SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र कुर्वतो महावर्ज्याभिधाना वसतिर्भवति साऽकल्प्या विशुद्धकोटिश्च । या च निर्ग्रन्थशाक्यतापसगेरुकाजीविकेभ्य एव कृता सा सावद्यक्रियाभिधाना वसतिर्भवत्यकल्पनीया विशुद्धकोटिश्च । साधर्मिकोद्देशेन पृथिवीकायादिसंरम्भादिभिर्महापापकृत्यैः संस्तारकद्वारढक्कनादिप्रयोजनान्युद्दिश्य निर्मापितं यत्र च शीतोदकं त्यक्तपूर्वमग्निर्वा प्रज्वालितपूर्व - स्तथाविधवसतौ वासे चाधाकर्मिकवसत्यासेवनाद्रागद्वेषेर्यापथसाम्परायिकादिदोषान्महाक्रियाभिधाना वसतिर्भवति । निजार्थं गृहस्थैरुज्ज्वालिताग्निपूर्वा शीतोदकसिक्तपूर्वा वा वसतिरल्पक्रिया भवति तत्राभिक्रान्ताल्पक्रिये योग्ये, शेषा वसतयोऽयोग्याः ॥ ६८ ॥ २६५ અકલ્પ્ય વસતિ (ઉપાશ્રયોનું)નું સ્વરૂપ કહે છે. સૂત્રાર્થ :- કાલાતિક્રાન્ત આદિ નવવિધ વસતિ અકલ્પ્ય છે. ભાવાર્થ :- (૧) કાલાતિક્રાન્ત (૨) ઉપસ્થાન (૩) અભિક્રાન્ત (૪) અનભિક્રાન્ત (૫) વર્જ્ય (૬) મહાવર્જ્ય (૭) સાવઘ (૮) મહાસાવદ્ય (૯) અલ્પક્રિયા આ નવ પ્રકારની વસતિ અકલ્પ્ય છે. ગ્રામાદિની બહાર જ્યાં મુસાફર વિ. આવીને રહે છે. તેવા બગીચા, આશ્રમ, વિ.માં શીયાળા તેમજ ઉનાળામાં એક માસથી અધિક, ચોમાસામાં ચાર માસથી અધિક, કારણ વિના રહેવું તે કાલાતિક્રમ દોષ કહેવાય. આ દોષ લાગવાથી સ્રી આદિ પર રાગ અને કોઈક સ્નેહથી ઉદ્ગમ આદિ દોષયુક્ત ભિક્ષા વહોરાવે. આવો સંભવ હોવાથી કાલાતિક્રમ થયા બાદ યોગ્ય વસતિમાં પણ સાધુએ ન રહેવું જોઈએ. પાન્થશાળા વિ.માં ચોમાસુ અથવા માસકલ્પ પૂર્ણ કરીને બીજે સ્થાને એક મહિનો રોકાઈને - બે કે ત્રણ માસ કે તેથી વધારે સમયનું વ્યવધાન રાખ્યા વિના એક જ મહિનામાં ફરીથી તેના તે જ સ્થાનમાં રહેવું તેમાં ઉપસ્થાન ક્રિયા દોષ લાગે છે. સાધુઓને કેવા સ્થાનમાં રહેવું કલ્પે તેવા જ્ઞાનથી રહિત, ઉપાશ્રય દેવાથી સ્વર્ગાદિ ફળની પ્રાપ્તિ ક્યાંકથી પણ જાણી ગયેલ શ્રદ્ધાળુ ગૃહસ્થોએ અનેક સાધુના ઉદ્દેશથી કે પોતાના માટે પણ યાનશાળા (વાહન મૂકવાની જગ્યા) સભાગૃહ, પરબ વિ. યુક્ત કર્યા હોય તેવા ઘરમાં ચરક, બ્રાહ્મણ આદિ પહેલાં રોકાઈ ગયેલા હોય તો તે “અભિક્રાન્ત વસતિ” કહેવાય અને ત્યાં સાધુ તેમના પછી રોકાય તો તેમને અભિક્રાન્ત ક્રિયારૂપ દોષ લાગે છે. આ બધા અલ્પદોષ યુક્ત ઉપાશ્રય છે. અભિક્રાન્ત દોષયુક્ત વસતિમાં પૂર્વે અન્યલિંગી સાધુ રોકાયા ન હોય અને પ્રથમ સાધુ જ ત્યાં રોકાય તો ‘અનભિક્રાન્ત દોષયુક્ત' અકલ્પ્ય વસતિ કહેવાય. ગૃહસ્થે પોતાના માટે કરેલી વસતિ સાધુઓને રોકાવવા માટે આપીને પોતાના માટે નવું ઘર કરાવે તો તે ‘વર્જ્યક્રિયા' નામક દોષ છે. શ્રમણાદિ માટે બનાવેલી વસતિમાં સ્થાનાદિગ્રહણ કરતાં ‘મહાવર્જ્ય’ નામે વસતિ છે. જે વિશુદ્ધ કોટિ અકલ્પ્ય છે. જે વસતિ નિર્પ્રન્થ, તાપસ, ગેરૂક, આજીવિક માટે જ કરાય છે. તે ‘સાવઘક્રિયા' રૂપ વસતિ વિશુદ્ધ કોટિની છે. જે અકલ્પ્ય છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy