SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ सूत्रार्थमुक्तावलिः किञ्चिद्दास्यामि तेभ्यो वा ग्रहीष्यामीत्येवमाकारमभिग्रहं गृह्णीयात् स सचेलोऽचेलो वा भिक्षुः शरीरपीडायां सत्यामसत्यां वाऽऽयुःशेषतामवगम्योद्यतो मरणाय ग्लायामि खल्वहमिदानीं न शक्नोमि रूक्षतपोभिश्शरीरमानुपूर्व्या वोढुं तस्मादाहारं संवर्त्तय इत्याद्यभिप्रायविशेषः स्थण्डिलविशेषे तृणानि परिस्तीर्य तदारुहा सिद्धसमक्षं स्वत एव पञ्चमहाव्रतारोपणं करोति, ततश्चतुर्विधमप्याहारं प्रत्याख्याय पादपोपगमनाय शरीरं प्रत्याचष्टे, उत्तप्यमानकायोऽपि मूर्च्छन्नपि मरणसमुदातगो वा भक्ष्यमाणमांसशोणितोऽपि क्रोष्ट्रादिभिर्महासत्त्वतयाऽऽशंसितमहाफलविशेषस्ततो द्रव्यतो भावतोऽपि शुभाध्यवसायस्थानान्न स्थानान्तरं यायादिति दिक् ॥४६।। હવે ભક્તપ્રત્યાખ્યાન આદિ મરણ વિશેષને કહે છે. સૂત્રાર્થ - કરેલા અભિગ્રહ વિશેષમાં અશક્ત મુનિએ ભક્તપ્રત્યાખ્યાનાદિક અનશન કરવું જોઈએ. ભાવાર્થ:- ત્રણ વસ્તુયુક્ત સ્થવિરકલ્પી કે જિનકલ્પી હોય. ત્રણ પાત્ર, બે કલ્પ વડે સંયમમાં રહેલો મુનિ નિશે જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક, યથાલન્ટિક અથવા પ્રતિમાયુક્ત આ સઘળામાંથી કોઈપણ એક સંયમયુક્ત હોય છે. આ બધા સંયમવંત મુનિમાં કોઈક મુનિને આવો અવસર ઉપસ્થિત થાય કે તે વિસ્તારયુક્ત તપ કરવામાં અશક્ત હોય. અથવા વાયુ વગેરેના ક્ષોભથી બિમાર હોય ત્યારે પોતે કહ્યું ન હોય છતાં પણ યોગ્ય કર્તવ્યમાં સમર્થ અન્ય મુનિઓ કહે કે અમે તારૂં યથોચિત વૈયાવચ્ચ કરીશું એ પ્રમાણે આવેલા અનુપારિવારિક કલ્પમાં રહેલા મુનિઓ વડે કરાતું વૈયાવચ્ચની ઈચ્છા રાખીશ. એમ વિચારી તે પોતે સ્વીકારેલ આચારનું પાલન કરતો, કોઈ પણ કારણથી પીડા પામતો હોવા છતાં પણ, પ્રતિજ્ઞાને ભંગ નહિ કરીને સમાધિયુક્ત મનવાળો શરીર ત્યાગ માટે ભક્તપ્રત્યાખ્યાન અનશન કરે..! વળી, જે મુનિ ધીરજ, શક્તિ, સંઘયણ આદિ બલયુક્ત છે, લધુકર્મી છે, પાત્ર તથા એક વસ્ત્રધારી છે, છતાં પણ તેની આ રીતની ભાવના થાય. “પોતે કરેલા કર્મના ફળ પોતાને જ મળે છે.” તેથી હકીકતમાં કોઈ પણ જીવ સંસારમાં મને ઉપકાર કરનાર નથી. અને હું પણ કોઈ જીવનું દુઃખ કરવા સમર્થ નથી. નરકાદિ દુઃખથી રક્ષક પોતાને શરણ કરવા લાયક બીજો કોઈ જ નથી. તેથી જ જે રોગાદિક પીડાકારી સ્થિતિ આવી પડી છે તે મારા વડે જ કરાયેલી છે. બીજાના શરણની અપેક્ષા રહિત થઈ મારે જ સહન કરવું જોઈએ. એમ એકત્વભાવનાને ભાવતાં (૨) અધ્યવસાય યુક્ત આહાર તથા ઉપકરણની અલ્પતાયુક્ત, અલ્પ માંસ-લોહીથી યુક્ત, ગ્લાન થાય ત્યારે તપથી લખ્યું અને સંતપ્ત શરીરને ઈચ્છિત સમયે આવશ્યક ક્રિયા કરવામાં અસમર્થ પોતાને માનતો ઉપવાસ કરે, છઠ્ઠ અથવા આયંબિલ આદિ અનુક્રમ વડે આહારનો સંક્ષેપ કરે. આવા અવસરે બાર વર્ષની સંલેખના જે આનુપૂર્વી યુક્ત છે તે ન કરવી. કારણ કે ગ્લાનનું આયુ અથવા તો ધીરજ તેટલા કાળ સુધીની
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy