप्लवादिदोषसम्भवान्न स्थानादि विधेयम, तथा विकृतचित्रितभित्तिमद्वसतिरपि त्याज्या ॥ ७१ ॥ છોડવા યોગ્ય વસતિને કહે છે. સૂત્રાર્થ :- ગૃહસ્થચર્યા સંબદ્ધ વસતિ છોડવા યોગ્ય છે. ભાવાર્થ :- જે ઉપાશ્રયનો રસ્તો ઘર માલિકના ઘરમાં જ હોય તેવી ઘણા અપાયના કારણરૂપ વસતિમાં ઘર માલિક વિ. એક બીજાને તૈલાદિથી માલિશ કરતા હોય તેવી ચર્યા સંબંધી વસતિ અયોગ્ય છે. જે વસતિમાં સ્ત્રીઓ વસ્ત્ર રહિત બેસતી હોય, કોઈક ગુપ્ત વાતો કે રાત્રિના સંભોગના
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy