SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ सूत्रार्थमुक्तावलिः ये तु सम्यग्विरतिविरहिणो गृहस्थाश्शाक्यादयो वा ते न पूर्वोत्थायिनो न वा पश्चान्निपातिनः, उत्थानस्यैवाभावादिति चतुर्विधं भङ्ग भगवदुक्तं विदित्वा तदाज्ञानुसरणशीलः सदसद्विवेकी सदा गुर्वाज्ञापरिपालकः सदाचारानुष्ठाय्यष्टादशसहस्रसंख्यं शीलं संयम वा विज्ञाय तदनुवर्त्यक्षिनिमेषकालमात्रमपि प्रमादेन विरहितो गम्भीरसंसारार्णवपतितस्य भवकोटिसहस्रेष्वपि दुष्प्रापं भावयुद्धाहमौदारिकशरीरं तत्रापि मनुजत्वादिकं लब्ध्वा प्राप्य च मोक्षैकगमनहेतुं भगवदुक्तं धर्मं पूर्वोदितहेतुभिर्बद्धं कर्म तदुपादानं च सर्वतः परिज्ञाय प्रत्याख्यानपरिज्ञया सर्वतः परिहरेत्, भावयुद्धार्ह हि शरीरं लब्ध्वा कश्चित्तेनैव भवेनाशेषकर्मक्षयं विधत्ते मरुदेवीस्वामिनीव, कश्चित्सप्तभिरष्टाभिर्वा भवैर्भरतवत्, कश्चिदपार्धपुद्गलपरावर्तेन घोराहत्तच्छासनाशातनकृन्नरवत् । यस्तु कर्मोदयवशात् तथाविधं शरीरं धर्मं प्राप्यापि च्युतो हिंसानृतस्तेयादौ प्रवृत्तो गर्भादियातनास्थानेषु पुनः पुनर्गच्छति, तस्मात्पापोपादानप्रवृत्तमात्मानं संयम्य निर्ममत्वो निर्विण्णो भवेदिति ॥ ३८ ॥ હવે આઠ પ્રકારના કર્મ ખપાવનાર (મુનિનું) સ્વરૂપ કહે છે. સૂત્રાર્થ :- સંયમના અનુષ્ઠાન માટે સાધના માટે) ઉઠેલો (ઉભો થયેલો-નીકળેલો) પતિત નહીં થયેલો, સુશીલ મુનિએ દુર્લભ એવા શરીરાદિ પામીને કર્મને દૂર કરવા જોઈએ. ભાવાર્થ :- જે પહેલાં સંયમ અનુષ્ઠાનમાં ઉપર ચડેલો અને પાછળથી કર્મ પરિણતિની વિચિત્રતાથી પતન પામેલો, પડવાના સ્વભાવવાળો તે નંદિપેણની જેમ અથવા ગોઠામાલિની જેમ ઉસ્થિતનિપાતી છે. અને જે એવો નથી. તે ઊંચે ચડેલો છતાં વધતા પરિણામવાળો પડેલો નથી. સિંહની જેમ નીકળેલો અને સિંહની જેમ વિચરતો (પાળતો) હોય તો ગણધર આદિની જેમ ઉત્યિતાનિપાતી (ઉસ્થિત અનિપાતી), સંયમ અનુષ્ઠાનમાં ઉપર નહીં ચડેલો છતો પડવાના સ્વભાવવાળો તેવો સંભવતો નથી. ઉત્થાનના અભાવમાં નિપતનનો અસંભ હોવાથી અનુત્થિત નિપાતી ભાંગો સંભવતો નથી. અને જે સમ્યગુચારિત્ર રહિત ગૃહસ્થો અથવા શાક્યાદિ છે તેઓ પૂર્વે ચડેલા નથી. અને પાછળથી પતન નથી પામવાના. ઉત્થાનનો જ અભાવ હોવાથી આ પ્રમાણે ચાર પ્રકારના ભગવંતે કહેલા ભાંગાને જાણીને તેમની આજ્ઞાનુસાર વર્તવાના સ્વભાવવાળો, સદ્-અસના વિવેકવાળો, હંમેશાં ગુવજ્ઞાનું પાલન કરનાર, સદાચારનું પાલન કરનાર, અઢાર હજાર શીલાંગરથને અથવા સંયમને જાણીને તેમાં વર્તતો આંખના પલકારાના કાળ માત્રમાં પણ પ્રમાદ નહીં કરનારો, અતિ ઊંડા સંસારરૂપ સમુદ્રમાં પડેલાને અબજો ભવોમાં પણ દુઃખે કરીને પ્રાપ્ત થાય તેવું, ભાવયુદ્ધ માટે યોગ્ય ઔદારિકશરીરને, તેમાં પણ મનુષ્યપણું આદિ પામીને અને મોક્ષમાં એક કારણરૂપ ભગવંતે કહેલા ધર્મને મેળવીને પૂર્વે કહેલા કર્મના હેતુ વડે બંધને અને તેના કારણને સર્વ પ્રકારે જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞા વડે સર્વ પ્રકારે છોડવું જોઈએ.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy