SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २०७ मेतद्भवताऽहमेको न मेऽस्ति कश्चित्पुरतो न पश्चात् । स्वकर्मभिर्भ्रान्तिरियं ममैव अहं पुरस्तादहमेव पश्चात् ॥ सदैकोऽहं न मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं नासौ भावीति यो मम" । इत्येवं भावितमनाः कष्टतपश्चरणादिना शरीरं कृशयेत्, तपोऽग्निना हि ज्ञानदर्शनचारित्रोपयोगेन सदोपयुक्तः कर्मकाष्ठं दहतीति ॥ ३४ ॥ સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર હોય છતાં પણ નિરવઘ તપના આચરણ વગર પૂર્વે બાંધેલા કર્મનો ક્ષય થતો નથી. તે જણાવે છે. સૂત્રાર્થ :- આ રીતે કર્મબંધને દુઃખરૂપ જાણીને, ભાવિત ચિત્તયુક્ત સાધુએ તપ વડે શરીરને સૂકાવવું જોઈએ. (દુર્બલ કરવું જોઈએ.) ભાવાર્થ :- કૃષિ વાણિજ્ય આદિ સાવદ્ય ક્રિયાના અનુષ્ઠાનથી ન કહી શકાય તેવા દુઃખનો અનુભવ થાય છે. તે જ રીતે ક્રોધાદિથી વારંવાર બળતો, તેનાથી થતાં કર્મના વિપાકથી, સાતમી નરકમાં થતા શીત-ઉષ્ણની વેદના, કુંભીપાક વિ. દુ:ખ સ્થાનોમાં ભવિષ્યકાળમાં થનારા દુઃખને જાણીને તથા જે ભોગવ્યા વિના છૂટકો જ નથી તેવા કર્મના ઉદયના પ્રકાર. બાંધેલા કર્મનું ફળ, ભવિષ્યમાં બંધાવાના કારણ આદિ અનેક પ્રકારને જાણીને એટલે કે મૂળ પ્રકૃતિના ત્રણ ઉદયસ્થાનો - આઠ, સાત, ચાર છે. આઠે પ્રકૃતિ એક સાથે ભોગવતા જીવને આઠે મૂલપ્રકૃતિઓનો ઉદય એકી સાથે હોય છે. આ કર્મનો ઉદય અભવ્ય જીવને અનાદિ અપર્યવસિત કાલ સુધી હોય છે. ભવ્યોને આ કર્મનો ઉદય અનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવસિત એમ બે પ્રકારે હોય છે. તે નીચે મુજબ - મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય થાય તો સાત પ્રકારે, ઘાતિકર્મ ક્ષય થતે ચાર પ્રકારે...! આ મૂળ પ્રકૃતિ કહી. હવે ઉત્તર પ્રકૃતિ જણાવે છે. ઉત્તર પ્રકૃતિમાં જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંનેનું પાંચ પ્રકારનું એક ઉદયસ્થાનક છે. દર્શનાવરણીયના બે, દર્શન ચતુષ્કનો ઉદય હોય તો ચારનું એક, અને પાંચ નિદ્રામાંથી એક સમયે એક નિદ્રાનો જ ઉદય હોઈ શકે તેથી. ૪ + ૧ = ૫નું બીજું ઉદયસ્થાનક હોય છે. વેદનીય કર્મમાં શાતા-અશાતા બંને વિરોધી છે માટે સામાન્યથી એકનો જ ઉદય હોય તેથી એક જ ઉદયસ્થાનક ઘટી શકે. મોહનીયના ૧૦, ૯, ૮, ૭, ૬, ૫, ૪, ૨ અને ૧ એમ સામાન્યથી નવ ઉદયસ્થાનક હોય છે. નામકર્મના ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૯, ૮ એમ બાર ઉદયસ્થાનક છે. ગોત્ર કર્મનું ઉચ્ચ અથવા નીચ એક જ ઉદયસ્થાનક છે. આ રીતે જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે કર્મબંધને છોડવાની ઈચ્છા રાખવી જોઈએ. કેમકે કર્મનો બંધ એ જ ઉદય માટે કારણરૂપ છે. સંસાર સ્વભાવ અને એકત્વભાવના વડે આ વિચારવું જોઈએ. ખરેખર આ સંસાર જ અનર્થરૂપ છે. કોણ અહીં કોનો-કયો-સ્વજન અથવા પરજન છે ? આ સંસારમાં ભમતાં સર્વ સ્વજનો પર થાય છે અને પર છે તે સ્વજન થાય છે. હું એકલો છું કોઈ મારી આગળ નથી અને કોઈ મારી પાછળ નથી એમ વિચારીને પોતાના કર્મથી (મારું
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy